Home> Health
Advertisement
Prev
Next

કીવી ખાવાથી શરીરને મળે છે જોરદાર ફાયદા, અનેક રોગો થશે દૂર, જાણો ક્યારે અને કેવી રીતે સેવન કરવું?

કીવીનું સેવન કરવાથી તમને સ્વાસ્થ્યના ઘણા ફાયદા થાય છે. ચાલો અમે તમને જણાવીએ કે તમારે કયાં સમયે કીવી ખાવાથી વધુ ફાયદો થશે.?
 

કીવી ખાવાથી શરીરને મળે છે જોરદાર ફાયદા, અનેક રોગો થશે દૂર, જાણો ક્યારે અને કેવી રીતે સેવન કરવું?

નવી દિલ્હીઃ ફળોનું સેવન આપણા માટે ખુબ ફાયદાકારક છે. ન્યૂટ્રિએન્ટ્સથી ભરપૂર ફળ આપણા સ્વાસ્થ્યને સારૂ બનાવે છે. કેટલાક એવા ફળ હોય છે જે ગુણોની ખાસ હોય છે એટલે કે તેમાં ઘણા પોષક તત્વો હોય છે. આ ફળોમાંથી એક છે કીવી, સ્વાદમાં ખાટા-મીઠ્ઠા લાગનાર આ ફળની લોકપ્રિયતા દિવસે-દિવસે વધી રહી છે. આ ફળની સૌથી ખાસ વાત છે કે તમે તેનું સેવન છાલની સાથે કે છાલ વગર કરી શકો છો. તેનો ખાટો-મીઠ્ઠો સ્વાદ લોકોને ખુબ પસંદ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તેના સેવનથી ઘણી બીમારીઓ દૂર રહે છે. આજે અમે તમને કીવી ખાવાના ફાયદા જણાવી રહ્યાં છીએ.

પોષક તત્વોથી ભરપૂર છે કીવી
કીવીમાં પોટેશિયમ, ફાઇબર, વિટામિન સી, ફોલિક એસિડ, વિટામિન ઈ અને પોલીફેનોલ્સ ભરપૂર માત્રામાં હોય છે. સાથે કીવીમાં કેલેરી ખુબ ઓછી માત્રામાં હોય છે, તેથી વજન ઘટાડવા માટે પણ આ ફળ અમૃત સમાન છે. 

આ મુશ્કેલીમાં ફાયદાકારક છે કીવી
આંખની રોશની વધારેઃ શું તમે જાણો છો કે કીવી આંખોની રોશની વધારવા માટે ફાયદાકારક છે. તેનું સેવન કરી તમે આંખની રોશની વધારી શકો છો.

આ પણ વાંચોઃ RO Water: એકદમ ચોખ્ખું પાણી શું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક? જાણો શું કહે છે એક્સપર્ટ

ઇમ્યુનિટી મજબૂત બનાવેઃ જે લોકોની ઇમ્યુનિટી નબળી હોય છે, તે લોકોમાં સીઝન બીમારીઓ તુરંત આવે છે. તેવામાં તમારી ઇમ્યુનિટી વધારવા માટે કીવીનું સેવન કરો. તેમાં રહેલું વિટામિન સી તમારી નબળી ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. તેથી કીવીનું સેવન તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે. 

તાવમાં ફાયદાકારક: એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન સી, પોટેશિયમ અને ફાઇબર જેવા પોષક તત્વોથી ભરપૂર કીવી તાવમાં ખુબ લાભકારી હોય છે, જો તમે ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યા છો તો કીવીનું સેવન કરો. હકીકતમાં ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ખુબ ઝડપથી ઘટવા લાગે છે, જેમાં કીવી આ પ્લેટલેટ્સને વધારવામાં મદદ કરે છે. 

હૃદય માટે સ્વસ્થ્યપ્રદઃ કીવીનું સેવન કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારૂ થાય છે. તેમાં રહેલ ફાઇબર અને પોટેશિયમ બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે અને ધમનીઓને મજબૂત બનાવવાનું કામ કરે છે. 

આ પણ વાંચોઃ Health Tips: ઉનાળામાં લીંબુ પાણી પીતાં પહેલાં જાણી લેજો તેના નુકસાન, જઇ શકે છે જીવ

કબજીયાત કરે દૂરઃ જો તમે કબજીયાતથી પરેશાન છો તો દરરોજ 2-3 કીવીનું સેવન કરો. હકીકતમાં કબજીયાતની સમસ્યાને દૂર કરવામાં કીવી ખુબ લાભકારી છે. તેનામાં પેટને સાફ કરવાના ગુણ પણ હોય છે. 

કયાં સમયે કરવું જોઈએ કીવીનું સેવન?
તમારે કીવીનું સેવન બપોરે કે સાંજની જગ્યાએ સવારે 10થી 12 વચ્ચે કરો. હકીકતમાં કીવીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, જે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. તમે ખાલી પેટ પણ તેનું સેવન કરી શકો છો. પરંતુ ખાલી પેટ ખાટ્ટા ફળનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે, એટલે તમે નાસ્તો કર્યા બાદ કીવીનું સેવન કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More