Home> Gujarat
Advertisement
Prev
Next

લૉકડાઉનમાં બસો બંધ રહેવા છતાં ખોટ કરતી AMTSએ ખાનગી બસોને ચુકવ્યું ભાડુ

પેમેન્ટ ચૂકવવા માટે સંસ્થાની તિજોરી પર 8 કરોડનો બોજ આવશે. લોકડાઉન દરમ્યાન બસ બંધ રહી હોવાથી સંસ્થાએ અંદાજે રૂપિયા 18 કરોડની આવક ગુમાવી છે.
 

 લૉકડાઉનમાં બસો બંધ રહેવા છતાં ખોટ કરતી AMTSએ ખાનગી બસોને ચુકવ્યું ભાડુ

અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે માર્ચ મહિનાથી વિવિધ પગલા લેવામાં આવ્યા છે. તેમજ અનેક સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. જેમાં જાહેર પરિવહન સેવાનો પણ સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશને એ.એમ.ટી. એસ અને જનમાર્ગની સેવા 20 માર્ચથી બંધ કરી હતી. જે અનલોક1 દરમ્યાન શરૂ કરવામાં આવી છે. આ સેવાઓ લગભગ 70 દિવસ બંધ રહી હતી જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. તેમ છતાં આ સંસ્થાઓ દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટરોને 60 દિવસનું પેમેન્ટ આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. આને કહેવાય “ખાયા પિયા કુછ નહિ, ગ્લાસ તોડા બારહ આના”.

અમદાવાદમાં લોકડાઉન 1.0 ની શરૂઆતથી જ એ.એમ.ટી.એસ.ની સેવા બંધ કરવામાં આવી હતી. એ.એમ.ટી.એસ દ્વારા રોજ 700 બસ રોડ પર મૂકવામાં આવતી હતી. જેમાં 630 બસ ખાનગી કોન્ટ્રાક્ટરોની છે. આ કોન્ટ્રાક્ટરોની બસ બે મહિના કરતા વધુ સમય બંધ રહી હોવા છતાં તેમને પેમેન્ટ આપવામાં આવી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યા મુજબ ખાનગી કોન્ટ્રાક્ટરોને પ્રતિ કિલોમીટરના જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે તેના 30 ટકા પેમેન્ટ આપવામાં આવશે. ખાનગી ઓપરેટરોના દ્વારા ટેન્ડરમાં ત્રણ અલગ અલગ પ્રકારના ભાવ આપવામાં આવે છે.

સુરતના ડીસીપી વિધિ ચૌધરી બન્યા કોરોનાનો શિકાર, પોલીસ બેડામાં ફફડાટ  

જેમાં કેપિટલ, બળતણ અને પગાર ખર્ચનો સમાવેશ થાય છે. બે મહિના બસો બંધ રહી હોવાથી ડીઝલ કે સી.એન.જી.ની ગણતરી કરવામાં આવી નથી. તેથી પ્રતિ કિલોમીટરના ભાવમાંથી 35 ટકા બાદ કરવામાં આવ્યા છે. બાકી રહેલા 65 ટકાના 50 ટકા લેખે 32.5 ટકા રકમ ચુકવવાની થાય છે. પરંતુ સંસ્થાએ 30 ટકા પેમેન્ટ આપવા નિર્ણય કર્યો છે. આ પેમેન્ટ ચૂકવવા માટે સંસ્થાની તિજોરી પર 8 કરોડનો બોજ આવશે.

લોકડાઉન દરમ્યાન બસ બંધ રહી હોવાથી સંસ્થાએ અંદાજે રૂપિયા 18 કરોડની આવક ગુમાવી છે. તેમ છતાં 30 ટકા પેમેન્ટ ચૂકવવા અંગે ચેરમેન અતુલ ભાવસારનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે બંદ દરમ્યાન પણ પગાર ચૂકવવામાં આવ્યા છે. ટેન્ડર શરત મુજબ બળતણનું પેમેન્ટ આપવામાં આવ્યું નથી. પરંતુ પગારની ગણતરી કરીને તે મુજબ પેમેન્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના કહેર દરમ્યાન દર્દીઓ તેમજ નર્સિંગ સ્ટાફ માટે પણ બસ સેવા યથાવત રહી હતી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

જુઓ LIVE TV

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More