Home> India
Advertisement
Prev
Next

'તેને યોગ્ય ઠેરવી શકાય નહીં', બિલકિસના દોષીતોના સ્વાગત પર બોલ્યા ફડણવીસ

ભંડારા જિલ્લામાં 3 લોકો દ્વારા 35 વર્ષની એક મહિલાના કથિત યૌન શોષણની ઘટના પર રાજ્ય વિધાન પરિષદમાં થયેલી ચર્ચાનો જવાબ આપતા ફડણવીસે કહ્યુ કે ગૃહમાં બિલકિસના મુદ્દાને ન ઉઠાવવો જોઈએ. 

 'તેને યોગ્ય ઠેરવી શકાય નહીં', બિલકિસના દોષીતોના સ્વાગત પર બોલ્યા ફડણવીસ

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યુ કે, ગુજરાતના 2002 બિલકિસ બાનો કેસના દોષીતોને ઉચ્ચ ન્યાયાલયના આદેશ બાદ છોડવામાં આવ્યું પરંતુ કોઈ ગુનાના આરોપીઓને સન્માનિત કરવા યોગ્ય નથી અને આ પ્રકારના કૃત્યને સાચુ ઠેરવી શકાય નહીં. ભંડારા જિલ્લામાં ત્રણ લોકો દ્વારા 35 વર્ષની એક મહિલાના કથિત યૌન શોષણની ઘટના પર રાજ્ય વિધાન પરિષદમાં થયેલી ચર્ચાનો જવાબ આપતા ફડણવીસે કહ્યું કે ગૃહમાં બિલકિસ બાનોનો મુદ્દો ન ઉઠાવવો જોઈએ.

દોષીતોનું સ્વાગત કરવું ખોટું
રાજ્યના ગૃહ મંત્રાલયનો પ્રભાર પણ સંભાળી રહેલા ફડણવીસે કહ્યું, આરોપીઓને આશરે 20 વર્ષ બાદ જેલમાં 14 વર્ષ પસાર કર્યા બાદ છોડવામાં આવ્યા છે. ઉચ્ચ ન્યાયાલયના એક દાશે બાદ છોડવામાં આવ્યા પરંતુ જો કોઈ આરોપીને સન્માનિત કરવામાં આવે છે અને તેનું સ્વાગત કરવામાં આવે તો તે ખોટું છે. આરોપી તો આરોપી હોય છે અને આ કૃત્યને યોગ્ય ઠેરવી શકાય નહીં. 

આ પણ વાંચોઃ વિવાદિત નિવેદન આપનાર ભાજપના ધારાસભ્ય ટી રાજાને મળ્યા જામીન, આજે થઈ હતી ધરપકડ

નોંધનીય છે કે બિલકિસ બાનો સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના મામલામાં આજીવન કેદની સજા કાપી રહેલા 11 દોષીતોને 15 ઓગસ્ટે છોડવામાં આવ્યાં હતા. ગુજરાત સરકારની માફી નીતિ હેઠળ તેને સમય પહેલા છોડવાની મંજૂરી આપ્યા બાદ ગોધરાની જેલમાંથી બહાર આવનાર દોષીતોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. 

જાણો શું છે મામલો
નોંધનીય છે કે ગુજરાતમાં ગોધરા કાંડ બાદ થયેલા તોફાનો દરમિયાન 3 માર્ચ 2002ના દાહોદ જિલ્લાના લિમખેડા તાલુકાના રધિકપુર ગામમાં ટોળાએ બિલકિસ બાનોના પરિવાર પર હુમલો કરી દીધો હતો. તે સમયે બિલકિસ પાંચ મહિનાની ગર્ભવતી હતી. આરોપ છે કે બિલકિસ બાનોની સાથે તે સમયે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો અને પરિવારના સાત લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More