Home> Entertainment
Advertisement
Prev
Next

હિન્દી ફિલ્મો એટલે બુબ્સ અને હિપ્સ...હિરોઇને કર્યો ધડાકો

હિરોઇનના આ નિવેદન પછી સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા ચાલી છે

હિન્દી ફિલ્મો એટલે બુબ્સ અને હિપ્સ...હિરોઇને કર્યો ધડાકો

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા 'ક્વોન્ટિકો'ની અસરમાંથી હજી સંપૂર્ણપણે બહાર નથી આવી અને એ ફરીથી વિવાદમાં ફસાઈ ગઈ છે. જોકે હાલમાં પ્રિયંકાએ મીડિયા સાથે વાતચીત કરતી વખતે બોલિવૂડ વિશે અણછાજતી ટિપ્પણી કરી છે જેને લોકોએ શરમજનક ગણાવી છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક જર્નાલિસ્ટને પ્રિયંકા કહે છે કે, 'ઇ્ન્ડિયન ફિલ્મ્સ ઇઝ ઓલ અબાઉટ હિપ્સ એન્ડ બુબ્સ'. પ્રિયંકાના આ નિવેદન પછી લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. 

 

Priyanka Chopra making fun of bollywood and Indian actrsses?? #rvcjmovies #rvcjinsta

A post shared by RVCJ Movies (@rvcjmovies) on

લોકોએ પ્રિયંકાના આ નિવેદનને શરમજનક ગણાવ્યું છે અને પ્રિયંકાને કહ્યું છે કે તે બોલિવૂડના કારણે ફેમસ થઈ છે, હોલિવૂડના કારણે નહીં. પ્રિયંકાના આ નિવેદનથી બોલિવૂડની અભિનેત્રીઓને બહુ દુખ થઈ શકે છે. આ પહેલાં પ્રિયંકા હોલિવૂડના ટીવી શો 'ક્વોન્ટિકો'ના એક એપિસોડમાં ભારતીય રાષ્ટ્રવાદીઓને આતંકી કહેવાના લીધે ટ્રોલ થઈ હતી. 

VIDEO : રિલીઝ થયું 'સંજૂ'નું નવું ગીત, દિલ જીતી લેશે રણબીર

પ્રિયંકા ચોપરા પોતાના હોલિવૂડ શો ક્વાન્ટિકોની સીઝન 3ના એક એપિસોડને લઈને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થઈ રહી છે. શોના એક એપિસોડમાં ભારતીય રાષ્ટ્રવાદીઓને આતંકી ગણાવવામાં આવ્યાં હતાં અને ત્યારબાદથી પ્રિયંકાએ સતત સોશિયલ મીડિયા પર આલોચનાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે હવે ક્વાન્ટિકોના નિર્માતાઓએ માફી માંગી લીધી છે. એબીસી નેટવર્કે આ માફી ક્વાન્ટિકોના એ એપિસોડ બદલ માંગી જેમાં આતંકી હુમલા પાછળ ભારતીય રાષ્ટ્રવાદીઓનો હાથ હોવાની વાત કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More