Home> Gujarat
Advertisement
Prev
Next

SURAT: માટીની કિંમત શું હોય? 16 હજાર રૂપિયે કિલો વેચાઇ રહી છે આ માટી, પોલીસ પણ ચોંકી ઉઠી

સલાબતપુરા પોલીસે એક અનોખી ચોર ટોળકીને ઝડપી પાડી છે. ખાસ કરીને ચોર ટોળકી કારના ટાયર અથવા લોગોની ચોરી કરતા નજરે પડતા હોય છે. જો કે સુરતમાં એક એવી ચોર ટોળકી ઝડપાઇ છે. જેઓ ફક્ત ઇકો કારના સાઇલેન્સરની ચોરી કરતા હતા. હાલ પોલીસે ગેંગના 4 સભ્યોની ધરપકડ કરી રૂ 60 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તમને પહેલા જ નવાઈ લાગશે કે સાયલન્સરની ચોરી. જી હા આ સાઇલેન્સરની ચોરી કરવા માટેનું કારણ પણ ખુબ જ ચોંકાવનારુ છે. 

SURAT: માટીની કિંમત શું હોય? 16 હજાર રૂપિયે કિલો વેચાઇ રહી છે આ માટી, પોલીસ પણ ચોંકી ઉઠી

ચેતન પટેલ/સુરત : સલાબતપુરા પોલીસે એક અનોખી ચોર ટોળકીને ઝડપી પાડી છે. ખાસ કરીને ચોર ટોળકી કારના ટાયર અથવા લોગોની ચોરી કરતા નજરે પડતા હોય છે. જો કે સુરતમાં એક એવી ચોર ટોળકી ઝડપાઇ છે. જેઓ ફક્ત ઇકો કારના સાઇલેન્સરની ચોરી કરતા હતા. હાલ પોલીસે ગેંગના 4 સભ્યોની ધરપકડ કરી રૂ 60 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તમને પહેલા જ નવાઈ લાગશે કે સાયલન્સરની ચોરી. જી હા આ સાઇલેન્સરની ચોરી કરવા માટેનું કારણ પણ ખુબ જ ચોંકાવનારુ છે. 

જો કોઇ કંપની ઉંચા ભાડે ગાડી માંગે તો થઇ જજો સાવધાન, નહી તો આજીવનની કમાણી જશે !

છેલ્લા કેટલાય સમયથી સુરતના વિવિધ વિસ્તારોમાં પાર્ક કરેલી ઇકો કારમાંથી સાઇલેન્સરની ચોરી થતી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ હતી. આ ગેંગએ પોલીસની નાકમાં દમ લાવી દીધો હતો. વિવિધ પોલીસ મથકોની અલગથી આ ગેંગને શોધવા માટે કમર કસી રહી હતી તે દરમિયાન સલાબતપુરા પોલીસ મથકના કોન્સ્ટેબલ યશપાલને બાતમી મળી હતી કે, eco car silencer ની ચોરી કરનાર હાલ રીંગ રોડ વિસ્તારમાં ફરી રહી છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આ ગેંગના ચાર સાગરીતોને ઝડપી પાડયા હતા. 

વડોદરાના રહેણાંક કોમ્પ્લેક્ષમાં આગ લાગતા 10 રહીશોનાં જીવ જોખમમાં, ફાયરબ્રિગેડનું રેસ્ક્યુ ઓપરેશન

પોલીસ પૂછપરછમાં તેઓએ પોતાનું નામ અર્ષદ શેખ, મોહમદ સિદ્દીક,વાહીદ શેખ તથા અલ્પેશ વાઘેલા જણાવ્યું હતું. જેમની પાસેથી પોલીસે 3200 ગ્રામ જેટલી માટી તથા ચાર સાઇલેન્સર અને એક ફોરવીલ કાર કબજે કરી હતી .પોલીસ પૂછપરછ માં તેઓએ જણાવ્યું હતું કે ઇકો કારના સાઇલેન્સરમાં પ્લેટિનિયમ ધાતુનો ઉપયોગ થતો હોય છે. આ ધાતુ ની માર્કેટ વેલ્યુ ખૂબ જ વધુ હોય છે. જેથી તેઓ રાત્રીના સમય દરમ્યાન અલગ અલગ વિસ્તારોમાં રેકી કરતા હતા અને ત્યારબાદ ઇકો કાને નિશાન બનાવીને સાઇલેન્સરની ચોરી કરતા હતા. સાઇલેન્સર બાદમાં અલ્પેશ વાઘેલાને વેચી દેતો હતો. જેનો કિલોનો ભાવ રૂ 16 હજાર આવતો હતો. હાલ તો વરાછા, મહિધરપુરા, સલાબતપુરા પોલીસ મથકના મળી કુલ 6 ગુના ઉકેલાયા છે. પોલીસ ને 30 થી વધુ ગુના આચર્યા હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More