Home> Entertainment
Advertisement
Prev
Next

કેટરિનાના Love ફંડા છે ગજબ, કરણ જોહરના શોમાં કર્યો ખુલાસો

કેટરિના કૈફ 'કોફી વિથ કરણ સિઝન 6'ના આગામી એપિસોડમાં કામ કર્યું છે

કેટરિનાના Love ફંડા છે ગજબ, કરણ જોહરના શોમાં કર્યો ખુલાસો

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફનું માનવું છે કે પ્રેમમાં આઝાદીની લાગણી હોવી જોઈએ અને લોકોએ એના પાર્ટનરના વર્તનને કારણે અનુભવાતી લાગણીથી મુક્ત થઈ જવું જોઈએ. માહિતી મળી છે કે સ્ટાર વર્લ્ડના 'કોફી વિથ કરણ સિઝન 6'ના આગામી એપિસોડમાં ફિલ્મમેકર કરણ જોહરે પ્રેમ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. 

6 વર્ષ પછી સૂરજ પંચોલીએ જિયા ખાનની આત્મહત્યા વિશે કર્યો મોટો ખુલાસો

કેટરિના અને કરણે ચર્ચા કરી  કે મોટાભાગે એવું સ્વીકારી લેવામાં આવ્યું છે કે મહિલા માટે પુરુષનો સાથ હોવો જરૂરી છે પણ કેટરિનાના મત પ્રમાણે આ વાત બધા માટે હકીકત ન બની શકે. કેટરિનાનું માનવું છે કે જ્યારે લોકો પોતાના પાર્ટનર પર તેને ખુશ થવાની જવાબદારી નાખી દે છે ત્યારે સંબંધોમાં સમસ્યા ઉભી થવાનું શરૂ થઈ જાય છે. 

કેટરિનાની 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' હાલમાં જ રિલીઝ થઈ છે. આ સિવાય કેટરિના  આ વર્ષે શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'ઝીરો'માં જોવા મળશે. આ ફિલ્મ 21 ડિસેમ્બરના દિવસે રિલીઝ થવાની છે. આ રોમેન્ટિક ફિલ્મની પટકથા હિમાંશુ શર્માએ લખી છે જ્યારે ગૌરી ખાને પ્રોડ્યુસ કરી છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More