Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્રઃ 29 VVIP's ની સુરક્ષામાં ફેરફાર, આદિત્ય ઠાકરેને મળી Z સિક્યોરિટી, સચિનની સુરક્ષામાં ઘટાડો

આદિત્ય ઠાકરેને પહેલા Y+ સુરક્ષા મળી હતી પરંતુ હવે તેની સુરક્ષાને વધારીને Z કરી દેવામાં આવી છે. 

 મહારાષ્ટ્રઃ 29 VVIP's ની સુરક્ષામાં ફેરફાર, આદિત્ય ઠાકરેને મળી Z સિક્યોરિટી, સચિનની સુરક્ષામાં ઘટાડો

મુંબઈઃ મહારાષ્ટ્ર (Maharashtra)મા ઘણા વીવીઆઈપી (VVIP's)ની સુરક્ષામાં મોટો ફેરફાર થયો છે. રાજ્ય સરકારે હાઈપ્રોફાઇલ લોકોની સુરક્ષા રિવ્યૂ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જાણકારી પ્રમાણે, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)ના પુત્ર અને શિવસેનાના ધારાસભ્ય આદિત્ય ઠાકરે (Aditya Thackeray) અને અન્ના હજારે (Anna Hazare)ની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જ્યારે પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar)ની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે. 

આદિત્ય ઠાકરેને પહેલા Y+ સુરક્ષા મળી હતી પરંતુ હવે તેની સુરક્ષાને વધારીને Z કરી દેવામાં આવી છે. તો અન્ના હજારીને પણ સુરક્ષાને Y+ થી વધારી Z કરી દેવામાં આવી છે. વાત કરીએ સચિન તેંડુલકરની તો તેની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેને X  શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. 

તો ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ રામ નાઈક (Ram Naik)ની સુરક્ષામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રામ નાઇકને પહેલા Z+ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી હતી. પરંતુ હવે તેને ઘટાડીને X શ્રેણીની કરી દેવામાં આવી છે. 

ભારતીય સેનાના બહાદુર ડોગ માટે તૈયાર કરવામાં આવ્યું બુલેટ પ્રૂફ જેકેટ, મળશે આ આધુનિક સિસ્ટમ

સરકારી વકીલ ઉજ્જવલ નિકમની સુરક્ષાને Z+ થી ઘટાડીને Y કરી દેવામાં આવી છે. આ સિવાય ભાજપના નેતા એકનાથ ખડસેની Y સિક્યોરિટીમાથી એસ્કોર્ટને હટાવી દેવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More