Home> India
Advertisement
Prev
Next

India-China Clash: રાહુલ ગાંધી ચીન અને પાકિસ્તાનની ભાષા બોલી રહ્યાં છે, જેપી નડ્ડાએ કર્યો હુમલો

India-China Clash: ભારત અને ચીનની સેનાઓ વચ્ચે થયેલા ઘર્ષણને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર દેશ સામે છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. તેના પર જેપી નડ્ડાએ નિશાન સાધતા કહ્યું કે, આ તેમની માનસિકતા દર્શાવે છે. 

India-China Clash: રાહુલ ગાંધી ચીન અને પાકિસ્તાનની ભાષા બોલી રહ્યાં છે, જેપી નડ્ડાએ કર્યો હુમલો

નવી દિલ્હીઃ  India-China Clasb: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) ના અરૂણાચલ પ્રદેશ (Arunachal Predesh) ના તવાંગ સેક્ટર (Tawang Sector) માં થયેલી ઘર્ષણ બાદ આપેલા નિવેદન પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, તે સેનાનું મનોબળ નીચું કરી રહ્યાં છે. 

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું- પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નિવેદન સેનાનું મનોબળ નીચું લાવવાનું કામ કરે છે. તેની જેટલી નિંદા કરવામાં આવે એટલી ઓછી છે. આપણી સેના બહાદુરીનું પ્રતીક છે. આપણે જાણીએ છીએ કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ કોંગ્રેસ પાર્ટીની સાથે એમઓયૂ સાઇન કર્યું હતું. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, તે જાણે છે કે ચાઇનીસ એમ્બેસીએ રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ફંડ આપ્યું છે. આ કારણ છે કે રાહુલ ગાંધી ચીન અને પાકિસ્તાનની ભાષા બોલે છે. 

'માનસિકતા દર્શાવે છે'
જેપી નડ્ડાએ કહ્યુ કે ડોકલામ (Doklam) માં જ્યારે ભારતીય સેના હતી તો રાહુલ ગાંધી ચાઇનીસ એમ્બેસીમાં ચીની અધિકારીઓને મળી રહ્યાં હતા. આપણે જાણીએ છીએ કે તે સર્જિકલ સ્ટ્રાઇક (Surgical Strike) પર પણ પ્રશ્ન ઉઠાવી રહ્યાં હતા. રાહુલ તે ભાષા બોલે છે જે પાકિસ્તાન બોલે છે. હું આવા નિવેદનોની નિંદા કરૂ છું. આ તેમની માનસિકતા દર્શાવે છે. 

શું બોલ્યા હતા રાહુલ ગાંધી?
રાહુલ ગાંધીએ શુક્રવાર (17 ડિસેમ્બર) એ જયપુરમાં ભારત જોડો યાત્રાના 100 દિવસ થવા પર મીડિયા સાથે વાત કરવા દરમિયાન દાવો કર્યો હતો કે ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે, જ્યારે સરકાર સુતી છે અને આ ખતરાને નજરઅંદાજ કરવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર દેશ સામે છુપાવવાનો પ્રયાસ કરી રહી છે પણ તે સફળ થશે નહીં. અરૂણાચલ પ્રદેશમાં ભારત અને ચીની જવાનો વચ્ચે હાલમાં થયેલા ઘર્ષણના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે ક્ષેત્રમાં ભારતીય જવાનોને મારવામાં આવી રહ્યાં છે. 

આ પણ વાંચોઃ કિરણ રિજિજૂએ રાહુલ ગાંધી પર લગાવ્યો સેનાના અપમાનનો આરોપ, કહ્યું- તવાંગ ક્ષેત્ર.....

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે સરકાર ઇવેન્ટ પ્રમાણે કામ કરે છે, રણનીતિ પ્રમાણે નહીં. આપણે સાવચેત રહેવું જોઈએ. વિદેશ મંત્રી એસ જયશંકર બોલતા રહે છે પરંતુ તેમણે તેમની સમજને વધુ ઊંડી કરવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More