Home> India
Advertisement
Prev
Next

Freebie Politics: PM મોદીના નિવેદન પર કેજરીવાલનો પલટવાર, કહ્યું- કોણ વહેંચી રહ્યું છે 'ફ્રીમાં રેવડી'

Freebie Politics: CM અરવિંદ કેજરીવાલે પીએમ મોદીના રેવડી નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે, આપણા દેશમાં બાળકોને મફત અને સારું શિક્ષણ આપવું અને લોકોને સારી અને મફત સારવાર આપવી- તેને મફતમાં રેવડી વિતરણ ન કહેવાય.

Freebie Politics: PM મોદીના નિવેદન પર કેજરીવાલનો પલટવાર, કહ્યું- કોણ વહેંચી રહ્યું છે 'ફ્રીમાં રેવડી'

Freebie Politics: આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે તણાવ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શનિવારના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું હતું કે, ચૂંટણી પહેલા સરકાર દ્વારા 'ફ્રીમાં રેવડી' વહેંચવામાં આવી રહી છે. હવે સીએમ કેજરીવાલે પીએમ મોદીના આ નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે, આપણા દેશમાં બાળકોને મફત અને સારું શિક્ષણ આપવું અને લોકોને સારી અને મફત સારવાર આપવી- તેને મફતમાં રેવડી વિતરણ ન કહેવાય. અમે એક વિકસિત અને ગૌરવશાળી ભારતનો પાયો નાખી રહ્યા છીએ. આ કામ 75 વર્ષ પહેલા થઈ જવું જોઇતું હતું.

પીએમ મોદીએ દિલ્હી સરકાર પર કર્યો કટાક્ષ
ચૂંટણી પહેલા સરકારો દ્વારા આપવામાં આવથી મફત સુવિધાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી સરકાર પર કટાક્ષ કર્યો હતો. તેમણે આ મફત સુવિધાઓને 'ફ્રીમાં રેવડી' કહ્યું હતું. જે બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમના નિવેદનનું તાત્કાલિક ખંડન કર્યું અને કહ્યું કે, મફત પાણી, વીજળી અથવા વૈશ્વિક સ્તર પર પ્રાથમિક શિક્ષણ આપવું. મતદાતાઓ માટે લાંચ નહીં પરંતુ રાજ્યની જવાબદારી છે.

લગ્ન કરતા પહેલા લેવી પડશે સરકારની મંજૂરી! જાણો કેમ લેવાયો આ નિર્ણય?

સીએમ કેજરીવાલે કર્યો પલટવાર
કેજરીવાલે કહ્યું- એક કર્મચારીના પુત્ર ગગને માસિક રૂપિયા 15,000 ની નોકરી લોકડાઉન દરમિયાન ગુમાવી હતી. આજે તે કોમ્યુટર એન્જિનિયરિંગમાં IIT ધનબાદમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યો છે. તેને પૂછો કે શું કેજરીવાલ મફતમાં રેવડી આપી રહ્યા છે કે પછી આ દેશના ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે.

અખિલેશ યાદવે પણ પીએ મોદી પર સાધ્યું નિશાન
પીએમ મોદીના રેવડી નિવેદન પર સપા પ્રમુખ અખિલેશ યાદવે પલટવાર કરતા ટ્વીટ કર્યું કે, રેવડી વહેંચી થેંક્યુનું અભિયાન ચલાવનાર સત્તાધારી જો યુવાઓને રોજગાર આપે તો 'દોષારોપણ સંસ્કૃતિ'થી બચી શકાય છે. રેવડી શબ્દ અસંસદીય તો નથી?

ફ્યુલના ભાવમાં ઘટાડો, 2.2 ટકા સસ્તુ થયું ઇંધણ; ફટાફટ જાણો નવી કિંમત

શું કહ્યું હતું પીએમ મોદીએ?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારના મફતમાં સુવિધાઓ પૂરી પાડતા રાજકારણની આકરી ટીકા કરતા કહ્યું હતું કે, આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે ખુબ જ ઘાતક છે. પીએમે શનિવારના જાલૌન જિલ્લાની ઉરઈ તહસીલના કૈથરી ગામમાં લગભગ 14,850 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલા બુંદેલખંડ એક્સપ્રેસવેના ઉદ્ઘાટન કર્યા બાદ જનસભાને સંબોધિત કરતા કહ્યું- આ રેવડી કલ્ચરવાળા ક્યારેય તમારા માટે નવો એક્સપ્રેસવે બનાવશે નહીં. નવું એરપોર્ટ અથવા ડિફેન્સ કોરિડોર બનાવશે નહીં. તેમણે કહ્યું- રેવડી કલ્ચરવાળાને લાગે છે કે જનતા જનાર્દનને મફતની રેવડી વહેંચી, તેમને ખરીદી લેશું. આપણે મળીને તેમના વિચારોને હરાવવાના છે. રેવડી કલ્ચરને દેશની રાજનીતિથી હટાવવાનું છે. તેમણે લોકો, ખાસકરીને યુવાઓને રેવડી કલ્ચર પ્રતિ ચેતવણી આપી અને કહ્યું કે તે દેશના વિકાસ માટે ખુબ જ ઘાતક સાબિત થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More