Home> Gujarat
Advertisement
Prev
Next

ઐતિહાસિક સ્થળ હરિશ્ચંદ્રની 'ચૌરી' બિસ્માર હાલતમાં! દંતકથા જાણીને એકવાર તો જવાનું સો ટકા વિચારશો!

યાત્રાધામ શામળાજી ખાતે ઈ.સ 10 મી સદીની ઐતિહાસિક રાજા હરિશચંદ્રની 'ચૌરી' આવેલી છે. દંતકથા મુજબ આ સ્થળે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રના લગ્ન થયા હતા, ત્યારે આ વર્ષો જૂની પ્રાચીન ધરોહર હાલ યોગ્ય જાળવણી અને મરામત અભાવે નષ્ટ થવાના આરે ઉભી છે.

ઐતિહાસિક સ્થળ હરિશ્ચંદ્રની 'ચૌરી' બિસ્માર હાલતમાં! દંતકથા જાણીને એકવાર તો જવાનું સો ટકા વિચારશો!

સમીર બલોચ/અરવલ્લી: યાત્રાધામ શામળાજી ખાતે આવેલી રાજા હરિશ્ચંદ્રની ચોરી યોગ્ય જાળવણીના અભાવે બિસમાર બની છે. 10મી સદીની આ ઐતિહાસિક ધરોહરને પુરાતત્વ વિભાગ દ્વારા મરામત કરી નષ્ટ થતા બચાવાયા તેવું સ્થાનિકો ની સાથે પુતત્વવિદો ઈચ્છી રહ્યા છે.

અંબાલાલે કરી તારીખ સાથે ભયંકર આગાહી, મહાશિવરાત્રી બાદ આ વિસ્તારોનું આવી બનશે! 

યાત્રાધામ શામળાજી ખાતે ઈ.સ 10 મી સદીની ઐતિહાસિક રાજા હરિશચંદ્રની 'ચૌરી' આવેલી છે. દંતકથા મુજબ આ સ્થળે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રના લગ્ન થયા હતા, ત્યારે આ વર્ષો જૂની પ્રાચીન ધરોહર હાલ યોગ્ય જાળવણી અને મરામત અભાવે નષ્ટ થવાના આરે ઉભી છે. આ પ્રાચીન સ્મારક ઉપર જાડી ઝાંખરા પણ ઉગી ગયા છે. ઉપરાંત સ્મારકના પથ્થરો કાળા પડી જઈ અનેક ઠેકાણે તૂટી ગયા છે. જેથી આ સ્મારક બિસમાર બની ગયું છે ત્યારે આ સ્મારકને તંત્ર દ્વારા મરામત કરવામાં આવે તેવું સ્થાનિકો ઈચ્છી રહયા છે. 

રાજકોટમાં નિર્માણાધીન AIMSની મુલાકાતે મનસુખ માંડવીયા, જાણો PM ક્યારે કરશે લોકાર્પણ?

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર સમયની આ સત્ય કાળની ઝાખી કરાવતી આ ધરોહર ને પુરાત્વ વિભાગ દ્વારા માત્ર રાજ્ય રક્ષિત સ્મારકોમાં સ્થાન આપી ચારે તરફ પ્રોટેક્શન વોલ બનાવી રક્ષિત કરાયું છે. પણ જાળવણીના અભાવે આ સ્મારક આગળ આવેલું વડનગર બાદનું બીજા નંબરનું ઐતિહાસિક તોરણ પણ નામશેષ થવાના આરે છે. તોરણ ઉપરની કોતરણીના પથથરો પણ જીર્ણ થઇ ચુક્યા છે, ત્યારે તંત્રએ દ્વારા આ સ્થળનું મરામત કરી જો વિકાસ કરવામાં આવે તો શામળાજી ખાતે આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે એક પર્યટકનું સ્થાન બની શકે તેમ છે. 

સી.આર. પાટીલની મહત્વપૂર્ણ જાહેરાત, આ જાણીતા નેતાને સોંપાઈ સૌથી મોટી જવાબદારી

અરવલ્લી જિલ્લામાં આવા 15થી વધુ જુદા જુદા ઐતિહાસિક સ્મારકો આવેલા છે. પરંતુ તંત્ર દ્વારા યોગ્ય જાળવણી અને મરામત નહિ કરવામાં આવતા હાલ આ સ્મારકોની સ્થતિ દયનિય બની ચુકી છે. તેવા સંજોગોમાં પુરાતત્વ વિદોમાં પણ દુઃખની લાગણી છે, ત્યારે શામળાજી ખાતેની આ પ્રાચીન ધરોહરને પુરાતત્વ વિભાગ દ્વારા મરામત  કરી નામશેષ થતા બચાવાય તે જરૂરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More