Home> India
Advertisement
Prev
Next

મમતા બેનર્જીના ઈશારે કોલકાતા રોડ શોમાં હિંસા થઈ: અમિત શાહ

કોલકાતામાં  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે રોડ શો દરમિયાન થયેલી  હિંસા પર પ્રતિક્રિયા આપી છે. શાહે આ હિંસા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જવાબદાર ઠેરવ્યા છે. શાહે ઝી ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન કહ્યું કે ભાજપના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો છે. 

મમતા બેનર્જીના ઈશારે કોલકાતા રોડ શોમાં હિંસા થઈ: અમિત શાહ

કોલકાતા: કોલકાતામાં  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે રોડ શો દરમિયાન થયેલી  હિંસા પર પ્રતિક્રિયા આપી છે. શાહે આ હિંસા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જવાબદાર ઠેરવ્યા છે. શાહે ઝી ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન કહ્યું કે ભાજપના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો છે. 

શાહે કહ્યું કે, "હારના ડરથી મમતાએ હિંસા કરાવી. મમતાએ હિંસાની કિંમત ચૂકવવી પડશે. રોડ શોમાં મમતાએ શાંતિનો ભંગ કર્યો. ષડયંત્ર વગર હુમલો  થઈ શકે નહીં. મમતા હારના ડરથી હતાશ થઈ ગયા છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે આંખ-કાન બંધ કરી લીધા છે. ચૂંટણી પંચ મૂક દર્શક બનીને બેઠું છે. હિસ્ટ્રી શીટર  ખુલ્લે આમ ઘૂમી રહ્યાં છે."

ચૂંટણી પંચને ફરિયાદ કરશે ભાજપ
બંગાળ ભાજપ પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે ભાજપ ચૂંટણી પંચને આ હિંસાની ફરિયાદ કરશે. નિર્મલા સીતારમણ, અનિલ બલૂની, મુખ્તાર અબ્બાસ નકવી દિલ્હી ખાતે ચૂંટણી પંચને ફરિયાદ કરશે. હિંસા બે વાર થઈ. રોડ શો દરમિયાન એબીવીપી અને ટીએમસી છાત્ર પરિષદ વચ્ચે મારપીટ અને પથ્થરબાજી થઈ. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો. 

રોડ શો દરમિયાન કેટલાક સ્થળો પર આગચંપીના પણ અહેવાલ છે. પશ્ચિમ બંગાળ ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે બંગાળમાં મમતા બેનર્જીને પોતાની હાર દેખાઈ રહી છે. ભાજપનું કહેવું છે કે હારના ડરથી ટીએમસી હિંસાનો આશરો લઈ રહી છે. ભાજપે કહ્યું કે મમતા હારથી બચવા માટે છેલ્લી કોશિશ કરી રહ્યાં છે. 

જુઓ LIVE TV

ભાજપનું કહેવું છે કે મમતાના ષડયંત્રને પૂરું થવા દઈશું નહીં. મમતા ગમે તે કરી લે, બંગાળ નહીં જીતી શકે. રોડ શો દરમિયાન કેટલાક લોકોએ પથ્થરો ફેંક્યા. ભાજપનો આરોપ છે કે રોડ શો દરમિયાન ચાર હુમલા કરાયા.

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More