Home> India
Advertisement
Prev
Next

ભારત-ચીન તણાવ: ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો વળતો પ્રહાર, જાણો શું કહ્યું?

લદાખ મામલે કેન્દ્ર સરકારને ઘેરી રહેલા રાહુલ ગાંધી પર ગૃહમંત્રી અમિત શાહે આજે પલટવાર કર્યો. અમિત શાહે કહ્યું કે તેઓ ચર્ચાથી ડરતા નથી. રાહુલ ગાંધી ગમે ત્યારે સંસદમાં ભારત-ચીન પર વાત કરી શકે છે. પરંતુ જ્યારે જવાનો ચીનનો સામનો કરી રહ્યાં હોય ત્યારે તે સમયે એવા નિવેદનો ન આપવા જોઈએ જેનથી પાકિસ્તાન અને ચીનને ખુશી થાય. 

ભારત-ચીન તણાવ: ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો વળતો પ્રહાર, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: લદાખ મામલે કેન્દ્ર સરકારને ઘેરી રહેલા રાહુલ ગાંધી પર ગૃહમંત્રી અમિત શાહે આજે પલટવાર કર્યો. અમિત શાહે કહ્યું કે તેઓ ચર્ચાથી ડરતા નથી. રાહુલ ગાંધી ગમે ત્યારે સંસદમાં ભારત-ચીન પર વાત કરી શકે છે. પરંતુ જ્યારે જવાનો ચીનનો સામનો કરી રહ્યાં હોય ત્યારે તે સમયે એવા નિવેદનો ન આપવા જોઈએ જેનથી પાકિસ્તાન અને ચીનને ખુશી થાય. 

અમિત શાહને રાહુલ ગાંધીના સરન્ડર મોદીવાળા નિવેદન પર સવાલ પૂછાયો હતો. જેના પર શાહે કહ્યું કે 'સંસદ ચાલુ થવાની છે. ચર્ચા કરવી હોય તો આવો, કરીશું. કોઈ ચર્ચાથી ડરતું નથી. 1962થી અત્યાર સુધીની સ્થિતિ પર આમને સામને ચર્ચા થઈ જાય. પરંતુ જ્યારે દેશના જવાનો સંઘર્ષ કરી રહ્યાં હોય, સરકાર સ્ટેન્ડ લઈને નક્કર પગલાં લઈ રહી હોય ત્યારે તે સમયે એવા નિવેદનો ન આપવા જોઈએ જેનાથી પાકિસ્તાન કે ચીનને ખુશી થાય.'

રાહુલ ગાંધી પર લગાવ્યો આ આરોપ
અમિત શાહે વધુમાં કહ્યું કે સરકાર ભારત વિરોધી પ્રોપગેન્ડા સામે લડવામાં સક્ષમ છે પરંતુ એ જોઈને દુ:ખ થાય છે કે આટલી મોટી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ આવું 'છીછરું' રાજકારણે ખેલે છે. સરન્ડર મોદીવાળી ટ્વીટનો આગળ ઉલ્લેખ કરતા શાહે  કહ્યું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ આ અંગે બોલતા વિચારવું જોઈએ. તે્મની આ વાતને પાકિસ્તાન અને ચીનમાં લોકો હેશટેગ બનાવીને ઉપયોગ કરી  રહ્યાં હતાં. કોંગ્રેસે એ અંગે વિચારવું જોઈએ કે તેમની પાર્ટીના નેતાનો હેશટેગ ચીન અને પાકિસ્તાનને પ્રોત્સાહન આપે છે. તે પણ આવા સંકટ સમયે. 

જુઓ LIVE TV

વાત જાણે એમ છે કે LAC વિવાદ પર રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરી હતી. તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદી વાસ્તવમાં સરન્ડર મોદી છે. આ અગાઉ અને પછી પણ રાહુલ ગાંધી લદાખ મુદ્દે સરકારને સતત સવાલ પૂછી રહ્યાં હતાં. આજે મન કી બાત કાર્યક્રમ અગાઉ પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા પર વાત ક્યારે થશે. જો કે મન કી બાતમાં પીએમ મોદીએ ચીનને આકરો સંદેશ આપી દીધો. પીએમ મોદીએ કહ્યું કે ભારત મિત્રતા અને દુશ્મની બંને નિભાવવાનું જાણે છે. મોદીએ કહ્યું કે લદાખમાં ભારતની ભૂમિ પર આંખ ઉઠાવીને જોનારાઓને જડબાતોડ જવાબ મળ્યો છે. ભારત મિત્રતા નિભાવવાનું જાણે છે તો આંખમાં આંખ પરોવીને યોગ્ય જવાબ આપવાનું પણ જાણે છે. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More