Home> Gujarat
Advertisement
Prev
Next

મહેસાણાના કડીમાં ગાડી પાર્ક કરવા બાબતે બબાલ, પૂર્વ આર્મીમેને પાડોશી પર કર્યું ફાયરિંગ

મહેસાણાના કડીમાં સામાન્ય બાબતે પૂર્વ આર્મી જવાને પાડોશી પર પોતાની ગનમાંથી ફાયરિંગ કર્યું છે. 

મહેસાણાના કડીમાં ગાડી પાર્ક કરવા બાબતે બબાલ, પૂર્વ આર્મીમેને પાડોશી પર કર્યું ફાયરિંગ

મહેસાણાઃ મહેસાણાના કડીમાં ફાયરિંગની ઘટના બની છે. પૂર્વ આર્મીમેને પાડોશી પર ફાયરિંગ કર્યું છે. માત્ર ગાડી પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે પૂર્વ આર્મીમેને ફાયરિંગ કરી દીધુ હતું. તેણે પોતાની લાયસન્સવાળી ગનથી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં પાડોશીને ઈજા પહોંચી છે. તેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. 

પ્રાપ્ત વિગત અનુસાર કડીના કરણનગર રોડ પર આવેલી સોમનાથ સોસાયટીમાં ગાડી પાર્ક કરવા મુદ્દે બબાલ થઈ હતી. જેમાં પૂર્વ આર્મીમેને પોતાનું સ્કૂટર હટાવી કાર પાર્ક કરનાર પાડોશી પર ફાયરિંગ કરી દીધુ હતું. આ ઘટના બાદ પાડોશીને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. તો બંને પક્ષોએ સામ-સામી ફરિયાદ પણ નોંધાવી છે. 

આ પણ વાંચોઃ પોરબંદરનો ઘેડ પંથક જળબંબાકાર, અનેક રસ્તાઓ બંધ, લોકો જીવના જોખમે કરી રહ્યાં છે મુસાફરી

પૂર્વ આર્મીમેને પોતાના પર ધોકા વડે હુમલો કરવાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી છે. પૂર્વ આર્મીમેને કહ્યુ કે, પોતાની ગાડી પાર્ક કરવા માટે મારૂ એક્ટિવા પાડી દીધુ હતું. હું તેને રજૂઆત કરવા ગયો હતો. પરંતુ સામેથી લોકોનું ટોળુ આવી જતા મેં ફાયરિંગ કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More