Home> Business
Advertisement
Prev
Next

Zero Rupee Note: શું તમે ઝીરો રૂપિયાની નોટ જોઈ છે? જાણો ક્યારે અને શા માટે છપાઈ, રસપ્રદ છે કહાની

શું તમે જાણો છો કે દેશમાં શૂન્ય (0) રૂપિયાની નોટો પણ છપાય છે? આજે અમે તમને ઝીરો રૂપિયાની નોટની સંપૂર્ણ કહાની જણાવવા જઈ રહ્યા છીએ.

Zero Rupee Note: શું તમે ઝીરો રૂપિયાની નોટ જોઈ છે? જાણો ક્યારે અને શા માટે છપાઈ, રસપ્રદ છે કહાની

નવી દિલ્હી Zero rupee note: ભારતમાં રિઝર્વ બેંક (RBI) રૂ. 1 થી રૂ. 2 હજાર સુધીની નોટો છાપે છે. આ નોટોનો ઉપયોગ કરીને, લોકો રોજિંદી જરૂરિયાતોથી લઈને અન્ય તમામ સુવિધાઓનો લાભ લઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે દેશમાં શૂન્ય (0) રૂપિયાની નોટો પણ છપાયેલી છે? આજે અમે તમને ઝીરો રૂપિયાની નોટની સંપૂર્ણ કહાની જણાવવા જઈ રહ્યા છીએ.

ખાસ ઝુંબેશ હેઠળ આ નોટ છાપવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે, આ ઝીરો રૂપિયાની નોટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો પણ છપાયેલો છે અને તે બિલકુલ અન્ય નોટોની જેમ જ દેખાય છે. પરંતુ તમે વિચારતા હશો કે ઝીરો રૂપિયાની નોટ શા માટે લાવવામાં આવી. છેવટે, આ નોટથી શું ખરીદી શકાય છે. તમને જણાવી દઈએ કે, આ નોટ આરબીઆઈ થકી જારી કરવામાં આવી નથી. વાસ્તવમાં, તે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન હેઠળ બનાવવામાં આવી છે.

Bank Holidays 2021 December: આજથી 6 દિવસ બેંક બંધ! વર્ષ પૂરું થવામાં 8 દિવસ જ બાકી, ફટાફટ પતાવો જરૂરી કામ

5 લાખની નોટો છાપવામાં આવી હતી
આ નોટની શરૂઆત એક સંસ્થા દ્વારા ભ્રષ્ટાચાર સામેના હથિયાર તરીકે કરવામાં આવી હતી. આ વિચાર વર્ષ 2007માં દક્ષિણ ભારતમાં એક બિન-લાભકારી સંસ્થા (NGO)નો હતો. તમિલનાડુ સ્થિત 5th Pillar નામની આ NGOએ લગભગ પાંચ લાખ રૂપિયાની ઝીરો નોટ છાપવાનું કામ કર્યું હતું. આ નોટો હિન્દી, તેલુગુ, કન્નડ અને મલયાલમ એમ ચાર ભાષાઓમાં છપાઈ અને લોકોમાં વહેંચવામાં આવી.

નોટ પર ભ્રષ્ટાચાર વિરુદ્ધ અનેક સંદેશા લખવામાં આવ્યા હતા
ભ્રષ્ટાચાર વિરુદ્ધ બનેલી આ નોટમાં અનેક મેસેજ લખવામાં આવ્યા હતા, જેમાં 'ભ્રષ્ટાચારનો અંત કરો', 'કોઈ લાંચ માંગે તો આ નોટ આપીને અમને મામલો જણાવો', આ શૂન્ય રૂપિયાની નોટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો પણ છપાયેલો છે અને નોટની નીચે જમણી બાજુએ સંસ્થાનો ફોન નંબર અને ઈમેલ આઈડી છપાયેલ છે.

ગજબનું TV! સ્ક્રીન પર આવશે ચોકલેટ-પિઝા તો ચાટીને માણી શકશો સ્વાદ, જાણો તમામ વિગતો

આ ખાસ નોટો લાંચ માંગનારાઓને આપવામાં આવી હતી
માત્ર '5મો પિલર' નામની સંસ્થા જ ઝીરો રૂપિયાની નોટ બનાવતી અને લાંચ માંગનારાને આપતી. આ નોટ ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનનું પ્રતિક હતું. આ સંસ્થાના તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં કેન્દ્રો હતા. તેનું મુખ્ય મથક ચેન્નાઈમાં છે. બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી અને રાજસ્થાનના પાલીમાં પણ આ સંસ્થાના કેન્દ્રો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More