Home> India
Advertisement
Prev
Next

અત્યાર સુધીનો સૌથી મોટો 'કોરોના બોમ્બ' ફૂટ્યો, એક જ દિવસમાં અધધધ... કેસ, આંકડો જાણી આંખો પહોળી થશે

દેશમાં અત્યાર સુધીના એક જ દિવસમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 62,538 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 20 લાખ પાર ગયો છે. 

અત્યાર સુધીનો સૌથી મોટો 'કોરોના બોમ્બ' ફૂટ્યો, એક જ દિવસમાં અધધધ... કેસ, આંકડો જાણી આંખો પહોળી થશે

નવી દિલ્હી: દેશમાં અત્યાર સુધીના એક જ દિવસમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 62,538 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 20 લાખ પાર ગયો છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 20,27,075 થઈ છે. જેમાં 6,07,384 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે જ્યારે 13,78,106 લોકો ડિસ્ચાર્જ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 41,585 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યાં છે. 

અત્યાર સુધીમાં  2,27,24,134 સેમ્પલ ટેસ્ટિંગ
ICMRના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધી કુલ  2,27,24,134 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે. જેમાંથી 5,74,783 છેલ્લા 24 કલાકમાં સેમ્પલ ટેસ્ટ કરાયા. જેમાંથી 60 હજારથી વધુ કોરોના પોઝિટિવ નીકળ્યાં. 

આ બાજુ દુનિયાભરમાં કોરોનાના અત્યાર સુધીમાં 1.92 કરોડ કેસ સામે આવ્યાં છે. જેમાંથી 7.17 લાખ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More