Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: મેમનગર વિસ્તારમાંથી મહિલા તલાટી 4 હજારની લાંચ લેતા ઝડપાયા

શહેરના મેમનગર વિસ્તારમાંથી ગુજરાત એસીબીની ટીમે તલાટી શિતલ વેગડાને 4000 રૂપિયાની લાચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે. એસીબીની મળેલી બાતમીના આધારે વોચ ગોઠવીને એસીબીએ મહિલા તલાટીને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે. એસીબીએ તેમના દ્વારા માગવામાં આવેલી લાંચની રકમ સાથે મહિલા તલાટીની અટકાયત કરી છે. 

અમદાવાદ: મેમનગર વિસ્તારમાંથી મહિલા તલાટી 4 હજારની લાંચ લેતા ઝડપાયા

ઉદય રંજન/અમદાવાદ: શહેરના મેમનગર વિસ્તારમાંથી ગુજરાત એસીબીની ટીમે તલાટી શિતલ વેગડાને 4000 રૂપિયાની લાચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે. એસીબીની મળેલી બાતમીના આધારે વોચ ગોઠવીને એસીબીએ મહિલા તલાટીને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે. એસીબીએ તેમના દ્વારા માગવામાં આવેલી લાંચની રકમ સાથે મહિલા તલાટીની અટકાયત કરી છે. 

મળી રહેલી માહિતી મુજબ એક વ્યક્તિએ તેના પિતાનું અવસાન થતા વારસાઇ અંગેનું પ્રામાણ પત્ર લેવા માટે મેમનગર તલાટીનો સંપર્ક કર્યો હતો. મેમનગર મહિલા રેવન્યું તલાટીએ વારસાઇ સર્ટીફિકેટ માટે યુવક પાસેથી રૂપિયા 4000ની લાંચ માગી હતી. યુવકે આ અંગે એસીબીનો સપર્ક કર્યો અને એસબીએ છટકુ ગોઠવીને મહિલા તલાટીને 4 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે.

સુરત પોલીસ કમીશ્નરનું જાહેરનામું, હવે જાહેરમાં બર્થ-ડેના સેલિબ્રેશન પર પ્રતિબંધ

અમદાવાદના મેમનગર વિસ્તારમાં અમદાવાદ એસીબીના પીઆઇએ છટકુ ગોઠવીને મેમનગરમાં મહિલા તલાટી શીતલ તુષારભાઇ વેગડાને વરસાઇ સર્ટીફિકેટ માટે લાંચ લેવા બાબાતે રંગે હાથે ઝડપી લીધા છે. એસીબીની ટીમે તેમની અટકાય કરી છે અને બીજા કોઇ અન્ય વ્યક્તિ પાસે લાંચની માગણી કરી છે કે નહિ તે અંગેની તપાસ શરૂ કરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More