Home> India
Advertisement
Prev
Next

Video: ભ્રષ્ટાચાર કેસમાં આંધ્ર પ્રદેશ CID ની મોટી કાર્યવાહી, પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુની વહેલી પરોઢે ધરપકડ

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની રાજ્યના અપરાધિક તપાસ વિભાગ (CID) એ ધરપકડ કરી છે. ભ્રષ્ટાચારના કેસમાં ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુની ધરપકડ આજે વહેલી સવારે કરવામાં આવી.

Video: ભ્રષ્ટાચાર કેસમાં આંધ્ર પ્રદેશ CID ની મોટી કાર્યવાહી, પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુની વહેલી પરોઢે ધરપકડ

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની રાજ્યના અપરાધિક તપાસ વિભાગ (CID) એ ધરપકડ કરી છે. ભ્રષ્ટાચારના કેસમાં ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુની ધરપકડ આજે વહેલી સવારે કરવામાં આવી. તેમને હાલ મેડિકલ તપાસ માટે એરલિફ્ટ કરીને નંદ્યાલ હોસ્પિટલમાં લઈ જવાઈ રહ્યા છે. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 

વહેલી પરોઢે પહોંચી સીઆઈડી
ચંદ્રબાબુ નાયડુએ પોતાની મુસાફરી દરમિયાન શુક્રવારે નંદ્યાલ જિલ્લાના બનગનપલ્લીમાં જનસભાને સંબોધિત કરી હતી. જાહેર સંબોધન બાદ નાયડુ આજે પોતાની વેનિટી વેનમાં આરામ કરી રહ્યા હતા. શનિવારે વહેલી સવારે લગભગ સાડા ત્રણ વાગે એપી સીઆઈડી નાયડુની ધરપકડ કરવા માટે તેમની વેનિટી વેનમાં પહોંચી પરંતુ પાર્ટી કાર્યકરો અને નેતાઓએ તેમને ઘેરી લીધા અને આંધ્ર પ્રદેશના ધરપકડ કરવા દીધા નહીં. 

ટીડીપી કાર્યકરો સાથે ઉગ્ર દલીલ
નેતાઓ અને આંધ્ર પ્રદેશ સીઆઈડી પોલીસ વચ્ચે આક્રમક દલીલો થયા બાદ સવારે લગભગ 6 વાગે નાયડુ વેનમાંથી નીચે ઉતર્યા અને પોલીસની સાથે ચર્ચા કરી. તેમની ધરપકડ માટે 51સીઆરપીસી હેઠળ નોટિસ જારી કરવામાં આવી હતી. નાયડુએ કેસ અંગે ડિટેલ માંગી પરંતુ પોલીસે એમ કહીને ઈન્કાર કર્યો કે ડિટેલ્સ માનનીય કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે.  પોલીસે કહ્યું કે કેસની વિસ્તૃત જાણકારી અને રિમાન્ડ રિપોર્ટ નાયડુની પૂછપરછ બાદ આપવામાં આવશે. નાયડુ પોલીસની સાથે સહયોગ કરવા માટે સહમત થયા હતા. 

કેમ થઈ ધરપકડ
ચંદ્રબાબુ નાયડુને કૌશલ વિકાસ કૌભાંડમાં આરોપી 1 તરીકે રજૂ કરાયા છે. જેમાં 250 કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ કરવાનો આરોપ છે. પોલીસ અધિકારીઓએ ચંદ્રબાબુ નાયડુના વકીલોને કૌશલ વિકાસ કેસમાં આંધ્ર પ્રદેશ હાઈકોર્ટ દ્વારા જારી એફઆઈઆર કોપી અને અન્ય આદેશોનું વિવરણ સુપ્રત કર્યુ છે. જો કે ચંદ્રબાબુ નાયડુ અને તેમના વકીલોએ એ જણાવીને તપાસ અધિકારીઓને પ્રથમ દ્રષ્ટિ સાક્ષ્ય ઉપલબ્ધ કરાવવાની અપીલ કરી કે તેમના નામનો ઉલ્લેખ એફઆઈઆર રિપોર્ટમાં ક્યાંય કરાયો નહતો. 

પૂર્વ સીએમએ સીઆઈડી અધિકારીઓને સવાલ કર્યો કે કેસમાં તેમની સંડોવણી વિશે કોઈ જાણકારી આપ્યા વગર કેવી રીતે ધરપકડ થઈ શકે? આમ છતાં પોલીસે કહ્યું કે ધરપકડ તપાસ પ્રક્રિયાનો પ્રારંભિક તબક્કો છે અને તમામ વિગતો 24 કલાકની અંદર રિમાન્ડ રિપોર્ટમાં આપવામાં આવશે. સીઆઈડી અધિકારીઓએ એ વાત પર ભાર મૂક્યો કે તેઓ ડી કે બસુ કેસની જેમ નિર્ધારિત દિશા નિર્દેશો મુજબ ધરપકડ કાર્યવાહી કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More