Home> India
Advertisement
Prev
Next

ક્યારે સુધરશે ચીન? ખતરનાક મંશાથી ભારતીય સીમામાં ફરીથી કરી ઘૂસણખોરી

આ જુલાઇ મહિનામાં ચીની સૈનિકોનો એક સમૂહ અરૂણાચલ પ્રદેશની દિવાંગ ઘાટી વિસ્તારમાં નિયંત્રણ રેખા પાર કરી થોડા સમય માટે ભારતની રેન્જમાં આવ્યા હતા.

ક્યારે સુધરશે ચીન? ખતરનાક મંશાથી ભારતીય સીમામાં ફરીથી કરી ઘૂસણખોરી

ઇટાનગર/નવી દિલ્હી: ભારત દ્વારા અનેકવાર વિરોધ કરવા છતા પણ ચીન તેની આદતો છોડતું નથી. સરકારી સુત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ ચીન ફરી એક વાર ભારતીય બોર્ડરથી ઘણું અંદર આવી ગયું હતું. જ્યારે આ જુલાઇ મહિનામાં ચીની સૈનિકોની એક ટૂકડી અરૂણાચલ પ્રદેશના દિબંગ ઘાટી વાસ્તવિક નિયંત્રણ રેખા પાર કરી ભારતની અંદર આવી ગયા હતા. પરંતુ ભારતીય સુરક્ષાકર્મીની આપત્તિ હોવાથી તેઓ પાછા ગયા હતા.  

સ્થાનિક લોકોએ PMને પત્ર લખી આપી સૂચના 
સરકારી સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મૂજબ આ ઉલ્લંધન નથી અને વાસ્તિવિક નિયંત્રણ રેખાની અલગ-અલગ ધારણાને કારણે ચીની સેનાના કર્માચારીઓ ભારતીય ક્ષેત્રમાં આવી પહોચ્યા હતા. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટના 25 જુલાઇની આસપાસ થઇ હતી. ઇટાનગરમાં સૂત્રોએ જાણકારી આપી કે, અરૂણાચલ પ્રદેશના લોકસભાના સભ્ય નિનોંગ ઇરિંગે મીડિયા રિપોર્ટ અને દિબાંગ ઘાટીમાં સ્થાનિક લોકોથી મળેલી જાણકારીને આધારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.

વધુ વાંચો...ભારતમાં તબાહી લાવવા આતંકવાદીઓ બંધાવી રહ્યા હતા મસ્જિદો

જુલાઇમાં 300 ચીની સૈનિકોએ કરી હતી ઘૂસણખોરી
પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે, કે સરકારને અરૂણાચલ પ્રદેશમાં ચીની ઉલ્લંઘનના મુદ્દાઓ પર બિઝિંગ સાથે ઉઠાવવો જોઇએ. ચીની સેના તરફથી આશરે 300 સૈનિકોએ જુલાઇની શરૂઆતમાં પૂર્વી લદ્દાખ ક્ષેત્રના દામચોક વિસ્તારમાં ઘુસણખોરી કરી હતી.  અને ચાર તંબુઓ તાણી બેઠા હતા. જે ખાનાબદોશોના રૂપમાં ભારતીય ક્ષેત્રમાં આવ્યા અને તંબૂ લગાવ્યા હતા. ભારતના વિરોધ બાદ સેનાકર્મીઓ પછી ત્યાંથી ચાલ્યા ગયા હતા. 

4000 કિલોમીટર લાંબી છે ભારત ચીનની બોર્ડર
અધિકારીઓ પાસેથી મળેલી માહિતીના આ પ્રકારના ઉલ્લંઘન અસામાન્ય નથી. કારણ કે ચીન અને ભારત બંન્નેની વાસ્તવિક નિયંત્રણ રેખાને લઇને અલગ-અલગ ધારણાંઓ છે. ભારત નિયમિત રીતે આ પ્રકારની તમામ ઘટનાઓને ચીની અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરે ઘૂસણખોરીનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. ભારત અને ચીનની બોર્ડર 4000 કિલોમીટર લાંબી છે, સરકારી આંકડાઓ મુજબ, ચીની સેના દ્વારા ઉલ્લંઘન કરી ભારતીય ક્ષેત્રમાં આવવાની ઘટનાઓ વધીને 2017માં 426 થઇ હતી. જ્યારે આ પ્રકારની ઘટનાઓ 2016માં 273 વાર થઇ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More