Home> Business
Advertisement
Prev
Next

ATM માંથી પૈસા ઉપાડવા માટે Debit card હોવું જરૂરી નથી, આ રીતે પણ ઉપાડી શકશો રૂપિયા

withdraw cash from ATMs using UPI:  ડેબિટ કાર્ડ વગર ATMમાંથી પૈસા ઉપાડવા માટે તમારી પાસે સ્માર્ટફોન હોવો જરૂરી છે. તમારા સ્માર્ટફોનમાં BHIM, Paytm, GPay, PhonePe વગેરે જેવી કોઈપણ UPI સક્ષમ એપ હોવી જોઈએ. તમે આ એપ્સ દ્વારા પૈસા ઉપાડી શકશો.

ATM માંથી પૈસા ઉપાડવા માટે Debit card હોવું જરૂરી નથી, આ રીતે પણ ઉપાડી શકશો રૂપિયા

cardless money withdrawal: એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવા માટે પાસે ડેબિટ કાર્ડ હોવું એ જરૂરી નથી પરંતુ આજના ડિજિટલ અને ટેક્નોલોજીના યુગમાં તમે ડેબિટ કાર્ડ વગર પણ ATM મશીનમાંથી પૈસા ઉપાડી શકો છો. આ માટે તમારે ફક્ત તમારા મોબાઈલની જરૂર છે. આ માટે તમારે ATM કાર્ડની જરૂર નથી. આ બેંકિંગ સેવા ઘણા દિવસોથી ચાલી રહી છે.

જો કે ઘણી બેંકો પહેલાથી જ પોતાના ગ્રાહકોને કાર્ડ વગર પૈસા ઉપાડવાની સુવિધા આપી રહી હતી, પરંતુ હવે રિઝર્વ બેંકે તેનો વ્યાપ વધુ વધાર્યો છે. આ સુવિધા માટે યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસનો ઉપયોગ કરવામાં આવશે. આરબીઆઈએ બેંકોને કાર્ડનો ઉપયોગ કર્યા વિના પૈસા ઉપાડવાની સુવિધા આપવાની મંજૂરી આપી છે. આજે આપણે અહીં કાર્ડ વગર એટીએમમાંથી પૈસા ઉપાડવા વિશે વિગતવાર વાત કરીશું.

ડેબિટ કાર્ડ વગર ATMમાંથી પૈસા ઉપાડવા માટે તમારી પાસે સ્માર્ટફોન હોવો જરૂરી છે. તમારા સ્માર્ટફોનમાં BHIM, Paytm, GPay, PhonePe વગેરે જેવી કોઈપણ UPI સક્ષમ એપ હોવી જોઈએ. તમે આ એપ્સ દ્વારા પૈસા ઉપાડી શકશો.

આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
આ પણ વાંચો: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક

પૈસા ઉપાડવા માટે પહેલાં ATM પર જાઓ અને કાર્ડ વિના પૈસા ઉપાડવાનો વિકલ્પ પસંદ કરો. તમને UPI દ્વારા ઓળખ માટેનો વિકલ્પ દેખાશે. આ પછી તમારા મોબાઈલમાં UPI એપ ઓપન કરો અને તમારી સામે દેખાતા QR કોડને સ્કેન કરો. તમને UPI દ્વારા પ્રમાણિતનો ઓપ્શન અપાશે જે દ્વારા તમે પૈસા ઉપાડી શકશો. આગળની પ્રક્રિયા પહેલાં જેવી જ રહેશે. હવે તમે રકમ દાખલ કરો અને પૈસા ઉપાડી શકો છો.

કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે?
રિઝર્વ બેંક ટૂંક સમયમાં જ NPCI, ATM નેટવર્ક અને બેંકોને ડેબિટ કાર્ડ વિના ATMમાંથી નાણાં ઉપાડવાની સુવિધા આપવા માટે અલગ-અલગ સૂચનાઓ જારી કરશે. આ સુવિધા માટે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે UPI નો ઉપયોગ કરવામાં આવશે. યુપીઆઈ દ્વારા ગ્રાહકોની ઓળખ કરવામાં આવશે અને આ વ્યવહારો એટીએમ નેટવર્ક દ્વારા સેટલ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ પગલાથી બેંકોને પણ ઘણી રાહત મળશે.

કાર્ડ વગર પૈસા ઉપાડવાના ફાયદા
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે કાર્ડ વગર એટીએમમાંથી પૈસા ઉપાડવાની સુવિધા ખૂબ જ ફાયદાકારક છે. તેમણે કહ્યું હતું કે કાર્ડ વિના રોકડ ઉપાડવાની સુવિધા કાર્ડ સ્કિમિંગ, કાર્ડ ક્લોનિંગ જેવી છેતરપિંડીઓને રોકવામાં મદદ કરશે. આ સિવાય તમારે કાર્ડ સાથે રાખવાની પણ જરૂર નહીં પડે. તમારો સ્માર્ટફોન આ બધું જ કામ કરશે.

આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદીની અને માતા હીરાબા સાથેની યાદગાર તસવીરો , બા આર્શિવાદ લેવાનું ચૂકતા નહી PM
આ પણ વાંચો:  Heeraba Rare Interview: હીરાબાએ કરી હતી ભવિષ્યવાણી, 'નરેન્દ્ર એક દિવસ PM બનશે'
આ પણ વાંચો: એક મહારાજે પહેલા જ ભાખી દીધું હતું નરેન્દ્ર મોદીનું ભવિષ્ય, જાણો શું હતી ભવિષ્યવાણી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More