Home> India
Advertisement
Prev
Next

Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકીય જંગમાં હવે રાજ ઠાકરેની એન્ટ્રી, એકનાથ શિંદેએ મનસે પ્રમુખ સાથે કરી વાત

Eknath Shinde Talk To Raj Thackeray: MNS ના એક નેતાએ પુષ્ટિ કરતા જણાવ્યું કે એકનાથ શિંદેએ રાજ ઠાકરે સાથે મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય સ્થિતિ વિશે વાત કરી છે. 

Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકીય જંગમાં હવે રાજ ઠાકરેની એન્ટ્રી, એકનાથ શિંદેએ મનસે પ્રમુખ સાથે કરી વાત

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ચાલી રહ્યું છે. એકનાથ શિંદે જૂથ પોતાની સાથે મોટાભાગના ધારાસભ્યો હોવાનો દાવો કરી રહ્યું છે તો ઉદ્ધવ ઠાકરે શિવસેના અને સરકાર બચાવવાની કલાયતમાં લાગેલા છે. આ વચ્ચે મહારાષ્ટ્રના રાજકીય જંગમાં રાજ ઠાકરેની એન્ટ્રી થઈ ગઈ છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ મનસે પ્રમુખ રાજ ઠાકરે સાથે ફોન પર બે વખત વાત કરી છે. જાણવા મળી રહ્યું છે કે બંને નેતા વચ્ચે મહારાષ્ટ્રના રાજકીય સંકટને લઈને વાત થઈ છે. 

મનસેના એક નેતાએ ન્યૂઝ એજન્સી એએનઆઈના હવાલાથી પુષ્ટિ કરતા જણાવ્યુ કે એકનાથ શિંદેએ મનસે પ્રમુખ રાજ ઠાકરે સાથે મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય સ્થિતિ વિશે વાત કરી છે અને તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી લીધી છે. 

મહારાષ્ટ્રની રાજકીય લડાઈ વચ્ચે રાજ ઠાકરેની એન્ટ્રી
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાન શાંત થવાનું નામ લઈ રહ્યું નથી. આ વચ્ચે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ મનસે પ્રમુખ રાજ ઠાકરે સાથે ફોન પર વાત કરી છે. બંને નેતાઓએ રાજ્યની રાજકીય સ્થિતિ પર ચર્ચા કરી છે. નોંધનીય છે કે શિંદે જૂથ અસલી શિવસેના હોવાનો દાવો કરી રહ્યું છે. તેમનો દાવો છે કે શિવસેનાનું સમર્થન કરનાર ધારાસભ્યોનો આંકડો 50ને પાર થઈ જશે. 

આ પણ વાંચોઃ Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં કેટલા દિવસ ચાલશે ઠાકરે સરકાર? કેન્દ્રીય મંત્રીએ કર્યો મોટો દાવો

શિંદે જુથનો મોટો દાવો
શિવસેનાના બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકરે દાવો કર્યો કે અમે ત્રણ કે ચાર દિવસમાં એક નિર્ણય પર પહોંચીશું અને ત્યારબાદ અમે સીધા મહારાષ્ટ્ર જશું. કેસરકરે કહ્યુ કે વધુ એક-બે ધારાસભ્યો અમારા સમર્થનમાં આવી રહ્યાં છે. ત્યારબાદ અપક્ષ ઉમેદવારોની સાથે અમારા જૂથનું સમર્થન કરનાર ધારાસભ્યોની સંખ્યા 50ને પાર થઈ જશે. 

સામના દ્વારા ભાજપ પર હુમલો
તો શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા ફરી ભાજપ પર હુમલો કર્યો છે. સામનામાં કહેવામાં આવ્યું કે મહારાષ્ટ્રની રાજકીય પટકથા ભાજપે લખી છે. મહારાષ્ટ્રના રાજકીય લોકનાટ્યમાં કેન્દ્રની ડફલી પર રાજ્યના ધારાસભ્યો નાચી રહ્યાં છે. શિવસેનાએ ભાજપ પર ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનો પણ આરોપ લગાવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More