Home> India
Advertisement
Prev
Next

આ જ છે ચીનનું અસલ ચરિત્ર, એક બાજુ શાંતિની વાતો બીજી બાજુ આપી 'યુદ્ધ'ની પોકળ ધમકી

ચીન પોતાની નાપાક હરકતો કરવાનું છોડતું નથી. એક બાજુ સરહદ વિવાદ શાંતિપૂર્ણ ઉકેલવાની વાતો કરે છે અને બીજી બાજુ ભારતને પોકળ ધમકીઓ આપ્યા કરે છે. ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સ (Global Times)ના સંપાદકે ટ્વીટ કરીને ભારતને પોકળ ધમકી આપી છે.

આ જ છે ચીનનું અસલ ચરિત્ર, એક બાજુ શાંતિની વાતો બીજી બાજુ આપી 'યુદ્ધ'ની પોકળ ધમકી

બેઈજિંગ: ચીન (China) પોતાની નાપાક હરકતો કરવાનું છોડતું નથી. એક બાજુ સરહદ વિવાદ શાંતિપૂર્ણ ઉકેલવાની વાતો કરે છે અને બીજી બાજુ ભારત (India) ને પોકળ ધમકીઓ આપ્યા કરે છે. ચીની કમ્યુનિસ્ટ પાર્ટી (CCP) ના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સ (Global Times)ના સંપાદકે ટ્વીટ કરીને ભારતને પોકળ ધમકી આપી છે. સ્પષ્ટ છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગની સહમતિ વગર આ શક્ય નથી. 

સંસદમાં બોલ્યા રાજનાથ સિંહ, 'LAC પર ચીને સૈનિકોનો જમાવડો કર્યો, આપણી સેના પણ તૈયાર'

પૂર્વ લદાખ (Ladakh) માં ભારત અને ચીનની સેનાઓ આમને સામને છે. સરહદ વિવાદનો ઉકેલ લાવવા માટે ચીનની ભલામણ પર ભારતના વિદેશ મંત્રીએ હાલમાં જ ચીની સમકક્ષ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચે 5 સૂત્રના એજન્ડા પર સમહતિ બની હતી. આમ છતાં ચીન તરફથી ઉશ્કેરણીજનક કાર્યવાહી ચાલુ છે. 

સહમતિ પર અમલ ન કર્યો તો....
ગ્લોબલ ટાઈમ્સના સંપાદક હુ શિજિન(Hu Xijin) એ પીપલ્સ રિપબ્લિકન આર્મી (PLA)ના એક અભ્યાસ વીડિયોને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ સાથે લખ્યુ છે કે ચીની સેના ભારતીય ટેન્કોનો ખાતમો કરવાનો અભ્યાસ કરી રહી છે. એટલું જ નહીં શિજિને ધમકી આપી છે કે જો ભારત વિદેશ મંત્રીઓ વચ્ચે થયેલી પાંચ પોઈન્ટની સહમતિને લાગુ નહીં કરે તો ચીની સેના ભારતને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. 

માત્ર 4 કલાકની નોટિસ પર કેમ થયું હતું Lockdown, તેનાથી શું ફાયદો થયો? સરકારે આપ્યો જવાબ 

ભારત દરેક સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર
ભારત ચીનના ચરિત્રથી વાકેફ છે અને એટલે જ દરેક સ્થિતિને પહોંચી વળવા માટે પણ તૈયાર છે. જે પ્રકારે ચીન સતત પોતાનું સ્ટેન્ડ બદલી રહ્યું છે તેનાથી આશંકા છે કે સરહદ વિવાદ જલદી ઉકેલાઈ શકે તેમ નથી. જેને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાએ સમગ્ર શિયાળા દરમિયાન લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર તૈનાતીની તૈયારી કરી રાખી છે. લેહ (Leh) સ્થિત 14મી કોરના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ અરવિંદ કપૂરના જણાવ્યાં મુજબ સેના માટે ઈંધણ, વિશેષ કપડાં, ટેન્ટ, ખાસ ભોજન જેવી વસ્તુઓને પૂરતા પ્રમાણમાં ભેગુ કરી લેવાયું છે જેથી કરીને આગામી 14 મહિના માટે તે પૂરતું થઈ પડે. 

Sushant Singh Rajput નો ફાર્મ હાઉસ પર સારા અલી ખાન સાથેનો 'સિક્રેટ' VIDEO, બની શકે છે મોટો પુરાવો

વાયુસેનાના ગ્લોબમાસ્ટર  (Boeing C-17 Globemaster)  અને આઈએસ 76(IL 76) જેવા મોટા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટથી સાધન સામગ્રી અને અન્ય સામાન સતત લેહ એરપોર્ટ પહોંચાડવામાં આવી રહ્યાં છે. જેમાં આર્કટિક ટેન્ટ, રૂમ ગરમ કરવા માટે કેરો હીટર જેવી ચીજો સામેલ છે. જેની જરૂર ઊંચાઈ પર તૈનાત સૈનિકોને આવનારા શિયાળામાં પડશે. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More