Home> India
Advertisement
Prev
Next

DA Hike: મોંઘવારી ભથ્થાને લઈને સરકારી કર્મચારીઓ માટે આવ્યા મોટા ખુશખબર, જાણો ક્યારે થશે જાહેરાત 

મળતી માહિતી મુજબ મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો થશે. જેનાથી હાલનો દર 50%થી વધીને 53% થઈ જશે. આ વધારો 1 જુલાઈ 2024થી પ્રભાવી  થશે. જાન્યુઆરીથી જૂન 2024 વચ્ચે આવેલા AICPI-IW ઈન્ડેક્સના આંકડાથી એ નક્કી થઈ ગયું છે કે જુલાઈ 2024થી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 3 ટકા વધશે. જાણો વિગતો. 

DA Hike: મોંઘવારી ભથ્થાને લઈને સરકારી કર્મચારીઓ માટે આવ્યા મોટા ખુશખબર, જાણો ક્યારે થશે જાહેરાત 

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર આવ્યા એછે. સાતમાં પગાર પંચ હેઠળ આવતા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં આ વખતે 3 ટકાનો વધારો થશે. આ વધારાની જાહેરાત સપ્ટેમ્બરમાં થઈ શકે છે. જેને 1 જુલાઈથી લાગૂ કરવામાં આવશે. 

ક્યાં સુધીમાં થઈ શકે જાહેરાત
કેન્દ્રીય કર્મચારીઓ માટે સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત થઈ શકે છે. તેને કેબિનેટની મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ આ ફાયદો પેન્શનર્સ અને કર્મચારીઓને મળશે. સૂત્રોનું માનીએ તો સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં જાહેરાત થઈ શકે છે. સૂત્રોની માનીએ તો 18 કે 25 સપ્ટેમ્બરના રોજ 3 ટકા મોંઘવારી ભથ્થા વધારા પર કેબિનેટ મંજૂરી મળી શકે છે.  જો કે હજુ સુધી સરકાર તરફથી આ અંગે કોઈ એજન્ડા અપાયો નથી. 

કેટલું વધશે ભથ્થું
મળતી માહિતી મુજબ મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો થશે. જેનાથી હાલનો દર 50%થી વધીને 53% થઈ જશે. આ વધારો 1 જુલાઈ 2024થી પ્રભાવી  થશે. જાન્યુઆરીથી જૂન 2024 વચ્ચે આવેલા AICPI-IW ઈન્ડેક્સના આંકડાથી એ નક્કી થઈ ગયું છે કે જુલાઈ 2024થી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 3 ટકા વધશે. જૂન AICPI ઈન્ડેક્સમાં 1.5 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. મેમાં તે 139.9 અંક પર હતો જે હવે વધીને 141.4 પર પહોંચી ગયો છે. તેનાથી મોંઘવારી ભથ્થાનો સ્કોર 53.36 થઈ ગયો છે. તેનો અર્થ એ થયો કે આ વખતે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થશે. 

મહિનામાં કેટલો થશે વધારો
મોંઘવારી ભથ્થામાં આ વધારાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સારો એવો વધારો થશે. દાખલા  તરીકે જેનો બેઝિક પગાર 18000 રૂપિયા હોય તો તેમના મોંઘવારી ભથ્થામાં 540 રૂપિયા વધશે. જેનો બેઝિક પગાર 56,900 રૂપિયા હશે તેમના પગારમાં લગભગ 1,707 રૂપિયાનો વધારો જોવા મળી શકે છે. 

કયા મહિનામાં કેટલું વધ્યું મોંઘવારી ભથ્થું

Month       CPI(IW)BY2001=100    DA% Monthly Increase
Jan 2024                 138.9                          50.84
Feb 2024                 139.2                          51.44
Mar 2024                 138.9                          51.95
Apr 2024                 139.4                          52.43
May 2024                 139.9                          52.91
Jun 2024                 141.4                          53.36

કયા આધાર પર થશે DA નો વધારો?
મોંઘવારી ભથ્થાના દર CPI-IW પર આધારિત હોય છે. મોંઘવારી વધવાની સાથે જ કર્મચારીઓના ભથ્થામાં પણ વધારો થાય છે. તેમના ખર્ચ કરવાી ક્ષમતાને વધારી રાખવા માટે તેને ચૂકવવું જરૂરી હોય છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની જાહેરાત સપ્ટેમ્બરમાં થવાની છે. પરંતુ તેને 1 જુલાઈ 2024થી જ લાગૂ થશે. જુલાઈ અને ઓગસ્ટના મહિનાની ચૂકવણી એરિયર તરીકે થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More