Home> Health
Advertisement
Prev
Next

Health Care Tips: દરરોજ દહીં સાથે આ વસ્તુ ખાવાથી શરીર બને છે મજબૂત, આ સમસ્યાથી મળે છે છૂટકારો

Curd And Roti: દહીં ઘણા પ્રકારે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ અમે તમને અહીં જણાવી રહ્યા છીએ દહીં અને રોટલી ખવાથી શું ફાયદા થયા છે?

Health Care Tips: દરરોજ દહીં સાથે આ વસ્તુ ખાવાથી શરીર બને છે મજબૂત, આ સમસ્યાથી મળે છે છૂટકારો

Benefits Of Eating Curd And Roti: દહીં ઘણા પ્રકારે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દહીં એક શાનદાર પ્રોબાયોટિક છે જે આંતરડામાં સારા બેક્ટેરિયામાં વધારવાનું કામ કરે છે. ત્યારે દહીંમાં પ્રોટીન કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા પોષક તત્વો હાજર છે. જેના કારણે દહીનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમ દહીં અને રોટલનું સેવન કરો છો કે તેનાથી તમને ઘણા ફાયદા મળે છે. અમે તમને જણાવીએ દહીં અને રોટલી ખાવાથી શું ફાયદા થયા છે?

દહીં અને રોટલી ખાવાના ફાયદા
પાચન બને છે મજબૂત

જો તમે રોટલી સાથે દહીંનું સેવન કરો છો તો તેનાથી ખાવાનું સરળતાથી પાચન થાય છે અને તમારી પાચન શક્તિ પણ મજબૂત બને છે.

આ પણ વાંચો:- ગણેશ ચતુર્થી પર આ રાશિના જાતકો માટે ખુલશે ખુશીનો પિટારો, સાતમાં આકાશે રહેશે ભાગ્ય!

પેટ સંબંધીત સમસ્યાઓ થયા છે દૂર
દહીંને સૌથી સારું પ્રોબાયોટિક્સમાંથી એક માનવામાં આવે છે. ત્યારે રોટલી ફાયબરથી ભરપૂર હોય છે. જેનાથી આ કોમ્બિનેશન આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારે છે. જે ભોજનને પાચનમાં મદદ કરે છે આ સાથે જ તમને કબજિયાત, અપચો, ગેસ, આંતરડામાં બળતરા જેવી સમસ્યાઓ થતી નથી.

આ પણ વાંચો:- શ્રીવલ્લીની Pushpa 2 નું શરૂ થઈ રહ્યું છે શૂટિંગ, જાણો ક્યારે રિલીઝ થશે અલ્લૂ અર્જૂનની ફિલ્મ

ઇમ્યુનિટી મજબૂત બને છે
પોષક તત્વોથી ભરપૂર થવાથી દહીં શરીરની ઇમ્યુનિટીને વધારવાનું કામ કરે છે. જો તમે દહીં રોટલીનું સેવન દરરોજ કરો છો તો તમને શરદી-ખાંસી જેવા વાયરલથી લડવામાં મદદ મળે છે.

આ પણ વાંચો:- Credit Card નો ઉપયોગ કરતા સમયે ના કરો આ 3 ભૂલ, નહીં તો પડશે લેવાના દેવા!

માનસિક સ્વાસ્થ્ય સારું બને છે
દહીં એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોય છે. ત્યારે રોટલી સાથે દહીંનું સેવન કરવાથી તણાવ અને ચિંતાને ઘટાડવામાં મદદ મળે છે. જેના કારણે આર શાંત અને ખુશ અનુભવે છે.

આ પણ વાંચો:- ટીમ ઇન્ડિયાનો આ ખેલાડી બનશે પાકિસ્તાનનો કાળ, 'મેન ઓફ ધ મેચ'નો દાવેદાર

હડકા મજબૂત બને છે
દહીંમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેના કારણે હાડકા મજબૂત બને છે. ત્યારે જો તમે દરરોજ દહીં અને રોટલીનું સેવન કરો છો તો તેનાથી હાડકામાં ફેક્ચર અને સાંધાના દુખાવાનું જોખમ ઘટે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More