Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: ગોતા વોર્ડના મહિલા કાઉન્સિલરને કોરોના, ગોદરેજ ગાર્ડન સિટીમાં 3 કેસ પોઝિટિવ

ગુજરાતમાં પોઝિટિવ કેસોનો આંકડો 5000ને પાર થઈ ગયો છે, તો અમદાવાદમાં આ આંકડો 3500ને વટાવી ગયો છે. આવામાં વધુ એક નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદના ગોતા વોર્ડના મહિલા કાઉન્સિલ જ્યોત્સના પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં હવે ધીરે ધીરે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. 

અમદાવાદ: ગોતા વોર્ડના મહિલા કાઉન્સિલરને કોરોના, ગોદરેજ ગાર્ડન સિટીમાં 3 કેસ પોઝિટિવ

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં પોઝિટિવ કેસોનો આંકડો 5000ને પાર થઈ ગયો છે, તો અમદાવાદમાં આ આંકડો 3500ને વટાવી ગયો છે. આવામાં વધુ એક નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદના ગોતા વોર્ડના મહિલા કાઉન્સિલ જ્યોત્સના પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં હવે ધીરે ધીરે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદમાં કઈકાલે 250 નવા કોરોનાના કેસ આવ્યા છે. ગઈકાલે જે નવા કેસના રિપોર્ટ આવ્યા તેમાં ગોતા વોર્ડના મહિલા કાઉન્સિલર જ્યોત્સના પટેલનું પણ નામ સામેલ હતું. અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો સતત ચિંતાજનક રીતે વધી રહ્યો છે, જેને કારણે તંત્રની મુશ્કેલીઓ પણ વધી રહી છે. 

તમે તમારા ઘરમાં આવતા સેનિટાઈઝરની ક્વોલિટી હવે તમે ચેક કરાવી શકશો

ફેમસ ગોદરેજ ગાર્ડન સિટીમાં પણ પહોંચ્યો કોરોના
ગઈકાલે જે લિસ્ટ જાહેર કરાયું તેમાં ફેમસ ગોદરેજ ગાર્ડન સિટીની પણ એન્ટ્રી થઈ ગઈ છે. ગોદરેજ ગાર્ડન સિટીમાં ગઈકાલે ત્રણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. આમ, અત્યાસર સુધી સુરક્ષિત રહેલા ગોદરેજ ગાર્ડન સિટીમાં પણ આખરે કોરોના વાયરસ પહોંચી ગયો છે. 

ઉલ્લેખનીય છે કે, કોરોનાનું સંક્રમણ અટકાવવા ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા વધુ એક નિર્ણય લેવાયો છે. જે મુજબ, રેડ ઝોન વિસ્તારોને કોર્ડન કરાશે અને ઓરેન્જ ઝોનમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવશે. સરકારે કહ્યું કે, જો પોતાના વિસ્તારને ગ્રીન ઝોનમાં રાખવો હોય તો બહારની વ્યક્તિને બોલાવવાનું ટાળો અને મેડિકલ ચેકઅપ વગર પ્રવેશ ન આપો.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More