Home> Gujarat
Advertisement
Prev
Next

Pramukh Swami Shatabdi Mahotsav: પ્રમુખસ્વામી નગર છે સ્વચ્છતાનો પર્યાય, 50 જેટલા વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલા ડસ્ટબીન બન્યા આકર્ષણ

Pramukh Swami Shatabdi Mahotsav: અંદાજીત 1700 જેટલા ડસ્ટબીન તમને નજરે પડશે સાથો સાથ વેસ્ટ માંથી બેસ્ટ 50 જેટલા બોટલ ડસ્ટબીન પણ મુકવામાં આવ્યા છે. જેનો એક માત્ર ઉદ્દેશ પ્રમુખ સ્વામી નગરમાં આવતા શ્રધ્ધાળુઓ કચરો આસપાસના ફેંકે તેના માટે સ્વયં સેવકોની કાળજી લઈ રહયા છે. 

Pramukh Swami Shatabdi Mahotsav: પ્રમુખસ્વામી નગર છે સ્વચ્છતાનો પર્યાય, 50 જેટલા વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલા ડસ્ટબીન બન્યા આકર્ષણ

મૌલિક ધામેચા / અમદાવાદ: અમદાવાદના ઓગણજ ખાતે આયોજિત પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં સ્વયં સેવકો દ્વારા સ્વચ્છતાને પ્રાથમિકતા આપવામાં આવી છે. 600 એકરમાં ફેલાયેલા પ્રમુખ સ્વામી નગરમાં દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મુલાકાત લઈ રહ્યા છે. જ્યાં દરેક અંતર પર ડસ્ટબીન મુકવામાં આવ્યા છે. 

અંદાજીત 1700 જેટલા ડસ્ટબીન તમને નજરે પડશે સાથો સાથ વેસ્ટ માંથી બેસ્ટ 50 જેટલા બોટલ ડસ્ટબીન પણ મુકવામાં આવ્યા છે. જેનો એક માત્ર ઉદ્દેશ પ્રમુખ સ્વામી નગરમાં આવતા શ્રધ્ધાળુઓ કચરો આસપાસના ફેંકે તેના માટે સ્વયં સેવકોની કાળજી લઈ રહયા છે. 

મહત્વનું છે કે આ વેસ્ટ માંથી બેસ્ટ ડસ્ટબીન પણ સ્વંયસેવકો દ્વારા જ બનાવવામાં આવ્યા છે. અને સ્વયંસેવકોની એક ટીમ  સતત મોનીટરીંગ કરી તેને હાઇજિન રાખવામાં કાર્યરત રહે છે. એટલું જ નહીં પણ બાળનગરીમાં ખુદ બાળકો સ્વંયસેવકો તરીકે સેવા આપી સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો મેસેજ આપે છે.

આ પણ વાંચો: Electricity Bill હજારોમાં આવે છે? બદલી નાખો આ 2 ગેજેટ્સ; અડધાથી ઓછું આવશે બિલ
આ પણ વાંચો: બુધ ગોચરથી આસમાને પહોંચશે સોના-ચાંદી અને શેરના ભાવ, પરંતુ આ લોકો વિચારી રોકે પૈસા
આ પણ વાંચો: સરકાર આપી રહી છે દર મહિને 5 હજાર રૂપિયા સુધીનો ફાયદો, આ સ્કીમથી લોકોને બલ્લે-બલ્લે

ભોજનથી લઈને ભજન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ
અહીં ભોજનથી લઈને ભજન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. અહીં જુદા-જુદા સ્થળે 30 પ્રેમવતી ઉભી કરવામાં આવી છે. પ્રેમવતીમાં સસ્તા દરે નાસ્તા સહિતની વસ્તુઓ મળશે. જેનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે. ખાણી પીણીમાં પરોઠા-શાક, સ્વામિનારાયણ ખીચડી, પાંઉભાજી, દાબેલી, સમોસા, સેન્ડવિચ, પોપકોર્ન, આઈસક્રીમ, અલગ અલગ જાતના કોલ્ડડ્રિંક્સ ફક્ત 20 રૂપિયામાં મળશે. નમકીનના પેકેટ માત્ર 10 રૂપિયામાં ઉપલબ્ધ થશે. મહારાજ નગરના પ્રત્યેક વિભાગની સ્વચ્છતા માટે વિવિધ પ્રકારની સ્વચ્છતા-મશીનરીઓ સાથે અઢી હજાર સ્વયંસેવકો સજ્જ છે. મહોત્વ સ્થળે 125થી વધુ વોશરૂમના પાકા બ્લોક્સ બનાવાયા છે. 
 

આ પણ વાંચો: ઘરમાં કચરાં-પોતું કરતાં આ વાતોનું રાખોનું ધ્યાન, નહીંતર મુસિબતમાં મુકાશો!
આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો: બેચલર પાર્ટી માટે બેસ્ટ છે આ પ્લેસીસ, લગ્ન પહેલાં મિત્રો સાથે મનભરીને માણો મસ્તી!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More