Home> Health
Advertisement
Prev
Next

Heart Attack Symptoms: હાઈ બીપીના દર્દીમાં આ 5 સંકેત હોય છે હાર્ટ એટેકના લક્ષણ, મોડું થઈ જાય તે પહેલા પહોંચી જવું હોસ્પિટલ

Heart Attack Symptoms: ડોક્ટરોના જણાવ્યા અનુસાર જે વ્યક્તિને હાઈ બીપી હોય તેને આ પાંચ સંકેત મળે તો તેણે ઇગ્નોર કરવાની ભૂલ ન કરવી. હાઈ બીપીના દર્દીમાં હાર્ટ એટેકના આ પાંચ સંકેત જોવા મળે છે જેને ઇગ્નોર કરવાથી હાર્ટ ફેલ પણ થઈ શકે છે.

Heart Attack Symptoms: હાઈ બીપીના દર્દીમાં આ 5 સંકેત હોય છે હાર્ટ એટેકના લક્ષણ, મોડું થઈ જાય તે પહેલા પહોંચી જવું હોસ્પિટલ

Heart Attack Symptoms: અનિયમિત જીવનશૈલી અને ખરાબ આહાર શૈલીના કારણે હાઈ બ્લડ પ્રેશર એક સામાન્ય સમસ્યા બની ગયું છે. એક રિપોર્ટ અનુસાર દર પાંચમાંથી એક વ્યક્તિ હાઈ બીપીનો દર્દી હોય છે. હાઈ બીપી કોઈપણ સમયે હાર્ટ એટેકનો સ્વરૂપ ધારણ કરી શકે છે. હાઈ બીપીના દર્દીને ક્યારે હાર્ટ એટેક આવી જાય તે કોઈ કહી ન શકે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર જે વ્યક્તિને હાઈ બીપી હોય તેને આ પાંચ સંકેત મળે તો તેણે ઇગ્નોર કરવાની ભૂલ ન કરવી. હાઈ બીપીના દર્દીમાં હાર્ટ એટેકના આ પાંચ સંકેત જોવા મળે છે જેને ઇગ્નોર કરવાથી હાર્ટ ફેલ પણ થઈ શકે છે.

હાઈ બીપીના દર્દીમાં હાર્ટ એટેકના લક્ષણો

ચક્કર આવવા

હાઈ બીપીના દર્દીને ઘણી વખત ચક્કર આવવાની સમસ્યા થાય છે. જો આવું ક્યારેક થાય તો તે સામાન્ય છે પરંતુ જો વારંવાર ચક્કર આવે તો તે હાર્ટ એટેકનું લક્ષણ પણ હોઈ શકે છે. જો વારંવાર તમને ચક્કર આવતા હોય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો.

શરીરમાં પરસેવો થવો

આ પણ વાંચો:

ગેસ, એસીડીટી, અપચાથી છો પરેશાન ? તો ટ્રાય કરો 10 મિનિટમાં રાહત આપતો ઘરગથ્થુ ઉપાય

સવારે ખાલી પેટ બસ 2 પાન લીમડાના ચાવીને ખાઈ લેવા, ડાયાબિટીસ રહેશે કંટ્રોલમાં

Fitness Tips: આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટ પીશો આ વસ્તુ તો શરીર રહેશે ફીટ

તમારું શરીર સામાન્ય હોય પરંતુ અચાનક જ પરસેવો વડે તો તે ખતરનાક સંકેત છે. અચાનક પરસેવો થવો શરીરમાં બ્લડપ્રેશર વધવાનું સંકેત હોય છે અને તે હાર્ટ એટેકનું શરૂઆતી લક્ષણ પણ હોઈ શકે છે તેથી હાઈ બીપી ના દર્દીએ આ બાબતે સતર્ક રહે.

ધબકારા વધી જવા

જો અચાનક જ તમારા હૃદયના ધબકારા ઝડપથી વધી જાય તો તેને ઇગ્નોર ન કરો. અચાનક બીપી વધી જવાથી આવું થઈ શકે છે. જ્યારે પણ ધબકારા વધી જાય તો ગભરાવવાને બદલે ધબકારા સામાન્ય થાય તેના પ્રયત્ન કરવા અને તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો. જો દોડધામ કરશો તો હાર્ટ એટેક પણ આવી શકે છે.

શ્વાસ ફુલવો

હાઈ બીપીના દર્દીનો જો અચાનકથી શ્વાસ ફુલવા લાગે તો તે હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે. આવું થાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો અને બોડી ચેકઅપ કરાવી લેવું.

અચાનક થાક લાગવો

હાઈ બીપીના દર્દીને ઘણી વખત શરીરમાં થાક અનુભવાય છે. જો અચાનક જ તમને શરીરમાં થાક લાગવા લાગે તો તે સારું નથી. અચાનક શરીર થાકેલું લાગે તે હાર્ટ એટેક નું લક્ષણ હોઈ શકે છે તેથી તેને પણ ઇગ્નોર ન કરો. આમ કરવાથી તમારો જીવ પણ જઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More