Home> India
Advertisement
Prev
Next

18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ડ્રગ્સની ઝપેટમાં, મોટાભાગે છોકરીઓ - ડરાવી રહ્યો છે આ સર્વે

ડ્રગ્સ વિરુદ્ધ સરકાર ઘણા પ્રકારના ઓપરેશન ચલાવી રહી છે. કેરલથી એક ચોંકાવનારો સર્વે સામે આવ્યો છે. અહીં પર 18 વર્ષથી નાની ઉંમરના બાળકો અને બાળકીઓ નશાનો શિકાર બની રહ્યાં છે. 

18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ડ્રગ્સની ઝપેટમાં, મોટાભાગે છોકરીઓ - ડરાવી રહ્યો છે આ સર્વે

નવી દિલ્હીઃ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો હતો. તેમાં મધ્ય કેરલના એક શહેર સ્થિત હોટલમાં દરોડા દરમિયાન પોલીસ દ્વારા પકડાયા બાદ એક યુવતી નશામાં જોર-જોરથી રાડો પાડતી જોવા મળી હતી. આ ઘટનાની તપાસ બાદ સામે આવ્યું કે એક સમયમાં હોશિંયાર વિદ્યાર્થિની રહેલી યુવતીને માદક પદાર્થની જાળમાં ફસાવવામાં આવી અને તેનો ઉપયોગ માદક પદાર્થોની તસ્કરના રૂપમાં કરવામાં આવી રહ્યો હતો. 

આ તેમાંથી એક ઘટના હતી જેણે કેરળ સમાજના સામૂહિક અંતરાત્માને હચમચાવી નાખ્યો હતો, જેના પગલે સરકારે દક્ષિણ રાજ્યમાં આ ગેરકાયદેસર ધંધામાં સામેલ લોકો સામે પગલાં લીધા હતા. કેરળ પોલીસે 21 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોમાં એક સર્વે કર્યો હતો જેમાં બીજી ચોંકાવનારી વાત સામે આવી હતી કે ડ્રગ્સમાં ફસાયેલા આ યુવાનોમાંથી 40 ટકા 18 વર્ષથી ઓછી ઉંમરના હતા.

આ પણ વાંચોઃ પાણીની વચોવચ સ્વયં પાંડવોએ બનાવ્યું હતું આ મંદિર : 8 મહિના પાણીમાં રહે છે ડૂબેલું

ડ્રગ્સની ઝપેટમાં મોટા ભાગની યુવતીઓ
સૌથી ભયાનક બાબત એ હતી કે આમાંની મોટાભાગની છોકરીઓ હતી અને ડ્રગ્સની જાળમાં ફસાયા બાદ તેઓનો ઉપયોગ દાણચોરી તરીકે કરવામાં આવતો હતો. અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) એમઆર અજીત કુમારે જણાવ્યું હતું કે, અગાઉ કોલેજોમાં ડ્રગ્સના કેસ વધુ હતા પરંતુ હવે વધુ કેસો શાળાઓમાં આવે છે અને છોકરીઓ ડ્રગ્સના દુરૂપયોગનો વધુ ભોગ બને છે. રાજ્ય પોલીસના ડ્રગ વિરોધી અભિયાન, યોધાના રાજ્ય નોડલ અધિકારી કુમારે જણાવ્યું હતું કે મહિલા તસ્કરોનો ઉપયોગ અન્ય છોકરીઓને જાળમાં ફસાવવા માટે કરવામાં આવતો હતો.

યુવતીઓને બનાવી રહ્યાં છે હથિયાર
કુમારે કહ્યું કે તેઓ પહેલા શાળાએ જતી છોકરીઓ સાથે દોસ્તી કરે છે અને પછી ધીમે ધીમે તેમને ડ્રગ્સની ખતરનાક દુનિયામાં ધકેલે છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ધંધો રસ્તાની બાજુની ગાડીઓ પર વધુ થઈ રહ્યો છે. શાળાઓમાંથી ડ્રગ્સની સમસ્યાને દૂર કરવા માટે, પોલીસે રાજ્યમાં 18,301 દુકાનો અને શાળાઓની નજીકની નાની દુકાનો પર દરોડા પાડ્યા હતા અને 401 કેસ નોંધ્યા હતા. 462 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે 20.97 કિલો ગાંજા, 186.38 ગ્રામ MDMA અને 1112.1 ગ્રામ હાશિશ જપ્ત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ જમીન પર કબજાના મામલે રેલવેએ હનુમાનજીને ફટકારી નોટિસ, કહ્યું- જગ્યા ખાલી કરો

નશા બાદ યૌન શોષણની ઘટનાઓ
તિરુવનંતપુરમ ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટમાં પોસ્ટ કરાયેલા કાઉન્સેલર અંજુ ડાયસે જણાવ્યું હતું કે, "શાળાના બાળકોમાં ડ્રગના દુરૂપયોગના કિસ્સાઓ ખૂબ વધારે છે. જ્યારે અમે તેમને કાઉન્સિલ કરીએ છીએ, ત્યારે તેઓ માદક દ્રવ્યોના વ્યસની હોવાનું કબૂલ કરે છે પરંતુ તેઓને ડ્રગ્સ ક્યાંથી મળ્યું તે ક્યારેય જણાવ્યું નથી. તેમણે કહ્યું કે 13 વર્ષ અને તેથી વધુ ઉંમરની છોકરીઓમાં નશાની સાથે સાથે યૌન શોષણની ઘટનાઓ પણ સામે આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More