Home> Business
Advertisement
Prev
Next

Bank Hike Interest Rates: RBI ની જાહેરાત પહેલા 3 મોટી બેંકોએ વધાર્યા વ્યાજ દર, રેપો રેટમાં પણ થઈ શકે છે વધારો

Bank Hike Interest Rates: સોમવારથી રિઝર્વ બેંકની 3 દિવસીય નાણાકીય સમીક્ષા ચાલી રહી છે. આ બેઠક પર તમામની નજર જોવા મળી રહી છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આરબીઆઇની આ બેઠકમાં રેપો રેટમાં 35 થી 40 બેઝિક પોઈન્ટનો વધારો કરવામાં આવી શકે છે.

Bank Hike Interest Rates: RBI ની જાહેરાત પહેલા 3 મોટી બેંકોએ વધાર્યા વ્યાજ દર, રેપો રેટમાં પણ થઈ શકે છે વધારો

Bank Hike Interest Rates: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ સમિતિની બેઠક સોમવારથી ચાલી રહી છે. જો કે, બુધવારે આ બેઠકના પરિણામો સામે આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં ફરી એકવાર રેપો રેટને વધારવામાં આવી શકે છે. ત્યારે રિઝર્વ બેંકની જાહેરાત પહેલા જ 3 મોટી બેંકોએ વ્યાજ દરમાં વધારો કર્યો છે. એટલે કે હવે તમારા પર EMI નો પણ બોજો વધી જશે.

આ સમયે રિઝર્વ બેંકની ત્રણ દિવસીય બેઠક ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠક બાદ રિઝર્વ બેંક રેપો રેટ વધારવાની જાહેરાત કરી શકે છે. આ અંદેશામાં કેટલીક બેંકોએ પહેલાથી જ વ્યાજ દર વધારવા લાગી છે. રિઝર્વ બેંકની બેઠકના પરિણામ બુધવારે સામે આવશે, પરંતુ તે પહેલા જ ત્રણ બેંકોએ આજે મંગળવારથી વ્યાદ દરમાં વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં આરબીઆઇની કટોકટી બેઠકમાં રેપો રેટ વધારવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ એક પછી એક તમામ બેંકોએ વ્યાજ દરમાં વધારો કર્યો હતો.

શું 'ટાઈગર 3' માં સલમાન ખાનની જગ્યાએ જોવા મળશે આ એક્ટર?, ઇમરાન હાશમીનો પણ ખાસ રોલ

અત્યારે કેનેરા બેંક, એચડીએફસી બેંક અને કરૂર વૈશ્ય બેંકે પોતાના વ્યાજ દરમાં વધારો કર્યો છે. કેનેરા બેંક તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, નવા વ્યાજ દર 7 જુનથી લાગુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેનેરા બેંકે માર્જિન કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ્સમાં પણ 0.05 ટકાનો વધારો કર્યો છે. કરૂર વૈશ્ય બેંકે બેંચમાર્ક પ્રાઈમ લેન્ડિંગ રેટ્સને 0.40 ટકા વધાર્યો છે. જ્યારે એચડીએફસી એ પણ તેમના MCLR માં 0.35 ટકાનો વધારો કર્યો છે.

કેનેરા બેંક તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, બેંકે એક વર્ષના દેવા માચે MCLR ને 0.05 ટકા વધારી 7.40 ટકા, 6 મહિના માટે આ રેનેત 7.30 ટકાથી વધારી 7.35 ટકા કર્યો છે. બીજી તરફ ખાનગી ક્ષેત્રની કરૂર વૈશ્ય બેંકે BPLR ને 0.40 ટકા વધારી 13.75 ટકા અને બેઝિક પોઈન્ટને 0.40 ટકા વધારી 8.75 ટકા કરવામાં આવ્યા છે.

ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે આ છે અકસીર ઇલાજ, આજે જ ડાયટમાં કરો સામેલ

ખાનગી ક્ષેત્રની મોટી બેંક એચડીએફસીએ લોન માટે તેમના MCLR ને 7.15 ટકાથી વધારી 7.50 ટકા કરવામાં આવ્યો છે. તેના અંતર્ગત એક મહિના દેવાના વ્યાજ દરને 7.20 ટકાથી વધારી 7.55 ટકા કરી દીધો છે. આ વધારા બાદ 3 મહિનાના દેવા માટે 7.60 ટકા અને 6 મહિનાના દેવા માટે MCLR 7.70 ટકા કરી દેવામાં આવ્યો છે. જ્યારે એક વર્ષ માટે 7.85 ટકા કરવામાં આવ્યા છે. ત્યારે બે વર્ષ માટે 7.95 ટકા અને ત્રણ વર્ષ માટે 8.05 ટકા રેટથી વ્યાજ આપવું પડશે.

સોમવારથી રિઝર્વ બેંકની 3 દિવસીય નાણાકીય સમીક્ષા ચાલી રહી છે. આ બેઠક પર તમામની નજર જોવા મળી રહી છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આરબીઆઇની આ બેઠકમાં રેપો રેટમાં 35 થી 40 બેઝિક પોઈન્ટનો વધારો કરવામાં આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More