Home> India
Advertisement
Prev
Next

કોરોનાના કર્મવીરોને આજે સરહદના શૂરવીરોની સલામી, હોસ્પિટલો પર થશે પુષ્પવર્ષા


દિલ્હીના રાજપથ પર જ્યારે તમારી નજર આકાશ તરફ જશે તો તમને એકવાર ફરી 26 જાન્યુઆરી જેવો નજારો જોવા મળશે. અહીં પર સુખોઈ-30, મિગ-29 અને જગુઆર ઉડાન ભરશે.

કોરોનાના કર્મવીરોને આજે સરહદના શૂરવીરોની સલામી, હોસ્પિટલો પર થશે પુષ્પવર્ષા

નવી દિલ્હીઃ કોરોનાના કર્મવીરોને આજે સરહદના શૂરવીર સલામી આપશે. આજે સેનાના ત્રણેય પાંખના જવાન કોરોનાને હરાવવામાં લાગેલા હજારો ડોક્ટરો, નર્સો અને મેડિકલ સ્ટાફ, સફાઇ કર્મી અને બીજા ફ્રંટલાઇન યોદ્ધાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા પુષ્પવર્ષા કરશે. આ અણમોલ નજારો આજે દેશભરમાં ઉત્તરથી દક્ષિણ સુધી અને પૂર્વથી પશ્ચિમ સુધી જોવા મળશે. 

સેનાએ આ માટે પૂર્ણ તૈયારી કરી છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે શુક્રવારે તેની જાહેરાત કરી હતી કે સેનાની ત્રણેય પાંખ કોરોનાના કર્મવીરો પ્રત્યે આભાર વ્યક્ત કરશે. 

આ કાર્યક્રમની શરૂઆત દિલ્હીના પોલીસ મેમોરિયલમાં શ્રદ્ધાંજલિની સાથે થશે. ત્યારબાદ વાયુ સેના દેશભરમાં ફ્લાઇ પાસ્ટ કરશે. 

આકાશમાં વાયુસેનાની ફ્લાઈ પાસ્ટ
પ્રથમ ફ્લાઇ પાસ્ટ શ્રીનગરથી ત્રિવેન્દ્રમ સુધી થશે જ્યારે બીજી ફ્લાઇ પાસ્ટ ડિબ્રુગઢથી કચ્છ સુધી કરવામાં આવશે. ભારતીય વાયુ સેનાના ટ્રાન્સપોર્ટ વિમાન અને ફાઇટર જેટ આ ફ્લાઇ પાસ્ટમાં સામેલ થશે. નેવીના હેલીકોપ્ટર કોરોના હોસ્પિટલો પર આકાશથી ફુલ વરવાવશે. ઈન્ડિયન આર્મી દેશભરમાં આશરે તમામ જિલ્લામાં કોવિડ હોસ્પિટલમાં માઉન્ટેન બ્રેન્ડ પર્ફોર્મંસ આપશે. નૌસેનાના લડાકૂ જહાજ બપોરે 3 કલાક બાદ રોશન જોવા મળશે. પોલીસ દળોના સન્માનમાં સશસ્ત્રદળ પોલીસ મેમોરિયલ પર પુષ્પાંજલિ કરશે. 

જે શહેરોમાં ફાઇટર જેટ ફ્લાઇ પાસ્ટ કરશે તે શહેર છે, દિલ્હી, મુંબઈ, જયપુર, અમદાવાદ, ગુવાહાટી, પટના અને લખનઉ. જે શહેરોમાં ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ફ્લાઇ પાસ્ટ કરશે તે શહેર છે. શ્રીનગર, ચંડીગઢ, દિલ્હી, જયપુર, ભોપાલ, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરૂ, કોયમ્બટૂર અને તિરુવનંતપુરમ.

દેશમાં કોરોનાનો કેરઃ એક દિવસમાં સૌથી વધુ 2564 નવા કેસ, 99 લોકોના મૃત્યુ

હોસ્પિટલોની બહાર આર્મી બેન્ડની ધુન
સવારે 10 કલાકે એમ્સ, કેન્ટ બોર્ડ હોસ્પિટલ અને નરેલા હોસ્પિટલની બહાર આર્મી બેન્ડ પરફોમ કરશે. સવારે 10.30 કલાકે બેસ હોસ્પિટલ પર આર્મી બેન્ડની ધૂન સંભળાશે. જ્યારે 11 કલાકે ગંગારામ હોસ્પિટલ અને આરએન્ડઆર હોસ્પિટલની બહાર માઉન્ટેન બેન્ડ પરફોમ કરશે. 

હોસ્પિટલો પર પુષ્પવર્ષા
ચેન્નઈમાં સવારે સાડા દસ કલાકથી 11.45 સુધી અન્ના સલઈ હોસ્પિટલ અને રાજીવ ગાંધી જનરલ હોસ્પિટલ પર પુષ્પ વર્ષા થશે. મુંબઈમાં સવારે 10 કલાકથી 10.45 સુધી કેકેઈમ હોસ્પિટલ, કસ્તૂરબા ગાંધી હોસ્પિટલ અને જેજે હોસ્પિટલ પર પુષ્પવર્ષા કરવામાં આવશે. 

દિલ્હીના રાજપથ પર 26 જાન્યુઆરી જેવો નજારો
દિલ્હીના રાજપથ પર જ્યારે તમારી નજર આકાશ તરફ જશે તો તમને એકવાર ફરી 26 જાન્યુઆરી જેવો નજારો જોવા મળશે. અહીં પર સુખોઈ-30, મિગ-29 અને જગુઆર ઉડાન ભરશે. 10.30 કલાકની આસપાસ તમે એકવાર ફરી આકાશ તરફ નજર કરજો. આ વિમાન 30 મિનિટ સુધી શહેરને ચક્કર લગાવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More