Home> Health
Advertisement
Prev
Next

ડાયાબિટીસ માટે યોગ: શુગર લેવલ કંટ્રોલમાં રાખવા માટે કરો આ ખાસ 5 આસન

જો તમે ડાયાબિટિસથી પીડિત છો તો સ્વાદુપિંડ માટે આસન ખુબજ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સ્વાદુપિંડ એ પેટની નજીકનું એક અંગ છે જે શરીરમાં શુગર લેવેલ કંટ્રોલ કરે છે. યોગ શરીરમાં ઇન્સુલિનના કામકાજમાં પણ સુધારો કરે છે.

ડાયાબિટીસ માટે યોગ: શુગર લેવલ કંટ્રોલમાં રાખવા માટે કરો આ ખાસ 5 આસન

નવી દિલ્હી: યોગમાં આસન તરીકે કરવામાં આવતી શારીરિક કસરત તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પાડે છે. જો તમે ડાયાબિટિસથી પીડિત છો તો સ્વાદુપિંડ માટે આસન ખુબજ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સ્વાદુપિંડ એ પેટની નજીકનું એક અંગ છે જે શરીરમાં શુગર લેવેલ કંટ્રોલ કરે છે. યોગ શરીરમાં ઇન્સુલિનના કામકાજમાં પણ સુધારો કરે છે.

ડાયાબિટીસને બે પ્રકારમાં વહેચવામાં આવ્યો છે
ટાઈપ 1 ડાયાબિટીસમાં શરીર ઇન્સુલિનનું ઉત્પાદન કરતું નથી.
ટાઈપ 2 ડાયાબિટીસમાં શરીર યોગ્ય પ્રમાણમાં ઇન્સુલિનનું ઉત્પાદન કરતું નથી.

ચોક્કસ યોગ આસન કરવાથી શરીર ખેંચાય છે અને વિવિધ આકારોમાં વળે છે. જ્યારે આ શરીરના લમ્બર અને થોરાસિક ક્ષેત્રમાં કરવામાં આવે છે, તો તેનો સ્વાદુપિંડ પર સીધો પ્રભાવ પડે છે. તે ઇન્સુલિનના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે અને બ્લડ શુગરના સ્તરને ઓછું કરે છે. નિયમિત રીતે યોગનો અભ્યાસ કરવાથી અંત:સ્ત્રાવી પ્રણાલીની કાર્યક્ષમતામાં પણ સુધારો થયા છે.

માર્જારિયાસન
ઉર્ધ્વ મુખી માર્જરી આસન

સૌ પહેલા ઘુંટણીએ બેસો અને ત્યારબાદ હથેળીઓને ખભાની સમાંતર જમીન પર રાખો.
ઊંડા શ્વાસ લો, પોતાની કમરને અંદરની તરફ દબાવો અને ઉપર જુઓ. આ મુદ્રામાં 3 સેકંડ માટે રહો

અધો મુખી માર્જરી આસન
શ્વાસ છોડો, કમરને ઉપર ઉઠાવો અને પેટ અંદર તરફ સંકોચો.
હવે તમે ઉપર તરફ જોતા નથી પરંતુ માથું નમાવીને તમારા નાભિ ક્ષેત્ર પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. આ મુદ્રામાં 3 સેકંડ સુધી રહો.

પશ્ચિમોત્તાનાસન
સૌ પ્રથમ પહેલા ચત્તા સૂઈ જાઓ અને હાથને માથા તરફ લંબાઈ રાખો. બંને પગ ભેગા રાખવા.
ત્યારબાદ બંને હાથ સીધા રાખી માથું અને હાથ બંને ઉપર તરફ લઈ જઈ કાટખૂણે બેસી જવું.
આ દરમિયાન પગ ટટ્ટાર રાખવા અને ઘૂંટણના ભાગથી વળવા જોઈએ નહીં.
ત્યારબાદ તમારા શરીરને આગળની તરફ ઝુકાવો અને તમારા હાથની આગંળીઓથી તમારા પગની આંગળીઓને પકડો અને તમારું માથું ઘૂંટણ તરફ નીચે નમાવો.
આ દરમિયાન તમારા બંન હાથની કોણી જમીનને સ્પર્શ કરવી જોઇએ.

આ લોકો ન કરે આસન
ગર્ભવતી મહિલાઓએ પશ્ચિમોત્તાનાસન ન કરવું.
સ્લિપ ડિસ્ક કટિસ્નાયુશૂલ અથવા અસ્થમાથી પીડિત દર્દીઓએ પશ્ચિમોત્તાનાસનથી દૂર રહેવું.
અલ્સરના દર્દીઓએ આ આસનનો અભ્યાસ ન કરવો.

અધોમુખ સવાસન - ડાઉનવર્ડ ડોગ
સૌ પ્રથમ મેટ પર ખભાની સમાંતર હાથ અને હિપ્સની સમાંતર ઘૂંટણ રાથી ઉભેલા શ્વાન જેવો આકાર બનાવો.
ત્યારબાદ તમારા હિપ્સને ઉપર તરફ લઇ જાઓ અને ઘૂંટણ અને કોણીઓને એકદમ સીધા કરી તમારા શરીરને ઉંધો વી આકાર આપો.
જોક, આ દરમિયાન તમારા ખભાના સમાંતર અંતરથી થોડા દૂર હાથ રાખો. ત્યારબાદ તમારો ચહેરો નિચે તરફ લઈ જઈ તમારી આંખોને તમારા પગના અંગુઠા પર કેન્દ્રીત કરો.

આ લોકો ન કરે આસન
જો તમને કાર્પલ ટનલ સિંડ્રોમ અથવા ઝાડથી પીડિત છો તો આ આસન ન કરો.
ગર્ભાવસ્થા બાદના તબક્કા દરમિયાન આ આસન ન કરવું.
હાઈ બ્લડ પ્રેશર અથવા માથાનો દુખાવો કિસ્સામાં ધીમી ગતીથી કરો.
હાથ, હિપ્સ, ખભા અને પીઠના ભાગમાં ઇજા થઈ હોય તો આ કિસ્સામાં આસન ન કરવું.

બાલાસન
બાલાસન કરવા માટે સૌથી પહેલા વજ્રાસનની સ્થિતિમાં બેસી જાઓ
હવે બંને હાથને આગળ તરફ કરો અને માથું જેટલું બંને એટલું નીચે તરફ ઝૂકાવો.
તમારા હાથોને માથા પાસે રાખી આગળની તરફ સીધા રાખો અને હથેળીઓને જમીન પર સ્પર્શ કરાવો.

મંડુકાસન
સૌ પ્રથમ વજ્રાસનમાં બેસી જાઓ. ત્યારબાદ તમારે બંને હાથની હથેળીઓને એક બીજા ઉપર રાખી નાભી સુધી લઈ જાઓ.
કમર ઉપરના ભાગથી આગળ તરફ ઝૂકો. હવે આ સ્થિતિ એકદમ એવી હશે કે તમારા ઘૂંટણ જમીન અને કમર ઉપરની તરફ અને પગ પાછળની તરફ.
હવે તમારે તમારી છાતીને જાંઘ સુધી લઈ જવાની છે અને થોડી વાર આ સ્થિતિમાં રહો.

આ લોકો ન કરે આસન
ગર્ભવતી મહિલાઓ આ આસન ન કરે.
જો ઘૂંટણમાં દુખાવો થતો હોય અથવા તાજેતરમાં પગના ઘૂંટણ/લિગામેન્ટમાં ઇજા થઈ હોય અથવા સર્જરી થઈ હોય તો આ લોકોએ આસન ન કરવું જોઇએ.
અલ્સરની સમસ્યા હોય તો આસન કરવાનું ટાળવું જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More