Home> India
Advertisement
Prev
Next

સાચવજો...બેંક એકાઉન્ટમાં મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે તો મળશે આ લાભ, જાણી લો શા માટે છે અતિ જરૂરી

આજકાલ બેંક સંલગ્ન મોટા ભાગનું કામ મોબાઈલ ફોન વગર શક્ય નથી. દરેક વ્યક્તિના મોબાઈલ નંબર બેંક ખાતા સાથે જોડાયેલા હોય છે અને આ મોબાઈલ બેંકિંગ દ્વારા ઓનલાઈન પેમેન્ટ, UPI, મની ટ્રાન્સફર વગેરે થાય છે. રિઝર્વ બેંકની ગાઈડલાઈન મુજબ લગભગ તમામ બેંકોએ બેંક ખાતામાં મોબાઈલ નંબર લિંક કરવો ફરજિયાત છે.

સાચવજો...બેંક એકાઉન્ટમાં મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે તો મળશે આ લાભ, જાણી લો શા માટે છે અતિ જરૂરી

આજકાલ બેંક સંલગ્ન મોટા ભાગનું કામ મોબાઈલ ફોન વગર શક્ય નથી. દરેક વ્યક્તિના મોબાઈલ નંબર બેંક ખાતા સાથે જોડાયેલા હોય છે અને આ મોબાઈલ બેંકિંગ દ્વારા ઓનલાઈન પેમેન્ટ, UPI, મની ટ્રાન્સફર વગેરે થાય છે. રિઝર્વ બેંકની ગાઈડલાઈન મુજબ લગભગ તમામ બેંકોએ બેંક ખાતામાં મોબાઈલ નંબર લિંક કરવો ફરજિયાત છે.

બેંક ખાતામાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ખોવાઈ જવાના કિસ્સામાં અથવા અન્ય કોઈ સંજોગોમાં તમે તેને સરળતાથી બદલી શકો છો. અત્યાર સુધી તમારે આ માટે બેંકની શાખામાં જવું પડતું હતું પરંતુ હવે તમે આ કામ ઘરે બેઠા કરી શકો છો. આ સિવાય તમે જે બેંકમાં તમારું એકાઉન્ટ છે તેના ATMમાંથી મોબાઈલ નંબર પણ બદલી શકો છો.

બેંકમાં મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવો શા માટે જરૂરી છે?
ઓનલાઈન છેતરપિંડી અટકાવવા અને ટ્રાન્ઝેક્શન સુધારવા માટે રિઝર્વ બેંકે તેની માર્ગદર્શિકામાં એમ પણ કહ્યું છે કે બેંક સાથે જોડાયેલા મોબાઈલ નંબરમાં એસએમએસ એલર્ટ સુવિધા ચાલુ રાખવી જરૂરી છે.  આરબીઆઈએ ઈ-મેલ આઈડીને પણ અપડેટ કરવાની સૂચના આપી છે. હવે ઈ-મેલમાં જવાબ આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે, જેના દ્વારા છેતરપિંડીની સીધી ફરિયાદ કરી શકાશે. જ્યારે અગાઉ બેંક તરફથી આવતા ઈમેલમાં જવાબ આપવાનો વિકલ્પ આપવામાં આવતો ન હતો.

મોદી તો મોદી છે!...માતા હીરાબાના અંતિમ સંસ્કાર થયાની ગણતરીની પળો બાદ કર્યું આ કામ

VIDEO જોઈને જ કહેશો કે ભારતનો ધાકડ ક્રિકેટર માંડ માંડ બચી ગયો, 100 ફૂટ ઘસડાઈ કાર...

માતાને ગુમાવવાનું દુઃખ એ બેશક દુનિયાનું સૌથી મોટું દુઃખ, જાણો કયા નેતાએ શું કહ્યું 

મોબાઈલ નંબર લિંક કર્યા વિના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન નહીં થાય
જો તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા ઈચ્છો છો તો તમારા મોબાઈલ નંબરને તમારા બેંક ખાતા સાથે લિંક કરવો જરૂરી છે. રિઝર્વ બેંકના નિર્દેશો અનુસાર, જેમણે પોતાનું બેંક એકાઉન્ટ પોતાના મોબાઈલ નંબર સાથે લિંક નથી કરાવ્યું, તેઓ હવે ઓનલાઈન બેંકિંગની સેવાનો લાભ લઈ શકશે નહીં. બીજી તરફ ઓનલાઈન છેતરપિંડી અંગે રિઝર્વ બેંકનું કહેવું છે કે જો તમે 3 દિવસની અંદર બેંકને છેતરપિંડીની જાણ કરશો તો 10 દિવસની અંદર તમારા ખાતામાં પૈસા પરત આવી જશે.

આ વીડિયો પણ ખાસ જુઓ...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More