Home> India
Advertisement
Prev
Next

ખેડૂતો માટે મોટી ખુશીના સમાચાર, વ્યાજ વિના 5 લાખ રૂપિયાની લોન આપશે સરકાર

Good News For Farmers: ખેડૂતોની સહાયતા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અનેક યોજનાઓ ચલાવે છે. આ કડીમાં કર્ણાટક સરકારે હવે ખેડૂતોને આપવામાં આવતી વ્યાજ મુક્ત લોનની મહત્તમ મર્યાદાને 2 લાખ રૂપિયા વધારી દીધી છે. મુખ્યમંત્રી બસવરાજ બમ્મઈએ બજેટ ભાષણ દરમિયાન આ જાહેરાત કરી.

ખેડૂતો માટે મોટી ખુશીના સમાચાર, વ્યાજ વિના 5 લાખ રૂપિયાની લોન આપશે સરકાર

Good News For Farmers:  ખેડૂતોની આર્થિક સહાયતા માટે  કેન્દ્રથી લઈને રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ ચલાવે છે. કેન્દ્ર સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના તેનું ઉદાહરણ છે. આ અંતર્ગત સરકાર ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. તેવી જ રીતે કેટલીક યોજનાઓ અન્ય ઘણા રાજ્યોમાં પણ ચલાવવામાં આવે છે. હવે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બમ્મઈએ ખેડૂતો માટે વ્યાજમુક્ત લોનની મર્યાદા રૂ.3 લાખથી વધારીને રૂ.5 લાખ કરી છે. તેનો અર્થ એ થયો કે હવે ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની લોન પર કોઈ વ્યાજ ચૂકવવું પડશે નહીં.

30 લાખથી વધુ ખેડૂતોને લાભ થશે:
લોનની રકમમાં આ વધારો 1 એપ્રિલ 2023થી લાગુ કરવામાં આવશે. શુક્રવારે રાજ્યનું બજેટ રજૂ કરતી વખતે મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે એવી વ્યવસ્થા બનાવવામાં આવી છે કે ખેડૂતોને લોન મેળવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે. તેમણે કહ્યું કે આ વર્ષે 30 લાખથી વધુ ખેડૂતોને 25,000 કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે. એટલું જ નહીં, સરકાર આ આવતા નાણાકીય વર્ષમાં ભૂ શ્રી યોજના હેઠળ ખેડૂતોને 10,000 રૂપિયાની વધારાની સબસિડી આપશે. આ લાભ કિસાન ક્રેડિટ કાર્ડ ધારકોને મળશે.

નાબાર્ડ પણ ખેડૂતોને મદદ કરશે:
મુખ્યમંત્રી બમ્મઈએ જણાવ્યું હતું કે 10,000 રૂપિયામાંથી 2,500 રૂપિયા રાજ્ય સરકાર અને 7,500 રૂપિયા નાબાર્ડ દ્વારા આપવામાં આવશે. તેમણે કહ્યું કે તેનાથી ખેડૂતોને યોગ્ય સમયે ખેતી માટે જરૂરી બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને અન્ય સામગ્રી ખરીદવામાં મદદ મળશે. મુખ્યમંત્રીએ જણાવ્યું તે પ્રમાણે આ યોજનાથી રાજ્યના 50 લાખ ખેડૂતોને ફાયદો થશે. આ ઉપરાંત તેમણે શ્રમ શક્તિ યોજનાની પણ જાહેરાત કરી હતી. જેનાથી જમીનવિહોણી મહિલા ખેતમજૂરોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા દર મહિને રૂ. 500ની સહાય આપવામાં આવશે. DBT દ્વારા પૈસા સીધા લાભાર્થીના ખાતામાં  પહોંચાડી દેવામાં આવે છે. 

આવકમાં વધારો:
મુખ્યમંત્રીએ કહ્યું કે આ વખતે રાજ્યની આવક કોવિડ-19 મહામારી પછી પ્રથમ વખત થયેલા ખર્ચ કરતાં રૂ. 402 કરોડ વધારે હોઈ શકે છે. તેમણે કહ્યું કે આ સરપ્લસ બજેટ છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં એપ્રિલ-મે મહિનામાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેના કારણે બજેટમાં કેટલાક લોકપ્રિય વચનો આપવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More