Home> India
Advertisement
Prev
Next

UP: વેપારીના ઘરે IT નો દરોડો, પૈસાના ઢગલે ઢગલા મળ્યા, ગણતરી માટે મશીન મંગાવવા પડ્યા!

સમાજવાદી પાર્ટીના નેતાઓ બાદ હવે આવકવેરા વિભાગની ટીમે કન્નૌજના અત્તરના મોટા વેપારી પિયુષ જૈનના ઘરે અને અન્ય ઠેકાણે દરોડા પાડ્યા છે.

UP: વેપારીના ઘરે IT નો દરોડો, પૈસાના ઢગલે ઢગલા મળ્યા, ગણતરી માટે મશીન મંગાવવા પડ્યા!

કાનપુર: ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાનારી છે તે પહેલા આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી ચાલુ છે. સમાજવાદી પાર્ટીના નેતાઓ બાદ હવે આવકવેરા વિભાગની ટીમે કન્નૌજના અત્તરના મોટા વેપારી પિયુષ જૈનના ઘરે અને અન્ય ઠેકાણે દરોડા પાડ્યા છે. દરોડાની કાર્યવાહી દરમિયાન મોટા પાયે કેશ અને નકલી ઈનવોઈસ મળી આવ્યા છે. જે જોઈને અધિકારીઓની તો આંખો જ ફાટી ગઈ.

દરોડામાં 150 કરોડ જેટલી કેશ મળી
સૂત્રોના જણાવ્યાં મુજબ દરોડા બાદ આવકવેરાની ટીમને 150 કરોડ જેટલી કેશ મળી છે. દરોડાની કાર્યવાહી હજુ ચાલુ છે. દરોડા દરમિયાન મળી આવેલી ચલણી નોટોની ગણતરી માટે મશીન મંગાવવા પડ્યા. આઈટી વિભાગના અધિકારીઓને દરોડા દરમિયાન 200  કરતા વધુ નકલી ઈનવોઈસ મળ્યા અને ફેક્ટરીમાં ચાર ટ્રક સીલ કરાયા છે. 

આવકવેરા વિભાગની ટીમ પહોંચી કન્નૌજ
દરોડા બાદ આવકવેરા વિભાગની ટીમ અત્તરના વેપારી પિયુષ જૈન(Piyush jain)  સાથે ઘરની અંદર પૂછપરછ કરી રહી છે. કહેવાય છે કે આવકવેરા વિભાગની ટીમે પિયુષ જૈનના કાનપુર ઘર બાદ કન્નૌજના ઘરે પણ દરોડો પાડ્યો અને ટીમ તપાસમાં લાગી છે. 

શું છે સમાજવાદી અત્તર
આ મામલે ભાજપ અને સપામાં રાજનીતિક નિવેદનબાજી અને ઘમાસાણ સતત ચાલુ છે. સમાજવાદી પાર્ટી પણ પાછી ચર્ચામાં આવી ગઈ છે. કારણ કે 'સમાજવાદી' અત્તર બનાવનારા વેપારીના ત્યાં પડેલા દરોડા અને કેશની જપ્તી અંગે આવનારા દિવસોમાં રાજકીય ઘમાસાણ મચવાનું નક્કી કહેવાઈ રહ્યું છે. અત્રે જણાવવાનું કે ગત મહિને 9 નવેમ્બરના રોજ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પાર્ટી કાર્યાલયમાં અત્તર કારોબારી દ્વારા બનાવવામાં આવેલા સમાજવાદી અત્તરને લોન્ચ કર્યું હતું. તે સમયે દાવો કરાયો હતો કે તેના નિર્માણમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી 22 પ્રકારના પ્રાકૃતિક અત્તરનો ઉપયોગ કરાયો છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું હતું કે તેને 2022ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હતું અને તેની ખુશ્બુની અસર 2022ની ચૂંટણીમાં જોવા મળશે. 

fallbacks

કોણ છે આ પિયુષ જૈન
આનંદપુરીમાં રહેતા પિયુષ જૈનનો કન્નૌજમાં અત્તરનો વેપાર છે. પિયુષ કન્નૌજની એ અત્તર લોબીના સભ્ય છે જે અખિલેશની ખુબ નજીક છે. પિયુષનો અત્તરનો વેપાર યુપી સહિત દેશના અન્ય રાજ્યોમાં ફેલાયેલો છે. કાનપુર અને મુંબઈમાં પણ પિયુષના પરિવારના અનેક લોકો રહે છે. આ સાથે ઓફિસો પણ છે. અત્રે જણાવવાનું કે આનંદપુરી કોલોનીમાં પિયુષનો પરિવાર 7-8 વર્ષ પહેલા રહેવા માટે આવ્યો હતો. કન્નૌજમાં પણ તેઓ જાહેરમાં બહુ ઓછા જોવા મળ્યા છે. 

ભાજપે સાધ્યું નિશાન
સમાજવાદી પાર્ટીના કાર્યાલયમાં સમાજવાદી અત્તર લોન્ચ કરનારા કારોબારીના ત્યાં પડેલા જીએસટીના દરોડામાં કરોડો રૂપિયાની કેશ મળી આવતા ભાજપે સપા પર આકરા પ્રહારો કર્યા છે. રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ સમાજવાદી અત્તર લોન્ચ કનારા પિયુષજૈનના ત્યાં પડેલા દરોડામાં 100 કરોડથી વધુની કેશ જપ્તી પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે આ કયા સમાજવાદની કાળી કમાણી છે. તેમણે ટ્વીટ કરીને સપા પર નિશાન  સાધતા કહ્યું કે 'સમાજવાદીઓનો નારો છે, જનતાનો પૈસો અમારો છે.' વધુ ટ્વીટમાં લખ્યું કે 'પિયુષ જૈનના ત્યાં પડેલા દરોડામાં મળેલા 100 પ્લસ કરોડ કયા સમાજવાદની કાળી કમાણી છે?'

 

fallbacks

અગાઉ સપા નેતાઓના ઠેકાણે પડ્યા હતા દરોડા
આ અગાઉ સમાજવાદી પાર્ટીના નેતાઓના ઠેકાણે આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા. દરોડાની કાર્યવાહી દરમિયાન વિભાગને 86 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ મળી હતી. 4 દિવસ સુધી ચાલેલી કાર્યવાહી બાદ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે લખનૌ, મૈનપુર, કોલકાતા, બેંગલુરુ, અને એનસીઆરના 30 ઠેકાણે દરોડા પડ્યા હતા જેમાં અનેક મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ ડેટા પણ જપ્ત કરાયા. 

આવકવેરા વિભાગની દરોડાની કાર્યવાહીમાં સમાજવાદી પાર્ટીના નેતાઓના ઠેકાણેથી 86 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિના પ્રમાણ મળ્યા છે. જેમાંથી 68  કરોડ રૂપિયાની બેનામી સંપ્તિને કબૂલ કરવામાં આવી. આ ઉપરાંત 150 કરોડ રૂપિયાના ઉપયોગના દસ્તાવેજો મળ્યા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More