Home> India
Advertisement
Prev
Next

Lockdown 3.0 બાદ હવે આગળ સરકારની શું છે રણનીતિ? સોનિયા ગાંધીએ પૂછ્યો સવાલ 

દેશભરમાં લોકડાઉન 3.0 લાગ્યા બાદથી જ વિપક્ષ સરકાર પર પ્રહારો કરી રહી છે. કોંગ્રેસના વચગાળાના પ્રેસિડેન્ટ સોનિયા ગાંધીની કોંગ્રેસશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક ચાલુ છે. આ બેઠકમાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ, અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ હાજર છે. 

Lockdown 3.0 બાદ હવે આગળ સરકારની શું છે રણનીતિ? સોનિયા ગાંધીએ પૂછ્યો સવાલ 

નવી દિલ્હી: દેશભરમાં લોકડાઉન 3.0 લાગ્યા બાદથી જ વિપક્ષ સરકાર પર પ્રહારો કરી રહી છે. કોંગ્રેસના વચગાળાના પ્રેસિડેન્ટ સોનિયા ગાંધીની કોંગ્રેસશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક ચાલુ છે. આ બેઠકમાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ, અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ હાજર છે. 

સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું કે લોકડાઉન 3.0 ખતમ થયા બાદ શું? તેમણે સરકારને સવાલ પૂછ્યો છે કે 17મી મે બાદ સરકારની શું રણનીતિ છે. 

અત્રે જણાવવાનું કે સોનિયા ગાંધી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ અને પુડ્ડુચેરીના મુખ્યમંત્રીઓ સાથે કોરોના વાયરસ પર સ્થિતિ અને મહામારીને પહોંચી વળવા માટે કરાયેલા પ્રયત્નોને લઈને ચર્ચા કરી રહ્યાં છે. 

જુઓ LIVE TV

મળતી માહિતી મુજબ આ બેઠકમાં સોનિયા ગાંધી વિભિન્ન સ્થળોએ ફસાયેલા પ્રવાસી મજૂરોના મુદ્દાઓ અને તેમને પાછા લાવવા માટે રાજ્યો દ્વારા કરાયેલા પ્રયત્નો ઉપર પણ ચર્ચા કરશે. નોંધનીય છે કે સોનિયા ગાંધીએ સોમવારે કહ્યું હતું કે કોંગ્રેસની પ્રદેશ શાખાઓ પોતાના ગૃહ રાજ્ય જવા માટે ઈચ્છુક પ્રવાસી કામદારોની મુસાફરીનો ખર્ચ ઉપાડશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More