Home> Entertainment
Advertisement
Prev
Next

મનોરંજન જગતની 50 સૌથી શક્તિશાળી મહિલાઓમાં પ્રિયંકા ચોપડાનો સમાવેશ

પ્રિયંકાએ ઓપરો વિન્ફ્રે અને મેરિલ સ્ટ્રીપ સહિત અન્ય આંતરરાષ્ટ્રીય હસ્તિઓની સાથે આ યાદીમાં જગ્યા બનાવી છે. 
 

 મનોરંજન જગતની 50 સૌથી શક્તિશાળી મહિલાઓમાં પ્રિયંકા ચોપડાનો સમાવેશ

નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા પ્રિયંકાના પતિ નિક જોનાસ વિશ્વના સિંગરોમાં પ્રથમ સ્થાને હતો, તો હવે પ્રિયંકાની સફળતા દર્શાવી રહી છે કે, આ જોડી એકબીજા માટે ઘણી લકી સાબિત થઈ રહી છે. પ્રિયંકા હવે દુનિયામાં એન્ટરટેઇનમેન્ટ સેક્ટરની 50 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં પોતાની ધાક જમાવી ચુકી છે. 

ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપડા જોનસ યૂએસએ ટુડેની 'મનોરંજન જગતની 50 સૌથી શક્તિશાળી મહિલાઓ'ની યાદીમાં સામેલ થઈ ગઈ ચે. પ્રિયંકાએ ઓપરા વિન્ફ્રે અને મેરિલ સ્ટ્રીપ સહિત અન્ય આંતરરાષ્ટ્રીય હસ્તિઓની સાથે આ યાદીમાં જગ્યા બનાવી છે. 

fallbacks

આ યાદીનો ભાગ બનીને સન્માનિત અનુભવી રહેલી પ્રિયંકાએ એક નિદેનમાં કહ્યું, 'હું આ અદ્ભુત મહિલાઓની સાથે મંચ પર રહેવાથી સૌભાગ્યશાળી અનુભવી રહી છે જેણે દરેક પડકારોને પાછળ છોડીને પોતાનો એક ખાસ મુકામ બનાવ્યો છે અને આજે પોતે પસંદ કરેલા કરિયરમાં ટોપ પર છે. આ એક સિદ્ધિની ભાવના છે.'

પ્રિયંકાએ અમેરિકી ટેલીવિઝન ડ્રામા સિરીઝ 'ક્વાન્ટિકો'માં એલેક્સ પૈરિશની ભૂમિકા ભજવીને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેણે એક્શન-કોમેડી 'બેવોચ'થી 2017માં હોલીવુડમાં પર્દાપણ કર્યું હતું. આ યાદીમાં ગાયિકા બેયોન્સે, ટેલીવિઝન સ્ટાર એલેન ડીજેનેરસ, ઓસ્કાર વિજેતા જેનિફર લોરેન્સ અને આંતરરાષ્ટ્રીય પોપ ગાયિકા જેનિફર લોપેજ પણ સામેલ છે. 

fallbacks

મહત્વનું છે કે, પ્રિયંકા ઝડપથી બોલીવુડ ફિલ્મ 'સ્કાઇ ઇઝ પિંક'માં જોવા મળશે. 

વાંચો બોલીવુડના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More