Home> India
Advertisement
Prev
Next

દેશમાં દરેક કોરોના પીડિતને મોદી સરકાર આપી રહી છે 4-4 હજાર રૂપિયા? જાણો વાયરલ મેસેજનું સત્ય

દેશમાં દરેક કોરોના પીડિતને કેન્દ્રની મોદી સરકાર આપી રહી છે 4-4 હજાર રૂપિયા? શું ખરેખર મળી રહ્યાં છે રૂપિયા... જાણો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજનું સત્ય.
 

દેશમાં દરેક કોરોના પીડિતને મોદી સરકાર આપી રહી છે 4-4 હજાર રૂપિયા? જાણો વાયરલ મેસેજનું સત્ય

નવી દિલ્હીઃ Corona Virus In India:  ભારતમાં કોરોના વાયરસ આવ્યા બાદ અનેક પ્રકારની અફવાઓ સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહી છે. તેમાં કોરોના વાયરસને લઈને વેક્સિન સુધી દેશમાં અલગ-અલગ પ્રકારની અફવાઓ ચાલતી રહે છે અને સરકાર આવી અફવાઓની તપાસ કરી સત્ય લોકોની સામે લાવતી રહે છે. થોડા દિવસથી વોટ્સએપમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર દરેકને કોરોના કેર ફંડ યોજના હેઠળ 4 હજાર રૂપિયાની રકમ આપી રહી છે. 

જાણો આ અફવાનું સત્ય
દેશમાં કોરોના વાયરસથી જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને વળતર આપવાના મામલામાં એક તરફ દેશની સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે તો બીજી તરફ આવી અફવાઓ સામે આવી રહી છે. તો જાણો શું છે આ નવી અફવાનું સત્ય... શું ખરેખર સરકાર કોરોના પીડિતોને 4-4 હજાર રૂપિયાની સહાય ચુકવી રહી છે?

પીઆઈબીના સત્તાવાર ફેક્ટ ચેક ટ્વિટર હેન્ડલે આ દાવાનો ખોટો ગણાવતા નકારી દીધો છે અને લખ્યું છે, સોશિયલ મીડિયા સંદેશમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકાર ''કોરોના કેર ફંડ યોજના'' હેઠળ બધાને 4,000 રૂપિયાની સહાય કરી રહી છે. આ વાત સંપૂર્ણ ખોટી છે. ભારત સરકાર દ્વાવા આવી કોઈ યોજના શરૂ કરવામાં આવી નથી. 

આ પણ વાંચોઃ UP Zila Panchayat Results: 75માંથી 65 જિલ્લા પંચાયતો પર ભાજપનો કબજો, સપાની હાર, સીએમ યોગીનો જાદૂ ચાલ્યો

હકીકતમાં વોટ્સએપથી લઈને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકાર  ''કોરોના કેર ફંડ યોજના'' હેઠળ લોકોને 4 હજારની સહાય કરી રહી છે. નીચે આપેલું ફોર્મ ભરી એપ્લાય કરવાથી ચાર હજાર રૂપિયા મળી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More