Home> Gujarat
Advertisement
Prev
Next

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં અમદાવાદના 22 વર્ષીય યુવકની હત્યા

ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે ગયેલા અમદાવાદના યુવકની હત્યા થઈ છે.

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં અમદાવાદના 22 વર્ષીય યુવકની હત્યા

અમદાવાદઃ વિદેશોમાં ભારતીયોની હત્યાની ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે. ત્યારે વધુ એક ભારતીય યુવકની હત્યા થઈ છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં અમદાવાદના 22 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. મૃતક યુવકનું નામ મૌલિન રાઠોડ છે. તે મૂળ અમદાવાદના વાસણાનો રહેવાસી છે. હત્યા પાછળ ક્યું કારણ છે તે હજુ સુધીસામે આવ્યું નથી. મેલબોર્ન પોલીસે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ ઘટનાન જાણ થતા મૌલિનનો પરિવાર શોકમાં છે. તેમના માતા-પિતા વિઝાની પ્રક્રિયા પૂર્ણ કરીને ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. આ યુવક અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More