Home> Technology
Advertisement
Prev
Next

આ શખ્સે ખરીદ્યો હતો દુનિયાનો સૌથી પહેલો મોબાઈલ ફોન, કિંમત સાંભળીને તમારા હોશ ઉડી જશે

First Mobile Phone: શું તમે જાણો છો કે દુનિયાનો પહેલો મોબાઈલ ફોન કયા વ્યક્તિએ બનાવ્યો હતો અને તે ક્યારે બન્યો હતો. જો નહીં, તો આ લેખના માધ્યમથી તેના વિશે જાણો. સાથે એ પણ જાણો કે પહેલા મોબાઈલ ફોનની શું કિંમત હતી. 
 

આ શખ્સે ખરીદ્યો હતો દુનિયાનો સૌથી પહેલો મોબાઈલ ફોન, કિંમત સાંભળીને તમારા હોશ ઉડી જશે

First Mobile Phone: સ્માર્ટ ફોન આજે આપણા બધાની જરૂરિયાત બની ગયો છે. વીતેલા દિવસોમાં હજારોની સંખ્યામાં ફોન બનાવાયા છે અને વેચાય પણ છે. મોબાઈલ ફોન અને ઈન્ટરનેટના કારણે આજે વસ્તુ પહેલાંથી વધારે સરળ બની ગઈ છે. જે મોબાઈલ ફોનનો ઉપયોગ આપણે દિવસભર કરીએ છીએ. તેના વિશે શું તમે જાણો છો કે દુનિયાનો પહેલો મોબાઈલ ફોન કયા વ્યક્તિએ બનાવ્યો હતો અને તે ક્યારે બન્યો હતો. જો નહીં, તો આ લેખના માધ્યમથી તેના વિશે જાણો. સાથે એ પણ જાણો કે પહેલા મોબાઈલ ફોનની શું કિંમત હતી. 

પહેલો મોબાઈલ ફોન વેચાણ માટે ઉપલબ્ધ ન હતો:
દુનિયાનો પહેલો મોબાઈલ ફોન મોટોરોલાના રિસર્ચર માર્ટિન કૂપરે 1973માં બનાવ્યો હતો. પરંતુ તે એક પ્રોટોટાઈપ ફોન હતો. એટલે એવો ફોન જેને જોઈને બીજું મોડલ બનાવવામાં આવશે. આ પ્રોટોટાઈપ ફોનથી માર્ટિન કૂપરે 3 એપ્રિલ 1973માં તેમના વિપક્ષી જોએલ એંગલને ફોન કર્યો હતો. જે બેલ લેબ્સમાં પ્રોટોટાઈપ મોબાઈલ ફોન પર કામ કરી રહ્યા હતા. વેચાણ માટે જે સ્માર્ટ ફોન દુનિયાભરમાં સૌથઈ પહેલાં ઉપલબ્ધ હતો તે મોટોરોલા DynaTAC 8000X હતો જેને મોટોરોલાએ બનાવ્યો હતો. અને કંપનીના એન્જિનિયર માર્ટિન કૂપરે તેને ડિઝાઈન કર્યો હતો. આ મોબાઈલ ફોનને વેચાણ માટે 1983માં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે તે ફોનની કિંમત 3995 ડોલર હતી. અને તેને અમેરિકામાં એક વ્યક્તિએ 4000 ડોલર એટલે તે સમયે 2 લાખ 68 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો. 

આ પણ વાંચો:
'ચૂંટણી પંચે દૂધનું દૂધ પાણીનું પાણી કરી દીધુ', ઉદ્ધવ ઠાકરે પર બોલ્યા અમિત શાહ
રેણુકા સિંહની પાંચ વિકેટ પાણીમાં, ઈંગ્લેન્ડે ભારતને રોમાંચક મેચમાં 11 રને હરાવ્યું
ગુજરાતમાં અહીં લાખો રુદ્રાક્ષમાંથી બનાવેલા શિવલિંગના દર્શન માટે લાગી લાઈનો

દુનિયાનો પહેલો ફોન 1 કિલોથી વધારે ભારે હતો:
દુનિયાનો પહેલો ફોન મોટોરોલા DynaTAC 8000Xનું વજન 1.1 કિલોગ્રામ હતું. આ મોબાઈલ ફોનની બેટરી 10 કલાકમાં ચાર્જ થતો હતો. અને પછી તે 1 કલાક ચાલતો હતો. આ મોબાઈલ ફોનને ત્યારે બિઝનેસમેન માટે બનાવવામાં આવ્યો હતો. પછી ધીમે-ધીમે જેમ-જેમ ટેકનોલોજી એડવાન્સ થતી ગઈ તેમ તેમ બજારમાં નાના અને હળવા મોબાઈલ ફોન આવવાના શરૂ થયા. જેના પછી કીપેડ ફોન લોકપ્રિય થયો અને પછી સ્માર્ટ ફોને તેની જગ્યા લઈ લીધી.

94 વર્ષના છે માર્ટિન કૂપર:
દુનિયાનો પહેલો મોબાઈલ ફોન માર્ટિન કૂપરે બનાવ્યો હતો. માર્ટિનનો જન્મ 26 ડિસેમ્બર 1928માં શિકાગોમાં થયો હતો. તેમણે ઈલિનોઈસ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી આઈઆઈટીનો  અભ્યાસ કર્યો છે. પછી 1957માં તેમણે માસ્ટર ડિગ્રી મેળવી. તો 2004માં તેમને હોનરરી ડોક્ટરેટની પદવી આપવામાં આવી. માર્ટિન કૂપરની પત્નીનું નામ અર્લિન હેરિસ છે.

fallbacks

આ પણ વાંચો:
આસારામનો ફોટો રાખી પૂજાનો મામલો ગાંધીનગર પહોંચ્યો, શિક્ષણમંત્રીએ આપ્યું મોટું નિવેદન
પાક બની ગયું કંગાળ! રક્ષામંત્રી ખ્વાજા આસિફે કરી મોટી જાહેરાત, કહ્યું- નાદાર થયો દેશ

M.S.DHONI આ મેચ પછી IPLમાંથી લેશે નિવૃત્તિ? CSK અધિકારીએ આપી મોટી Update

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More