Home> India
Advertisement
Prev
Next

રાશિફળ 25 જુલાઈ: આ રાશિના જાતકો સાવધાન. મુખ્ય દ્વાર પર ખાસ લખો આ મંત્ર

રાશિફળ 25 જુલાઈ: આ રાશિના જાતકો સાવધાન. મુખ્ય દ્વાર પર ખાસ લખો આ મંત્ર

રાશી ભવિષ્ય (25-7-2018)

સૌને જય શ્રીકૃષ્ણ.

આજનું પંચાંગ

તારીખ 25 જુલાઈ, 2018 બુધવાર
માસ અષાઢ સુદ તેરશ
નક્ષત્ર મૂળ
યોગ ઇન્દ્ર
ચંદ્ર રાશી ધન
અક્ષર ભધફઢ

1. આજે બુધવાર છે વળી, બુધદેવ આવતીકાલથી વક્રી ભ્રમણનો પ્રારંભ થશે.
2. બુધદેવ વક્રી થશે એટલે તેમનું કોઈ વિશિષ્ટ ફળ પ્રદાન કરે.
3. ક્યાંક એ સ્થાનને લગતું કોમ્પ્રોમાઈસ પણ આવે. એ સંદર્ભે સમાધાનકારી વલણ અપનાવવું પડે. જો તમે ન અપનાવો તો દુષ્પરિણામ ભોગવવું પડે.
4. વળી, બુધદેવ રાહુ સાથે યુતિમાં પણ છે, સાથે સૂર્યદેવ પણ છે એટલે આ બાબતે થોડી વિશેષ સાવધાની રાખવી પડે.
5. બુધદેવ વેપાર, સુખસ્થાન, વાણી, ચેતાતંત્ર (બુદ્ધિ), અભ્યાસ પણ આવી ગયું. ચામડીવગેરેના કારક છે વળી, સંપૂર્ણ પ્રકારનું કોમ્યુનિકેશન આવી ગયું. એટલે આ સાથે સંકળાયેલી કેટલીક બાબતોમાં વિશેષ સાવધાની રાખવી પડે.
6. ગાયને લીલો ઘાસચારો નીરવો, ઘરમાં બુધવારે લીલું તોરણ બાંધવું, બુધવારે લીલા વસ્ત્રો પહેરવા, મુખ્ય દ્વાર ઉપર શ્રી વિષ્ણવે નમઃ એમ લખવું. ઓમ બું બુધાય નમઃ એ મંત્રનો જાપ પણ કરી શકાય.
7. આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અને યમઘંટ યોગ સૂર્યોદયથી સાંજે 6.23 સુધી

મેષ (અલઈ)

  • વાહન અથવા ઘરની ખરીદી થઈ શકે
  • પણ અતિશય ચર્ચા કરશો તો વાત કેન્સલ થઈ જશે
  • નકારાત્મકતા થોડી હાવી થાય
  • ધાર્મિક આસ્થામાં વધારો થઈ શકે

વૃષભ (બવઉ)

જીવનસાથીના આરોગ્યમાં અચાનક પરિવર્તન
આપના આરોગ્યમાં વૃદ્ધિ થતી જણાય
ડોક્ટરની મુલાકાત લેવી પડે
મુસાફરીમાં અડચણ ઊભી થઈ શકે

મિથુન (કછઘ)

  • આપે હવે સાવચેતી રાખવાના દિવસો શરૂ
  • આપની વાણીથી મનદુઃખ થાય
  • લાભ ગેરલાભમાં પલટાઈ શકે છે
  • પણ તેમ છતાં ચિંતામાં મુકાવ તેવું નહીં થાય

કર્ક (ડહ)

  • શંકા-કુશંકા વધુ ઉત્પન્ન થાય
  • સંતાન સાથેના સંબંધમાં ગૂંચ ઊભી થાય
  • આજે પ્રવૃત્તિ વધુ વિકસે
  • આરોગ્યની સાચવણી વિશેષ રાખવી

સિંહ (મટ)

  • સંતાન સાથે મનઃદુખ ન થાય તે જોવુ
  • જ્યોતિષી મિત્રો માટે આજે સાનુકૂળતા
  • જીવનસાથી સાથે મૂંગો ઝઘડો થાય
  • એટલે થોડા અબોલા પણ થઈ શકે છે

કન્યા (પઠણ)

  • સ્થાનાંતરના યોગ પણ વર્તાય છે
  • નોકરીમાં વૈમનસ્ય સર્જાય
  • બદલીના યોગ પણ વર્તાય છે
  • વેપાર ધંધામાં પ્રતિકૂળતા જણાય

તુલા (રત)

  • સહકર્મચારીઓથી સાવધ રહેવું
  • ભાગ્યનો સાથ પણ નબળો પડી શકે
  • કોઈ કોર્ટકેસ ચાલતો હોય તો જાળવવું
  • કેસમાં આજે મુદત લઈ લેવી, હાજરી ટાળવી

વૃશ્ચિક (નય)

  • ગુસ્સો આપના માટે મુશ્કેલી ઊભી કરશે
  • મોટાભાઈ તેમજ મિત્રો સાથે સુમેળ રાખવો
  • મુસાફરીમાં ધન વ્યય થાય
  • ભાગ્યનો સાથ મળી રહેશે

ધન (ભધફઢ)

  • આજે પ્રતિકૂળતાનો સામનો કરવો પડશે
  • નાના-ભાઈ બહેનોનો સાથ મળી શકે
  • પાડોશીઓનો સાથ મળશે
  • પરાક્રમ સ્થાન બળવાન છે

મકર (ખજ)

  • માથુ દુઃખે, ચક્કર આવવાની ફરિયાદ રહે
  • માઈગ્રેનના દર્દીઓએ સાચવવું
  • આજે વિષ્ણુ સહસ્રના નામનો જાપ અવશ્ય કરજો
  • સાંજે બાગ-બગીચામાં હરવા-ફરવા જજો

કુંભ (ગશષસ)

  • નોકરીયાત જાતકોને લાભ
  • કન્સલ્ટીંગ સાથે સંકળાયેલા જાતકોને લાભ
  • કાર્યની સફળતા દેખાય
  • ધનસ્થાન પણ પ્રબળ છે

મીન (દચઝથ)

  • બુધ દેવ વક્રી થશે એટલે અગવડ પડે
  • માન-સન્માન પ્રતિષ્ઠા જોખમાય નહીં તે જોવું
  • મુસાફરીથી લાભ
  • પુરુષ જાતકોને સ્ત્રી જાતકોથી લાભ
  • સ્ત્રી જાતકો માટે આજે સાનુકૂળતા રહે

અમિત ત્રિવેદી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More