Home> India
Advertisement
Prev
Next

ભારતમાં આતંકીઓ પર કસાયો ગાળિયો, આતંકી સૈયદ સલાહુદ્દીનની 13 સંપત્તી કરાઈ જપ્ત

કેન્દ્રી તપાસ એજન્સીએ PMLA કાયદા અંતર્ગત રૂ. 1.22 કરોડની સંપત્તીઓ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે 

ભારતમાં આતંકીઓ પર કસાયો ગાળિયો, આતંકી સૈયદ સલાહુદ્દીનની 13 સંપત્તી કરાઈ જપ્ત

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે જાહેરાત કરી છે કે તેણે પાકિસ્તાનમાં કાર્યરત આતંકવાદી સૈયદ સલાહુદ્દીન સામેના આર્થિક મદદના કેસમાં જમ્મુ-કાશ્મીરમાં રહેલી તેની 13 સંપત્તીઓ જપ્ત કરી છે. સલાહુદ્દીન વૈશ્વિક સ્તેર પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો પ્રમુખ છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ PMLA કાયદા અંતર્ગત રૂ.1.22 કરોડની સંપત્તીઓ ટાંચમાં લેવાનો આદેશ આપ્યો છે. 

આ સંપત્તીઓ આતંકવાદી સંગઢન માટે કથિત રીતે કામ કરતા બાંદુપુરામાં રહેતા મોહમ્મદ શફી શાહ અને રાજ્યના અન્ય 6 રહેવાસીઓના નામે છે. ઈડીએ મંગળવારે જણાવ્યું કે, તેણે ગૈરકાયદેસર ગતિવિધિ પ્રતિબંધ કાર્યવાહી અંતર્ગત સલાહુદ્દીન શાહ અને અન્ય સામે દાખલ કરેલી ચાર્જશીટને સંજ્ઞાનમાં લીધા બાદ તેની સામે આર્થિક અપરાધનો કેસ પણ દાખલ કર્યો છે. 

fallbacks

Exclusive: બાલાકોટમાં એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનની મદદ માટે સામે આવ્યું ચીન

ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, હિઝબુલ મિજાહિદ્દીન આતંકવાદી સંગઠન કાશ્મીરમાં સૌથી વધુ સક્રિય છે. પાકિસ્તાનના રાવલપિંડીમાં રહેતો તેનો પ્રમુખ કમાન્ડર સૈયદ સલાહુદ્દીન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદી ગતિવિધિઓ માટે આર્થિક મદદ પહોંચાડવા માટે જવાબદાર છે.

તેણે 'જમ્મુ-કાશ્મીર ઈફેક્ટીઝ રિલીફ ટ્રસ્ટ' નામના ટ્રસ્ટ દ્વારા એક્ઠા કરેલા નાણાનો ભારતીય ભૂમી પર આતંકવાદને પોષવા માટે આર્થિક મદદ પહોંચાડી છે. હાલ, સલાહુદ્દીન તિહાર જેલમાં કેદ છે. 

ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More