Home> Entertainment
Advertisement
Prev
Next

તેંડુલકરથી સહેજ પણ કમ નથી ભારતની આ મહિલા ક્રિકેટર! તેના પર બનતી ફિલ્મનું ટ્રેલર કરી દેશે ભાવુક

સોશિયલ મીડિયામાં હાલ તાપસી પન્નૂની આગામી ફિલ્મનું ટ્રેલર ખુબ જ વાયરલ થઈ રહ્યું છે. આ ફિલ્મમાં તાપસી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કપ્તાન અને જબરદસ્ત પ્લેયર મિતાલી રાજની ભૂમિકા ભજવતી જોવા મળશે.

તેંડુલકરથી સહેજ પણ કમ નથી ભારતની આ મહિલા ક્રિકેટર! તેના પર બનતી ફિલ્મનું ટ્રેલર કરી દેશે ભાવુક

નવી દિલ્લીઃ તાપસી પન્નૂની અપકમિંગ ફિલ્મ ‘શાબાશ મિટ્ઠુ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં તાપસી પન્નૂ ભારતીય મહિલા ક્રિકેટર ટીમની પૂર્વ કેપ્ટન ‘મિતાલી રાજ’ની ભૂમિકા નિભાવતી જોવા મળશે. તાપસી એક ખુબ જ ટેલેન્ટેડ અભિનેત્રી છે. આ અગાઉ પણ તે અમિતાભ બચ્ચનથી લઈને અક્ષયકુમાર જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કરી ચૂકી છે. ત્યારે મિતાલીની ભૂમિકામાં તાપસીના અભિનયના અત્યારથી જ વખાણ થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી આ ટ્રેલર વાયરલ થઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ  આલિયા-રણબીરને ત્યાં બંધાશે પારણું, ઈન્સ્ટા પર વાયુવેગે વાયરલ થઈ આ તસવીર, બે મહિના પહેલાં જ થયા હતા લગ્ન

 

આ છે ફિલ્મની કહાની:
તાપસી પન્નૂ સ્ટારર આ ફિલ્મ ‘શાબાશ મિટ્ઠુ’ ભારતીય મહિલા ટેસ્ટ અને વનડે ટીમની કેપ્ટન  મિતાલી રાજનાં જીવન પર આધારિત ફિલ્મ છે. જો આ ફિલ્મની વાત કરવામાં આવે તો, આ એક એવી છોકરીની કહાની છે જે જેન્ટલમેન ગેમમાં બેટની સાથે પોતાના સપના પૂરા કરે છે. ફિલ્મમાં એક્ટ્રેસ તાપસી પન્નૂ ભારતીય મહિલા ક્રિકેટર ટીમની પૂર્વ કેપ્ટન ‘મિતાલી રાજ’ની ભૂમિકા નિભાવતી જોવા મળશે. આ રોલને ન્યાય આપવા માટે તાપસીએ બરાબરની મહેનત કરી છે. આ ફિલ્મનું નિર્દેશન રાહુલ ઢોલકિયા કરી રહ્યા છે અને ફિલ્મના રાઈટર છે પ્રિયા અવન. ફિલ્મનું નિર્માણ વાયકૉમ 18 સ્ટૂડિયોમાં કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ  લગ્નના ઘણા વર્ષો પછી પણ કેમ લાંબા સમય સુધી માતા નહોતી બની અમૃતા? સૈફ સાથે શું પ્રોબ્લેમ હતો?

fallbacks

ફિલ્મની રિલીઝ ડેટ:
થોડા દિવસ પહેલા ભારતીય ક્રિકેટની સર્વશ્રેષ્ઠ મહિલા બેટર મિતાલી રાજેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું એલાન કર્યુ હતુ. મિતાલી રાજેનાં આ એલાન પર તાપસી પન્નૂએ તેમને ધન્યવાદ આપ્યુ હતુ. તાપસીએ લખ્યુ હતુ કે, ‘ધન્યવાદ જ એક એવો શબ્દ છે જે આપણે દરેક કહી શકીએ છે. ક્રિકેટના રસિયાઓ માટે મહિલા ક્રિકેટને મેપ પર લાવવા માટે ધન્યવાદ!’ તમને જણાવી દઈએ કે, મિતાલી રાજનાં જીવન પર બનેલી આ ફિલ્મ આવતા મહિને 15 જુલાઈના રોજ રિલીઝ થશે.

આ પણ વાંચોઃ  Taarak Mehta Ka Ooltah Chashmahમાં હવે દયાબેનની ભૂમિકા નહીં ભજવે રાખી વિઝાન, ખુદ કર્યો ખુલાસો

આ પણ વાંચોઃ  એ સમયે કેદીને સજાનો નહીં નસબંધીનો ડર હતો! હથકડી સાથે ટ્રેનમાંથી કુદીને ભાગ્યો કેદી, પોલીસે એન્કાઉન્ટર કર્યું!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More