Home> India
Advertisement
Prev
Next

2019માં પ્રણવ મુખરજી વડાપ્રધાન બનવા ઈચ્છશે?

શિવસેનાએ નવો વિવાદ છેડ્યો છે. મુખપત્ર સામનામાં કહેવાયુ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) 2019માં થનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમત ન મળે તો તેવી સ્થિતિમાં મુખ્યમંત્રી પદ માટે ભાજપ પ્રણવ મુખરજીનું નામ આગળ ધરી શકે છે.

2019માં પ્રણવ મુખરજી વડાપ્રધાન બનવા ઈચ્છશે?

મુંબઈ: શિવસેનાએ નવો વિવાદ છેડ્યો છે. મુખપત્ર સામનામાં કહેવાયુ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) 2019માં થનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમત ન મળે તો તેવી સ્થિતિમાં મુખ્યમંત્રી પદ માટે ભાજપ પ્રણવ મુખરજીનું નામ આગળ ધરી શકે છે. જો આમ બને તો વિપક્ષી પાર્ટીઓ ખાસ કરીને કોંગ્રેસ સામે હોબાળાવાળા હાલત સર્જાઈ શકે છે. સામનામાં શિવસેનાએ કહ્યું છે કે આરએસએસ તૃષ્ટિકરણના રસ્તે છે. તેણે આરોપ લગાવ્યો છે કે તેમણે ક્યારેય શિવસેના પ્રમુખ બાળ ઠાકરેને સંઘ હેડક્વાર્ટર બોલાવ્યાં નથી, પરંતુ મુસ્લિમો માટે ઈફ્તાર પાર્ટીનું આયોજન કરી રહ્યાં છે.

શિવસેનાએ કહ્યું છે કે આરએસએસએ કોંગ્રેસના ખાંટૂ નેતાને પોતાના હેડક્વાર્ટર બોલાવીને સંદેશ આપ્યો છે કે 2019ની સામાન્ય ચૂંટણીને લઈને ભાજપની રણનીતિ શું છે. જો ત્રિશંકુ લોકસભાના હાલાત ઊભા થશે તો પ્રણવ મુખરજીનો ચહેરો આગળ ધરી દેવામાં આવશે, જે સર્વસામાન્ય નેતા સાબિત થઈ શકે છે.

અહીં એ નોંધ લેવા જેવી બાબત છે કે ભારતના ઈતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી કે કોઈ પૂર્વ રાષ્ટ્રપતિએ વડાપ્રધાન બનવાની ઈચ્છા વ્યક્ત કરી હોય. જો કે બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી કે પૂર્વ રાષ્ટ્રપતિ વડાપ્રધાન બની શકે નહીં. વડાપ્રધાન બનવા માટે લોકસભા કે રાજ્યસભાની સદસ્યતા જરૂરી હોય છે.

ઉદ્ધવે અમિત શાહ ઉપર સાધ્યું નિશાન
અત્રે જણાવવાનું કે નારાજ સહયોગી પાર્ટી શિવસેનાને મનાવવાના પ્રયત્ન હેઠળ ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી. તેના એક દિવસ બાદ શિવસેના પ્રમુખે કહ્યું કે અત્યારે જે પણ થઈ રહ્યું છે તે બધુ નાટક છે. મુંબઈ પાસે પાલઘરમાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધતા ઠાકરેએ કહ્યું કે 'હાલ જે પણ થઈ રહ્યું છે તે બધુ નાટક છે.' ઉલ્લેખનીય છે કે પાલઘર લોકસભા સીટ માટે હાલમાં થયેલી પેટાચૂંટણીમાં શિવસેના ઉમેદવાર ભાજપના ઉમેદવાર સામે હારી ગયો હતો.

ઉદ્ધવ ઠાકરેએ એવો પણ દાવો કર્યો હતો કે હારનો સામનો કરનારા શિવસેનાના ઉમેદવાર શ્રીનિવાસ વાનગાએ ભાજપને ડરાવી દીધો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More