Home> India
Advertisement
Prev
Next

CDS Appointment Rules: સૈન્ય પ્રમુખોથી એક રેન્ક નીચેના અધિકારી પણ બની શકશે CDS, નિયમોમાં થયો ફેરફાર

એરફોર્સ દ્વારા જાહેર નોટિફિકેશન પ્રમાણે સરકાર તે માટે એર માર્શલ કે એર ચીફ માર્શલના રૂપમાં તૈનાત કોઈપણ ઓફિસર પર વિચાર કરી શકે છે. આ સિવાય આ રેન્કથી નિવૃત્ત થયેલા અધિકારીને પણ આ પદ સોંપવામાં આવી શકે છે. 

CDS Appointment Rules: સૈન્ય પ્રમુખોથી એક રેન્ક નીચેના અધિકારી પણ બની શકશે CDS, નિયમોમાં થયો ફેરફાર

નવી દિલ્હીઃ દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના નિધન બાદ આ પોસ્ટ ખાલી પડી છે. પરંતુ સરકારે નવા સીડીએસની નિમણૂક કરવાની તૈયારી હવે શરૂ કરી દીધી છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક સંબંધિત ત્રણેય સૈન્ય દળોના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે હેઠળ ત્રણેય સેનાઓમાં 62 વર્ષથી ઓછી ઉંમરના લેફ્ટિનેન્ટ જનરલ કે જનરલ સ્તરના સેવારત કે સેવાનિવૃત્ત અધિકારીને સીડીએસ બનાવી શકાય છે. 

સરકારે સીડીએસની પસંદગી કરવાના વર્તુળને વ્યાપક કરતા હવે સેવારત કે નિવૃત્ત થઈ ચુકેલા વાઇસ એડમિરલ અને એર માર્શલને પણ સિલેક્શન પૂલમાં સામેલ કરી લીધા છે. નવા નિયમથી નિવૃત્ત થઈ ચુકેલા આર્મી ચીફ, નેવી ચીફ અને એર ચીફ સીડીએસ બનવાની રેસમાંથી લગભગ બહાર થઈ જશે કારણ કે હવે તે શરત જોડવામાં આવી છે કે નિમણૂંક સમયે 62 વર્ષથી ઓછી ઉંમર હોવી જોઈએ. ત્રણેય સેના પ્રમુખોનો કાર્યકાળ ત્રણ વર્ષનો હોય છે પરંતુ જો તે તેની પહેલાં 62 વર્ષના થઈ જાય તો તેણે સેવાનિવૃત્ત થવું પડે છે. 

આ પણ વાંચોઃ Prophet Muhammad Remark: નૂપુર શર્માને આ આતંકી સંગઠને આપી ધમકી, ટેલીગ્રામ પર જાહેર કર્યું પોસ્ટર  

સરકારે સેવારત અને નિવૃત્ત લેફ્ટિનેન્ટ જનરલ, એર માર્શલ અને વાઇસ એડમિરલને સીડીએસની રેસમાં સામેલ કરવા માટે ત્રણ સૈન્ય દળોના કાયદામાં ફેરફાર માટે અલગ-અલગ નોટિફિકેશન જાહેર કર્યાં હતા. એરફોર્સ એક્ટ 1950માં સંશોધનના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું કે લોકહિત માટે જરૂરી થવા પર કેન્દ્ર સરકાર સેવારત એર માર્શલ કે એર ચીફ માર્શલ કે પછી આ પદોથી નિવૃત્ત થવા પર નિમણૂક સમયે 62 વર્ષ ન થયેલા અધિકારીને સીડીએસ બનાવી શકે છે. તેમાં આગળ કહેવામાં આવ્યું કે નિમણૂક થનાર અધિકારી વધુમાં વધુ 65 વર્ષની ઉંમર સુધી પોતાના પદ પર રહી શકે છે. આવું નોટિફિકેશન આર્મી એક્ટ 1950 અને નવી એક્ટ 1957માં ફેરફાર માટે પણ જાહેર કરવામાં આવ્યું છે. 

દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત હતા. પાછલા વર્ષે 8 ડિસેમ્બરે કુનૂર નજીક એક હેલીકોપ્ટર ક્રેશમાં રાવત અને તેમની પત્નીનું નિધન થયું હતું. જનરલ રાવતનું નિધન ભારતીય સેનામાં થઈ રહેલાં મહત્વના સુધારા માટે એક ઝટકો માનવામાં આવે છે. તેમના નિધન બાદ દેશમાં નવા સીડીએસની નિમણૂંક થઈ શકી નથી. પરંતુ રક્ષા મંત્રાલયના નોટિફિકેશન બાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે દેશને જલદી નવા સીડીએસ મળી શકે છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More