Home> India
Advertisement
Prev
Next

બાલાકોટમાં ફરીથી આતંકીઓ સક્રિય, 500 આતંકવાદીઓ ઘૂસણખોરીની ફિરાકમાં: સેના પ્રમુખ 

સેના પ્રમુખ (Army Chief) જનરલ બિપિન રાવતે (Bipin Rawat) મોટું નિવેદન આપ્યું છે. આર્મી ચીફે કહ્યું કે બાલાકોટમાં આતંકીઓ ફરીથી સક્રિય થઈ ગયા છે.

બાલાકોટમાં ફરીથી આતંકીઓ સક્રિય, 500 આતંકવાદીઓ ઘૂસણખોરીની ફિરાકમાં: સેના પ્રમુખ 

નવી દિલ્હી: સેના પ્રમુખ (Army Chief) જનરલ બિપિન રાવતે (Bipin Rawat) મોટું નિવેદન આપ્યું છે. આર્મી ચીફે કહ્યું કે બાલાકોટમાં આતંકીઓ ફરીથી સક્રિય થઈ ગયા છે. અત્રે જણાવવાનું કે પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ 40 જેટલા સીઆરપીએફના જવાનોની શહાદતનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં આતંકવાદી શિબિરો પર એર સ્ટ્રાઈક કરી હતી. 

સેના પ્રમુખે કહ્યું કે તમે એવું કેમ વિચારો છો કે ફરીથી એવી જ કાર્યવાહી (Air Strike) થશે. સરહદપારના લોકોને પણ એ વિચારવા દો કે આપણે શું કરવા જઈ રહ્યાં છીએ. તેમણે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓની ઘૂસણખોરી માટે યુદ્ધવિરામનો ભંગ કર્યા કરે છે. અમે સંઘર્ષવિરામના ભંગને કેવી રીતે પહોંચી વળવું તે જાણીએ છીએ. અમારા સૈનિકોને ખબર છે કે કઈ રીતે કાર્યવાહી કરવાની છે. અમે સતર્ક છીએ અને એ સુનિશ્ચિત કરીશું કે ઘૂસણખોરીને નિષ્ફળ કરાય. સેના પ્રમુખે કહ્યું કે ઓછામાં ઓછા 500 આતંકીઓ ઘૂસણખોરીની ફિરાકમાં છે. 

જુઓ LIVE TV

આર્મી ચીફે કહ્યું કે કાશ્મીર ઘાટીમાં આતંકીઓ અને પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓ વચ્ચે કોમ્યુનિકેશન બંધ છે પરંતુ વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે સંપર્ક બનેલો છે. 

સરહદો પર નિવેદન આપતા તેમણે કહ્યું કે આપણા ઉત્તર અને પશ્ચિમમાં જે દેશો છે તેમની સાથેના સંબંધો બહુ સારા નથી, ખાસ કરીને પશ્ચિમ ક્ષેત્રમાં. એ જરૂરી છે કે આપણી સેનામાં જે નેતૃત્વ હોય તે આપણી સેનાનું નેતૃત્વ કરવા માટે કાબિલ હોય. તેમનામાં જોશ અને જુસ્સો હોવો જરૂરી છે. જંગમાં કોઈ રનર નથી હોતું ફક્ત જીત દેખાય છે. આપણને ફોલો મી વાળા લોકોને જરૂર છે. પરાજયને કોઈ પૂછતું નથી. યુદ્ધમાં ફક્ત વિજયને જ યાદ રખાય છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More