Home> Gujarat
Advertisement
Prev
Next

શાળા ખૂલવા અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હાલ 9 થી 12ની શાળા નહિ ખૂલે 

ગુજરાતમાં કોવિડની સ્થિતિને ધ્યાનમાં લઈ શાળાઓ ના ખોલવા માટે નિર્ણય કરવાનો કેબિનેટ નિર્ણય કર્યો છે

શાળા ખૂલવા અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હાલ 9 થી 12ની શાળા નહિ ખૂલે 

હિતલ પારેખ/ગાંધીનગર :મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શાળાઓ નહીં ખૂલવા બાબતે મહત્વનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા ધોરણ 9 થી 12 માં આંશિક રીતે માર્ગદર્શન માટે વાલીની લેખિત મંજૂરી સાથે શાળાઓ શરૂ કરવા નિર્દેશિકાઓ જાહેર કરવામાં આવી છે. જે બાબતે કેબિનેટમાં નિર્ણય લેવાયો છે કે, શાળાઓ ખોલવામાં નહિ આવે. કેન્દ્ર દ્વારા આપેલી ગાઈડલાઈનમાં પણ શાળાઓ ખોલવા બાબતે મરજિયાત ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. જે મામલે કેબિનેટમાં શાળાઓના ખોલવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કોવિડની સ્થિતિને ધ્યાનમાં લઈ શાળાઓ ના ખોલવા માટેનો નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે.  

આ પણ વાંચો : ભાજપીય સાંસદના બાહોમા આવી ગઈ અંજના, Romance નો આ વીડિયો થયો જોરદાર વાયરલ 

પાંચ દિવસના વિધાનસભા સત્રને લઈ કેબિનેટમાં મહત્વની ચર્ચા કરવામાં આવી છે. સત્ર દરમિયાન 24 બિલો લાવવાની સાથે કલમ 120 હેઠળ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોવિડ દરમિયાન મહત્વની કામગીરી કરનાર કોરોના વોરિયર્સ, સરકારી કર્મચારીઓ અને સામાજિક સંસ્થાઓ બાબતે સંકલ્પ લાવવામાં આવશે. આ સિવાય રાજ્યમાં ખરાબ રસ્તાઓના કારણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવેલા કામો સિવાય આત્મનિર્ભર ગુજરાત પેકેજ, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જેવા નિર્ણય બાબતે પણ સત્ર દરમિયાન ચર્ચા કરી જાણકારી આપવામાં આવશે. વળી સત્ર દરમિયાન સોશિયલ ડિસ્ટન્સની જાળવણીના કારણે વિધાનસભામાં માત્ર ધારાસભ્ય અને અધિકારીઓને જ પ્રવેશ મળશે. તેથી અરજદારોને પ્રવેશ આપવામાં આવશે નહિ. અરજદારો અન્ય જગ્યા જઈ અરજી કરી શકશે. સત્ર દરમિયાન રજૂ થનાર બિલોમાં ગુંડા એક્ટ મંજૂરી માટે રાષ્ટ્રપતિને મોકલાયું હોવાનું પણ પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાતનો બ્રેડલાઈનર પરિવાર પીએમ મોદીના જન્મદિવસને બનાવશે યાદગાર, કરશે મોટું કામ

તો કેબિનેટ બેઠક બાદ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહે જણાવ્યુ કે, વિધાનસભાનું ચોમાસું સત્ર 21 થી 25 સપ્ટેમ્બર સુધી પાંચ દિવસ માટે મળનાર છે. 20 મી તારીખે ભાજપના ધારાસભ્યોની મીટિંગ રાખવામાં આવી છે. જે આયોજન કરવામાં આવ્યું છે તે માટે અને જે ધારાસભ્યો તમામે ધારાસભ્યોનું ટેસ્ટિંગ કરવામાં આવશે. જે અરજદારો સામાન્ય રીતે કોઈ પણ કામ હોય વિધાનસભાની અંદર પ્રવેશ કરવાનું ટાળે. 

આ પણ વાંચો : વાત ગળે ન ઉતરે તેમ નથી, પાકિસ્તાની જાસૂસ ઈમરાન દિવસે એક્સપોર્ટનો બિઝનેસ કરતો, અને રાત્રે રીક્ષા ચલાવતો 

ગોધરામાંથી પકડાયેલા પાકિસ્તાની જાસૂસ અંગે ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં એનઆઈએ દ્વારા કરવામાં આવેલી ધરપકડના સંદર્ભમાં ગુજરાતનું એટીએસ ક્રાઇમ બ્રાન્ચ શાંતિ સલામતી માટે કટિબદ્ધ છે. આ બધી જ એજન્સીઓ સંપર્કમાં રહીને કાર્યવાહી કરતી હોય છે. વિશાખાપટ્ટનમમાં વિગતો ધ્યાન પર આવતાં ગોધરાના એક વ્યક્તિ દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતાં તેની ધરપકડ કરવામાં આવી છે અને આગામી કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયાકાંઠો આવેલો છે, તેથી પૂરતી સુરક્ષા રાખવામાં આવી રહી છે. આ માટ એજન્સીઓ કામગીરી કરી રહી છે. ગુજરાતમાં કોઈપણ ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર કામગીરી કરી રહ્યું છે. વીવીઆઈપીની સુરક્ષા સંદર્ભે અન્ય કોઈ રીતે તેમના ધ્યાનમાં આવે તો હોય ભય મૂલ્યાંકન સમિતિ દ્વારા કોઈપણની સુરક્ષામાં વધારો કે ઘટાડો કરવા માટે પગલાં લેતા હોઈએ છે.

આ પણ વાંચો : કોરોના દર્દીઓ માટે સંજીવની બની રહે તેવી ફેફસાંની કસરત સુરત સિવિલે અપનાવી 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More