Home> Entertainment
Advertisement
Prev
Next

Shraddha Kapoor: બીચ હાઉસથી લઈને લક્ઝરી કારની માલિક છે સ્ત્રી 2 ની અભિનેત્રી શ્રદ્ધા કપૂર, નેટવર્થ જાણી ઉડી જશે હોશ

Shraddha Kapoor: સ્ત્રી 2 ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થયા પછી શ્રદ્ધા કપૂર Instagram પર પ્રિયંકા ચોપડા પછી સૌથી વધુ ફોલોવર્સ ધરાવતી અભિનેત્રી પણ બની ચૂકી છે. શ્રદ્ધા કપૂર ઇન્ડસ્ટ્રીની હાઈએસ્ટ પેડ એક્ટ્રેસમાંથી એક છે.

Shraddha Kapoor: બીચ હાઉસથી લઈને લક્ઝરી કારની માલિક છે સ્ત્રી 2 ની અભિનેત્રી શ્રદ્ધા કપૂર, નેટવર્થ જાણી ઉડી જશે હોશ

Shraddha Kapoor: શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી 2 ને બોક્સ ઓફિસ પર જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મ કમાણીની બાબતમાં જબરદસ્ત રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મના વખાણ ક્રિટીક અને ઓડિયન્સ બંને કરી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો સ્ત્રી 2 ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ રહી છે. 

સ્ત્રી 2 ફિલ્મોમાં મુખ્ય પાત્ર ભજવનના શ્રદ્ધા કપૂરને પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 14 વર્ષ પૂરા થઈ ગયા છે. શ્રદ્ધા કપૂર ફિલ્મી બેગ્રાઉન્ડમાંથી જ આવે છે પરંતુ તેણે પોતાના અભિનયના દમ પર પોતાની ઓળખ બનાવી છે. શ્રદ્ધા કપૂરની ગણતરી બોલીવુડની હિટ અભિનેત્રીઓમાં થવા લાગી છે. 

આ પણ વાંચો: Shraddha Kapoor: બોલિવૂડની આ હિરોઈને PM Modiને પણ પાછળ છોડી દીધા, બની શકે છે નંબર વન

સ્ત્રી 2 ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થયા પછી શ્રદ્ધા કપૂર Instagram પર પ્રિયંકા ચોપડા પછી સૌથી વધુ ફોલોવર્સ ધરાવતી અભિનેત્રી પણ બની ચૂકી છે. શ્રદ્ધા કપૂર ઇન્ડસ્ટ્રીની હાઈએસ્ટ પેડ એક્ટ્રેસમાંથી એક છે. એક રિપોર્ટ અનુસાર શ્રદ્ધા કપૂરની નેટવર્ક લગભગ 123 કરોડ રૂપિયાની છે. જેમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. એક ફિલ્મ માટે શ્રદ્ધા કપૂર 7 થી 15 કરોડ રૂપિયાની ફી લે છે. આ ઉપરાંત તે ઘણી મોટી બ્રાન્ડ સાથે પણ જોડાયેલી છે જેના માટે તે 6 કરોડ રૂપિયા જેટલો ચાર્જ કરે છે. વર્ષે શ્રદ્ધા કપૂર 15 કરોડ રૂપિયાની કમાણી કરે છે. 

આ પણ વાંચો: કરણ જોહરની વેબ સીરીઝ કોલ મી બે નું ટ્રેલર મચાવી રહ્યું છે ધૂમ, તમે જોયું કે નહીં ?

શ્રદ્ધા કપૂર તેના માતા પિતા અને ભાઈ સાથે જુહુના એક શાનદાર સી ફેસિંગ ઘરમાં રહે છે. તેના પરિવારએ આ 3 બીએચકે અપાર્ટમેન્ટ 1987 માં ખરીદ્યું હતું. આ ઘર ખૂબ જ સુંદર છે. શ્રદ્ધા કપૂર તેના Instagram પર ઘણી વખત ઘરના ફોટો શેર કરતી હોય છે. 

આ પણ વાંચો: SRK, સલમાન, આમિર સાથે કામ કર્યું પણ નથી અને કરવું પણ નથી.. કંગના રનૌતે કર્યું એલાન

શ્રદ્ધા કપૂર પાસે ઘણી મોંઘી કાર પણ છે. શ્રદ્ધા કપૂર પાસે BMW કાર છે જેની કિંમત 1.70 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત શ્રદ્ધા કપૂરના કાર કલેક્શનમાં Mercedes benz નો સમાવેશ થાય છે જેની કિંમત 1 કરોડ રૂપિયા છે. શ્રદ્ધા કપૂર પાસે Audi q7 પણ છે જે 90 લાખ રૂપિયાની છે. આ સિવાય શ્રદ્ધા કપૂરને સ્પોર્ટ્સ કારનો પણ શોખ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More