Home> Gujarat
Advertisement
Prev
Next

આંખ બંધ કરતા દેખાતા હતા ભૂતપ્રેત, પાંચ સંતાનો સાથે માતાએ કૂવામાં કૂદકો માર્યો

જ્યારે હજુ ત્રણ બાળકોની શોધખોળ શરૂ છે જો કે મામલતદાર સહિત પોલીસ કાફલા સાથે ગામ લોકોના તરવૈયાઓ દ્વારા શોધખોળ કરવા છતાં અન્ય બાળકો નહિ મળતા ભાવનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. વહેલી સવાર સુધી બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં નિસફળ રહ્યું હતું. 

આંખ બંધ કરતા દેખાતા હતા ભૂતપ્રેત, પાંચ સંતાનો સાથે માતાએ કૂવામાં કૂદકો માર્યો

ભાવનગર: ભાવનગરના પાંચ પીપલા ગામે ખેતી કરતાં પરિવારની મહિલાએ શારીરિક પીડા અને આર્થિક ભીંસમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને ચાર બાળકોના મોત નિપજ્યાં છે. જાંજમેર ગામની મહિલાએ પાંચપીપલા ગામે કૂવામાં જંપલાવતા ગામના લોકો દ્વારા મોડી રાત્રે બચાવ કામગીરી કરી હતી. જેમાં મહિલા અને એક પુત્રીનો બચાવ કર્યો હતો અને એક મૃતક બાળકીને બહાર કાઢી છે. જ્યારે હજુ ત્રણ બાળકોની શોધખોળ શરૂ છે જો કે મામલતદાર સહિત પોલીસ કાફલા સાથે ગામ લોકોના તરવૈયાઓ દ્વારા શોધખોળ કરવા છતાં અન્ય બાળકો નહિ મળતા ભાવનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. વહેલી સવાર સુધી બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં નિસફળ રહ્યું હતું. 

ભાવનગર જીલ્લાના તળાજાના ઝાંઝમેર ગામના રહેવાસી ગીતાબેન નામની મહિલાએ પોતાનાં પાંચ બાળકો સાથે ગઈકાલ સાંજે પોતાના પતિને માતાજીના દર્શન કરવા જવાનું કહીને નીકળી હતી. મોડી રાત્રે મહિલાએ રાજપરા પાસેના પાંચ પીપળા ગામની સીમમાં તુલસીભાઈ ઈટાલીયાની વાડીમાં આવેલા કુવામાં એક પછી એક પોતાના બાળકોને નાખ્યા અને અંતમાં પોતે પણ ઝપલાવ્યું હતું. આમ છ લોકોએ કુવામાં ઝંપલાવતા જેની જાણ આસપાસના લોકોને થતા દોડી ગયા હતા.

'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના લોકાર્પણ કાર્યક્રમમાં અચાનક કરાયો મોટો ફેરફાર, જાણો શું થયું

જેમાં મહિલા ગીતાબેન અને એક મોટી પુત્રીનો બચાવ થયો છે જયારે એક પુત્રી નાનીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. જ્યારે હજુ ત્રણ બાળકો કુવામાંથી મળી આવ્યા નથી. મોડી રાત્રે ગીતાબેનને બચાવીને તેમની પુત્રીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. તળાજા મામલતદાર પણ સ્થળ પર દોડી આવ્યા હતા વહેલી સવાર સુધી તંત્રને બાળકો કુવામાંથી નહિ મળતા અંતે ભાવનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. 

જો કે ગામ લોકોએ પોતાની મહેનત કરી હતી પણ બાળકોને કુવો ઊંડો હોવાથી કાઢવામાં નિષ્ફળ રહ્યા હતા બચી ગયેલી મહિલા ગીતાબેનએ જણાવ્યું હતું કે તેઓ ખેડૂત સાથે ભાગમાં વાડી રાખીને ખેતી કરીને પોતાનું જીવન ગુજરતા હતા. જેમાં આર્થિક નુકશાન બે વરસથી હોઈ તેથી એક દિવસના જમવાના ફાફા પડતા હતા અને તેને આંખે ઓછું દેખાતું હોવાથી તેવો બાળકોનું ધ્યાન પણ રાખી સકતી ન હતી. તો અંધશ્રદ્ધામાં તેને આંખ બંધ કરતા ભૂતપ્રેત દેખાતા હોવાથી ઊંઘ પણ હરામ થઇ હોવાથી તેના મોત બાદ બાળકોનું શું તેવા વિચારમાં તેને બધાને મોતને ઘાટ ઉતારીને પોતે મારવાનું નક્કી કર્યું અને આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે જો કે તેના પતિએ આર્થીક ભીસ હોવાનું સ્વીકાર્યું હતું.

સુરતમાં સાડા ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા

ગીતાબેન અને તેના પતી ધરમશીભાઈ ખેડૂત સાથે જ્યાં હોઈ ત્યાં ભાગમાં વાડી રાખતા અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગીતાબેનએ સ્વીકાર્યું છે કે બે વર્ષ પહેલા અઢી લાખ જેવા ખર્ચ કરવા છતાં કોઈ સુધારો થયો નહી અને પરિસ્થિતિ એવી વણસી ગઈ કે પાડોશીને ત્યાંથી એક ટંકનું ભોજન માટે ભીખ માગવી પડતી હતી. ધરમશીભાઈ ઘરમાં સંપૂર્ણ ધ્યાન આપતા હતા.
 
ગીતાબેનની પણ સેવા કરતા હોવાનું ગીતાબેનએ સ્વીકાર્યું છે. ધરમશીભાઈએ જણાવ્યું હતું કે તેને માતાજીનું નામ લીધું એટલે મેં જવા માટે હા પાડી હતી પરંતુ તે આવું કરશે તેનો ખ્યાલ ન હતો. ધરમશીભાઈએ જણાવ્યું હતું કે તેની મોટી પુત્રી ધર્મીષ્ઠા પછી અક્ષિતા બાદમાં મોટો પુત્ર કુલદીપ બાદમાં કાર્તિક અને સૌથી નાનો રુદ્ર દીકરો હતા. સમગ્ર ઘટનામાં ધર્મીષ્ઠાનો બચાવ થયો છે. જ્યારે અક્ષિતાનો મૃતદેહ બહાર કાઢવમાં આવ્યો છે. જયારે કુલદીપ,કાર્તિક અને રુદ્રનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી. 

મામલતદારએ સમગ્ર ઘટનાને પગલે પુષ્ટિ કરી છે અને આખી રાત ગામના તરવૈયાને સહારે બાળકોને શોધવાની કોશિશ કરી પરંતુ નહી મળતા અંતે ભાવનગર ફાયર બ્રિગેડને જાણ કરી છે અને વહેલી સવારે ફાયર બ્રિગેડ પાંચપીપળા ગામે જવા રવાના થયું હતું 

ખેડૂત સાથે રહીને ખેતી કરતા પરિવારની મહિલાની આર્થિક અને શારીરિક હાલત ખરાબ થતા પોતાનો અને બાળકોની જીવ આપી દેવાની કોશિશ કરી હતી. જેમાં માસુમ બાળકોના મોત નિપજ્યા છે. નિર્ણય લેનારી જનેતા અને એક પુત્રીનો બચાવ થયો છે તો અન્ય બાળકો માટે આંખી રાત તંત્રએ શોધખોળ કરવા છતાં મૃતદેહ સવાર સુધી મેળવી શક્યા ન હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More