Home> Gujarat
Advertisement
Prev
Next

AMCમાં એસ્ટેટ વિભાગના સબ ઇન્સ્પેક્ટરે સાબરમતીમાં કૂદીને જીવન ટૂંકાવ્યું, એક મહિના પછી લગ્ન હતા..

એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જયદીપ પટેલે સાબરમતી નદીમાં કૂદી આપઘાત કર્યો છે. ગત મંગળવારે મોડી રાત્રે પાલડી પાસે સાબરમતી નદીમાં એક વ્યક્તિની લાશ હોવા અંગેની માહિતી ને મળી હતી.

AMCમાં એસ્ટેટ વિભાગના સબ ઇન્સ્પેક્ટરે સાબરમતીમાં કૂદીને જીવન ટૂંકાવ્યું, એક મહિના પછી લગ્ન હતા..

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જયદીપ પટેલે સાબરમતી નદીમાં કૂદી આપઘાત કર્યો છે. ગત મંગળવારે મોડી રાત્રે પાલડી પાસે સાબરમતી નદીમાં એક વ્યક્તિની લાશ હોવા અંગેની માહિતી ને મળી હતી. આથી ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને બહાર કાઢી હતી. 

ગુજરાતમાં ભુક્કા બોલાવી દે તેવી આગાહી! ઉત્તર ગુજરાત અને અ'વાદીઓને'તો ઉંધ જ નહીં આવે!

આ મામલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી . જેમાં મૃતક જયદીપ પટેલ એસ્ટેટ વિભાગ ના સબ ઇન્સ્પેક્ટર હોવાનું સામે આવ્યું હતું ત્યાર બાદ AMC અને તેના પરિવારને જાણ કરવામાં આવી હતી ત્યારે શા માટે આત્મહત્યા કરી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. 

વડોદરામાં ભાજપ V/S ભાજપ; આ મુદ્દે બે કોર્પોરેટર સામસામે, એકે તો CMની ટકોરને ઘોળીને..

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક જયદીપ પટેલના એક માસ પછી લગ્ન પણ હતા, ત્યારે પોલીસે એ દિશામાં તપાસ શરુ કરી છે કે શું મૃતકને કોઈ પારિવારિક કારણ હતું કે પછી નોકરીનું કોઈ કારણ હતું. 

દારૂના નશામાં મોટી દુર્ઘટના! ચોથા માળેથી બે મિત્રો પટકાયા, એકનું મોત, બીજો ભાગી ગયો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More