Home> Gujarat
Advertisement
Prev
Next

તીડનુ બીજુ ઝુંડ આવ્યા બાદ તંત્ર સફાળું જાગ્યુ: કલેક્ટર સહિતનાં ઉચ્ચ અધિકારીઓની બેઠક

બનાસકાંઠા જિલ્લાને  છેલ્લા ૧૨ દિવસથી તીડે બાનમાં લીધો છે. તીડના ત્રાસ અને તેના આક્રમણના કારણે પાકનો સફાયો થતાં ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે, ત્યારે હવે સરકાર જાગી છે. વહીવટી તંત્ર કામે લાગ્યું છે, પરંતુ તીડને નિયંત્રણ કરવું હવે મુશ્કેલ બનતાં જિલ્લાકલેકટરે આજે એક સ્થાનિક અને કેન્દ્રના તીડ નિયંત્રણ અધિકારીઓની અગત્યની બેઠક બોલાવી હતી.

તીડનુ બીજુ ઝુંડ આવ્યા બાદ તંત્ર સફાળું જાગ્યુ: કલેક્ટર સહિતનાં ઉચ્ચ અધિકારીઓની બેઠક

અલ્કેશ રાવ/પાલનપુર : બનાસકાંઠા જિલ્લાને  છેલ્લા ૧૨ દિવસથી તીડે બાનમાં લીધો છે. તીડના ત્રાસ અને તેના આક્રમણના કારણે પાકનો સફાયો થતાં ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે, ત્યારે હવે સરકાર જાગી છે. વહીવટી તંત્ર કામે લાગ્યું છે, પરંતુ તીડને નિયંત્રણ કરવું હવે મુશ્કેલ બનતાં જિલ્લાકલેકટરે આજે એક સ્થાનિક અને કેન્દ્રના તીડ નિયંત્રણ અધિકારીઓની અગત્યની બેઠક બોલાવી હતી.

સુરતમાં પ્રેમપ્રકરણમાં હત્યા, લોહીલુહાણ યુવક ભીખ માંગતો રહ્યો પણ કોઇ વ્હારે ન આવ્યું

બનાસકાંઠા કલેકટરે આજે તીડ નિયંત્રણને લઈને એક અગત્યની બેઠક કરી હતી. આ અગત્યની બેઠકમાં કેન્દ્ર સરકાર તીડ વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર સહિત અધિકારીઓ તેમજ રાજ્ય સરકારના અધિકારીઓ હાજર રહ્યા હતા. ખેતીવાડી અધિકારી બાગાયત અધિકારી મામલતદાર અને ટીડીઓ સહિતના અધિકારીઓની અગત્યની બેઠકમાં તીડની પરિસ્થિતિ વિશે ચર્ચા થઈ હતી. જોકે જોઇન્ટ ડાયરેક્ટર તીડ નિયંત્રણ લાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરી રહ્યા છે. જે પ્રકારે કેન્દ્ર સરકારની 11 ટીમો કામે લાગી છે અને રાજ્યની 18 ટિમો તીડ નિયંત્રણને હાથ ધરવા કામે લાગી છે. ત્યારે હવે બનાસકાંઠામાં પણ તીડ આક્રમણને લઈને કેન્દ્ર સરકારે પણ ગંભીર બની છે. જેને લઈને જોઈન્ટ ડાયરેકટરે કહ્યું હતું કે તીડોને જલ્દીથી કાબુમાં લઇ તેના ઉપર દવાનો છંટકાવ કરી નાશ કરાશે.

આગામી 2 દિવસમાં ઠંડીનું જોર વધશે: પારો 3 ડિગ્રી સુધી ગગડશે

બનાસકાંઠા કલેકટરે તીડ કંટ્રોલ માટે બોલાવેલી બેઠક બાદ કહ્યું હતું કે, મામલતદાર ટીડીઓ ખેતીવાડી અધિકારી સહિતના અધિકારીઓને ગામલોકોને તીડ કંટ્રોલમાં લાવવાની જાગૃતિ લાવવા માટે સૂચના અપાઇ છે. લોકોને જાગૃત કરવા અને તીડ કયા પ્રકારે નિયંત્રણમાં આવે તેના માટે તીડના લોકેશન સહિત દવા છંટકાવની કામગીરી અને નિયંત્રણ માટેના તમામ પ્રયાસો હાથ ધરવાના અધિકારીઓને આદેશ અપાયા છે, ત્યારે રાજસ્થાનના  જેસલમેરના રણમાંથી એક મોટું ઝૂંડ થરાદ આવી પહોંચ્યું છે. આ જથ્થાને નિયંત્રણ કરવા માટે અત્યારે તો સમગ્ર તંત્ર કામે લાગ્યું છે. બનાસકાંઠાને તીડ બાનમાં લીધું છે ત્યારે છેલ્લા ૧૨ દિવસથી બનાસકાંઠાના ખેડૂતોને પાકનો સફાયો કરી રહ્યા છે. ત્યારે હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર જાગી છે. વહીવટીતંત્રએ એક અગત્યની બેઠક બોલાવીને તીડ નિયંત્રણને કંટ્રોલ કરવા માટેની કવાયત હાથ ધરી છે,  ત્યારે જોવાનું એ રહ્યું કે જિલ્લાના ખેડૂતોને ક્યારે તીડના ત્રાસ માંથી છુટકારો મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More