Home> India
Advertisement
Prev
Next

‘‘અયોધ્યામાં રામ મંદિર બનવા દો, જેથી મુસ્લિમો શાંતિ, સુરક્ષાથી રહી શકે’’

અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષે કહ્યું કે, મારો પણ એવો મત છે કે, અયોધ્યામાં ક્યારે મસ્જિદ બની શક્તી નથી. ન તો નમાજ થઈ શકે છે. તે સ્થાન 100 કરોડ હિન્દુઓની ભાવના સાથે જોડાયેલું છે. તેથી તે જમીન રામ મંદિર માટે હિન્દુઓને સોંપી દેવી જોઈએ. જેથી મુસલમાનો શાંતિ, સુરક્ષા અને સન્માનની સાથે રહી શકે અને દેશના વિકાસમાં બરોબરીએ ભાગીદારી કરી શકે.

‘‘અયોધ્યામાં રામ મંદિર બનવા દો, જેથી મુસ્લિમો શાંતિ, સુરક્ષાથી રહી શકે’’

નવી દિલ્હી : અયોધ્યા મામલા સાથે જોડાયેલ રિપોર્ટસ પર 14 નવેમ્બરના રોજ વિચાર કરવાના થોડા દિવસ પહેલા જ રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ સૈયદ ગૈયૂરુલ હસન રિઝવીએ કહ્યું કે, વિવાદિત સ્થાન પર રામ મંદિર બનાવવું જોઈએ, જેથી દેશના મુસલમાનો શાંતિ, સુરક્ષા અને સન્માનની સાથે રહી શકે.

તેમણે એમ પણ કહ્યું કે, આ મામલામાં ઉચ્ચતમ ન્યાયાલયે જલ્દી જ નિર્ણય લઈ લેવો જોઈએ. જેથી દેશમાં શાંતિ અને ભાઈચારો મજબૂત બની શકે. હકીકતમાં, કેટલાક મુસ્લિમ સંગઠનોએ અયોધ્યા મામલે હવાલો આપતા કહ્યું કે, આયોગની સામે રિપોર્ટસ આપી રાખ્યા છે, અને આ મામલે આયોગથી પહેલ કરવાની માંગ કરી છે.

અલ્પસંખ્યક આયોગ 14 નવેમ્બરના રોજ માસિક બેઠકમાં આ રિપોર્ટસ પર વિચાર કરશે અને બાદમાં દેશની શીર્ષ અદાલત પાસથી અયોધ્યા મામલે જલ્દી નિર્ણય સંભળાવવાનો આગ્રહ કરી શકે છે. રિઝવીએ કહ્યું કે, નેશનલ માઈનોરિટી વેલ્ફેર ઓર્ગેનાઈઝેશન તથા કેટલાક અન્ય સંગઠનોએ અમને રિપોર્ટ આપીને કહ્યું કે, હાલ મુસ્લિમ સમાજમાં ડરનો માહોલ છે, અને આવામાં આયોગ અયોધ્યાના મામલાને લઈને પહેલ કરે, જેથી માહોલ સારો બની શકે. 

તેમણે કહ્યું કે, આ સંગઠનોનું કહેવું છે કે, મુસ્લિમ સમાજ રામ મંદિર બનવા દે તથા આગળ સુનિશ્ચિત કરવામા આવે કે કોઈ અન્ય વિવાદ ઉભો નથી થઈ રહ્યો.

અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષે કહ્યું કે, મારો પણ એવો મત છે કે, અયોધ્યામાં ક્યારે મસ્જિદ બની શક્તી નથી. ન તો નમાજ થઈ શકે છે. તે સ્થાન 100 કરોડ હિન્દુઓની ભાવના સાથે જોડાયેલું છે. તેથી તે જમીન રામ મંદિર માટે હિન્દુઓને સોંપી દેવી જોઈએ. જેથી મુસલમાનો શાંતિ, સુરક્ષા અને સન્માનની સાથે રહી શકે અને દેશના વિકાસમાં બરોબરીએ ભાગીદારી કરી શકે.

તેમણે કહ્યું કે, 14 નવેમ્બરની બેઠકમાં અમે આ રિપોર્ટસ પર ચર્ચા કરીશું. આ મામલો ન્યાયાલયને વિચારધીન છે અને આવામાં આયોગ માત્ર એ જ આગ્રહ કરી શકે છે કે, આ મામલામાં જલ્દી જ નિર્ણય સંભળાવવામાં આવે. રિઝવીએ કહ્યું કે, આ મામલામાં મારો મત પણ એમ છે કે ન્યાયાલયે જલ્દી નિર્ણય આપવો જોઈએ, જેથી સમાજમાં શાંતિ અને ભાઈચારો મજબૂત થઈ શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More